ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / અમેરિકાના રાષ્ટ્રપતિના નિર્ણયથી મોટો ખતરો, 40 લાખ લોકોના મોત થઈ શકે

ચિંતા / અમેરિકાના રાષ્ટ્રપતિના નિર્ણયથી મોટો ખતરો, 40 લાખ લોકોના મોત થઈ શકે

Published By: Vidhata Gothi

Last Updated: 11:30 AM, 11 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

World News: અમેરિકા દ્વારા આપવામાં આવતું HIV ફંડિંગ અચાનક બંધ કરી દેવાને લીધે વિશ્વના કેટલાય દેશોમાં સારવાર, ટેસ્ટ અને સપ્લાય ચેઇન પર ખરાબ રીતે અસર થઈ છે. એક અહેવાલ અનુસાર, જો આ ફંડિંગ શરૂ કરવામાં ન આવ્યું તો 2029 સુધીમાં 40 લાખ લોકો મૃત્યુ પામી શકે છે.

ADVERTISEMENT

World News: AIDS સામેની લડાઈમાં જ્યાં નવી દવાઓના કારણે દુનિયા જીતની નજીક દેખાઈ રહી હતી, તો હવે અમેરિકાએ અચાનક લીધેલા એક નિર્ણયથી બધી આશાઓ પર પાણી ફરી વળ્યું છે. ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિ બન્યા પછી, અમેરિકાએ HIV કાર્યક્રમો માટે આપવામાં આવતી આંતરરાષ્ટ્રીય સહાય બંધ કરી દીધી છે.

hiv-aids

સંયુક્ત રાષ્ટ્ર સંગઠન UNAIDS એ ચેતવણી આપી છે કે જો અમેરિકાના આ ફંડિંગ વળતર ન મળ્યું, તો 2029 સુધીમાં એટલે કે આગામી 4 વર્ષમાં 40 લાખ લોકો મૃત્યુ પામી શકે છે અને સંક્રમણના 60 લાખથી વધુ નવા કેસ નોંધાઈ શકે છે. ચાલો જાણીએ કે અમેરિકાના આ કાર્યક્રમ વિશે, શા માટે તે HIV-AIDS સામેની લડાઈમાં મહત્ત્વપૂર્ણ હતું?

20 વર્ષ જૂની યોજના જે અચાનક બંધ થઈ ગઈ

2003 માં, તત્કાલીન યુએસ રાષ્ટ્રપતિ જ્યોર્જ બુશે PEPFAR પ્રોગ્રામ (President’s Emergency Plan for AIDS Relief) શરૂ કર્યો હતો. આ HIV સામે વિશ્વનો સૌથી મોટો વિદેશી સહાય કાર્યક્રમ હતો. તેનાથી અત્યાર સુધીમાં 8 કરોડથી વધુ લોકોનું ટેસ્ટિંગ થયું અને 2 કરોડથી વધુ લોકોને મફત સારવાર પૂરી પાડી છે. એકલા નાઇજીરીયાની વાત કરીએ તો, અહીં 99.9% HIV દવાઓનું બજેટનો PEPFAR દ્વારા જ પૂરું થતું હતું. પરંતુ જાન્યુઆરી 2025 માં, અમેરિકાએ અચાનક વિદેશી સહાય બંધ કરી દીધી, જેના કારણે ક્લિનિક્સ બંધ થઈ ગયા, સપ્લાય ચેઈન અટકી ગઈ અને હજારો કર્મચારીઓની નોકરી જતી રહી.

hiv-aids-new-logo

એક નિર્ણયથી હેલ્થ સિસ્ટમ પર આવી આફત

UNAIDS રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આ નિર્ણયને કારણે ઘણા દેશોમાં HIV સામે ચાલી રહેલા કાર્યક્રમો બંધ થઈ ગયા છે. ટેસ્ટની ગતિ અટકી ગઈ છે. જાગૃતિ અભિયાનો પર બ્રેક લાગી ગઈ છે અને ઘણી સમુદાય આધારિત સંસ્થાઓ સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. આનાથી દર્દીઓના જીવન જોખમમાં મુકાયા છે, સાથે જ WHO અને અન્ય એજન્સીઓને પણ આખી સિસ્ટમ ફરીથી ગોઠવવી પડશે.

Vtv App Promotion 2

અમેરિકા ફક્ત દવાઓ અને સુવિધાઓ માટે જ પૈસા નહોતું આપતું, પરંતુ તે આફ્રિકન દેશોમાં HIV સંબંધિત ડેટા એકત્રિત કરવામાં પણ સૌથી મોટી ભૂમિકા ભજવી રહ્યું હતું. હવે જ્યારે આ ફંડિંગ બંધ થઈ ગયું છે, તો હોસ્પિટલો અને સરકારી એજન્સીઓ પાસે ન તો દર્દીઓનો ડેટા છે અને ન તો આગળની વ્યૂહરચના ઘડવાના સાધનો છે.

આ પણ વાંચો: ઈરાને ડોનાલ્ડ ટ્રમ્પની સોપારી આપી! મારનારને 870 કરોડનું ઈનામ આપવાની કરી જાહેરાત

નવી દવાથી આશા, પણ કિંમત બની રહી છે અવરોધ

આ દરમિયાન, એક નવી HIV વિરોધી દવા Yeztugo એ આશા તો જગાવી છે, કારણ કે તે દર 6 મહિને એક વાર લેવાથી સંક્રમણ અટકાવવામાં 100% અસરકારક સાબિત થઈ છે. યુએસ FDA એ પણ તેને મંજૂરી આપી દીધી છે અને દક્ષિણ આફ્રિકાએ તેને લાગૂ કરવાનો પ્લાન બનાવ્યો છે. પરંતુ સમસ્યા એ છે કે આ દવા બનાવતી કંપની, Gilead એ ગરીબ દેશોને સસ્તા દરે તે આપવાની વાત કરી છે, પરંતુ લેટિન અમેરિકા જેવા મધ્યમ આવક ધરાવતા દેશોને આ લિસ્ટમાંથી બાકાત રાખ્યા છે. આનો અર્થ એ છે કે આ દવા એવા સ્થળોએ પહોંચી શકશે નહીં જ્યાં HIVનું જોખમ વધી રહ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

USA HIV Funding World News Donald Trump

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ