બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Jammers of new 5G technology will be installed in Gujarat jails, says Minister of State for Home Harsh Sanghvi

સુરક્ષા / 'ગુજરાતની જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાશે', ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

Malay

Last Updated: 12:21 PM, 29 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યોની જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં નિવેદન મહત્વનું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે, જેલોમાં 16 હજારથી વધુ કેદીઓની સુરક્ષા જળવાઈ રહે તે જરૂરી.

 

  • ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું વિધાનસભા ગૃહમાં નિવેદન
  • જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવાશે
  • કેદીઓના ચહેરા પર ડર જોઈ શકાય છેઃ હર્ષ સંઘવી

ગાંધીનગર પોલીસ ભવન સ્થિત ડીજીપી ઓફિસ ખાતે ગતરોજ 24 માર્ચે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં એક મહત્વપૂર્ણ ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. જેમાં રાજ્યના ગૃહ સચિવ, રાજ્યના પોલીસ વડા તેમજ ગૃહ વિભાગ અને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠક પૂર્ણ થયા બાદ અચાનક જ મોડી રાતે રાજ્યની 17 જેલોમાં સર્ચ ઓપરેશન હાથ ધરાયું હતું. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો બોડી વોર્ન કેમેરા સાથે 17 જેલોમાં સરપ્રાઈઝ ચેકિંગ કરવા પહોંચ્યો હતો. જેનું સીધું પ્રસારણ કંટ્રોલરૂમમાં થઈ રહ્યું હતું.   આ આખા ઓપરેશનને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સીએમ ડેશ બોર્ડથી લાઈવ જોઈ રહ્યા હતા, જ્યારે ગૃહરાજ્યમંત્રી કમાન્ડ કંટ્રોલ રૂમથી ઓપરેશન પર નજર રાખી રહ્યા હતા. આ ગુપ્ત ઓપરેશનને જોઈને ઘણાં મોટા અધિકારીઓનો પણ પરસેવો છૂટી ગયો હતો. ગુજરાત સરકારના 'ઓપરેશન જેલ' અંગે આજે ગૃહમાં ચર્ચા કરવામાં આવી હતી. 

કેદીઓની સુરક્ષા જરૂરીઃ હર્ષ સંઘવી
જેલોની સુરક્ષાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિધાનસભા ગૃહમાં મહત્વનું નિવેદન આપ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, જેલોમાં નવા 5G ટેક્નોલોજીના જામર લગાવવામાં આવશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, જેલોમાં 16 હજારથી વધુ કેદીઓની સુરક્ષા જળવાઈ રહે તે જરૂરી છે. કેદીઓના ચહેરા પર ડર જોઈ શકાય છે. આગામી દિવસોમાં જેલમાં દરોડા પાડવામાં આવશે.

VTV Gujarati News and Beyond on Twitter: "કરાઈમાં નકલી PSI મુદ્દે ગૃહ  રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન, કહ્યું- હાલ તપાસ ચાલુ છે, આ એક ગભીર બાબત  છે #FakePSI #GujaratPSI ...
હર્ષ સંઘવી (ગૃહમંત્રી, ગુજરાત)

'સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યા 16 મોબાઈલ' 
રાજ્યની જેલોમાં પાડવામાં આવેલા દરોડા મામલે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્યમાં 17 જેલમાં 1700 પોલીસકર્મીઓએ તપાસ કરી હતી. જેલમાં લાઈવ તપાસ કરવામાં આવી હતી. સર્ચ ઓપરેશન દરમિયાન 16 મોબાઈલ મળી આવ્યા છે. સાથે જ 10 ઈલેક્ટ્રિક વસ્તુ, 39 ઘાતક સામાન, 3 માદક પદાર્થ મળ્યા છે. 

BIG BREKING: હર્ષ સંઘવીની ઉચ્ચ બેઠક બાદ રાજ્યભરની જેલમાં ગૃહ વિભાગના દરોડા,  જેલમાં થતી જલસા પાર્ટીઓ રડારમાં? | After Harsh Sanghvi's high meeting, Home  Department raids in ...

ચેકિંગ દરમિયાન પેનડ્રાઈવ મળીઃ પંકજ દેસાઈ 
દરોડા દરમિયાન 10 જેલમાં ધુમ્રપાનની ચીજો મળી આવી છે. ચેકિંગ દરમિયાન રસોઈના સાધનો, પેનડ્રાઈવ મળી આવી છે. 17 જેલમાંથી 5 જેલમાં કોઈ પ્રતિબંધિત ચીજો મળી આવી નથી. પ્રતિબંધિત ચીજો મળવા બાબતે SOG દ્વારા તપાસ કરવામાં આવશે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ