બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Jammu and Kashmir: Army kills two militants in Rajouri

એન્કાઉન્ટર / જમ્મૂ કાશ્મીર: સેનાએ રાજૌરીમાં બે આતંકીઓને કર્યા ઠાર, ફરી આકાશમાં દેખાયું સંદિગ્ધ ડ્રોન

Ronak

Last Updated: 04:13 PM, 6 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જમ્મૂ કાશ્મીરના રાજૌરીમાં બે આતંકીઓને સેના દ્વારા ઠાર કરવામાં આવ્યા છે. સાથેજ સાંબા વિસ્તારમાં આજે ડ઼્રોન દેખાયું હતું અને ત્યાથી પોલીસને હથિયારો પણ મળી આવ્યા છે.

  • રાજૌરી જિલ્લામાં બે આતંકી ઠાર 
  • સેનાને મોટી માત્રામાં હથિયારો મળી આવ્યા 
  • સાંબા જિલ્લામાં બોર્ડર પાસે ફરી ડ્રોન દેખાયું 

જમ્મૂ-કશ્મીરના રાજૌરી જિલ્લામાં આજે સેના દ્વારા બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. સેના દ્વારા કહેવામાં આવ્યું કે તેમને અંગત સૂત્રો દ્વારા આંતકીઓ વીશે માહિતી મળી હતી. જેથી પોલીસ અને સેના દ્વારા થાનામંડી વિસ્તારમાં ઘેરાબંધી કરીને શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જોકે તેઓ જેવા આતંકીઓ સુધી પહોચ્યા કે આતંકીઓએ તેમના પર હુમલો કર્યો જેના વળતા જવાબમાં સેના દ્વારા 2 આતંકીઓને ઠાર કરવામાં આવ્યા. 

સાંબામાં ડ્રોન દેખાયું

પોલીસ દ્વારા આ મામલે સામેથી જાણકારી આપવામાં આવી કે બે આતંકીઓને ઠાર કરવામાં આવ્યા છે. બીજી તરફ આજે  સાંબા જિલ્લામાં સરહદ પાસે ડ્રોન દેખાયું હતું સેના દ્વારા કહેવામાં આવ્યું કે જ્યારે તેઓ આતંકીઓને શોધી રહ્યા હતા. ત્યારે તેમને હથિયારો અને બોમ્બ મળી આવ્યા હતા. 

પોલીસ અને સેનાએ શોધખોળ હાથ ધરી 

જમ્મૂ કાશ્મીરા સાંબા જિલ્લામાંથી સુરક્ષા દળ દ્વારા હથિયારો અને બોમ્બ મળી આવ્યા છે. પોલીસ અને સેના દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં આ તેમને હથિયાર અને બોમ્બ મળી આવ્યા. સેના દ્વારા એવી માહિતી આપવામાં આવી છે. તેમને 2 પિસ્તોલ, પાંચ મેગેઝીન અને 122 કારતૂસ મળી આવ્યા છે. 

ડ્રોન દ્વારા હથિયાર પાડવામાં આવ્યા હોવાની આશંકા 

સેનાનું કહેવું છે કે જે સંદિગ્ધ ડ્રોન દેખાયું હતું તેજ ડ્રોન દ્વારા હથિયાર પાડવામાં આવ્યા છે. તેવી આશંકા સેવાઈ રહી છે. જોકે આ મામલે સેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. પુંછ જિલ્લાના બાલનોઈ વિસ્તારમાં એક ફાર્મમાંથી સેનાને સંચાર સેટ, બેટરી અને અમુક મશાલ પણ મળી આવી હતી. જેથી તે મામલે પણ સેના દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

કાશ્મીરમાં હાઈ એલર્ટ 

ઉલ્લેખનીય છે કે અગાઉ જમ્મૂ કાશ્મીરમાં ઘણી વખત ડ્રોન દેખાઈ ચૂક્યા છે. જમ્મૂ એરફોર્સ સ્ટેશન પર પણ આતંકીઓ દ્વારા ડ્રોન વડે હુમલો કરવામાં આવ્યો છે. હાલ 15 ઓગસ્ટે આતંકીઓ મંદિરમાં હુમલો કરવાના છે. તેવી માહિતી સામે આવી છે. જેને લઈને કાશ્મિર હાલ હાઈ એલર્ટ પર છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ