બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / સેલિબ્રિટી ઇન્ટરવ્યુ / Jahnvi Kapoor in her interview said that during her school time her photo was morphed

બોલિવૂડ / કોઈએ ફોટો સાથે છેડછાડ કરી અશ્લીલ બનાવ્યો, બાદમાં સમગ્ર શાળામાં ફરતો કર્યો, જ્હાન્વી કપૂરે કર્યો શૉકિંગ ખુલાસો, જણાવી આખી ઘટના

Vaidehi

Last Updated: 06:57 PM, 29 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જહાન્વી કપૂરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન ખુલાસો કર્યો કે તે જ્યારે સ્કૂલમાં હતી ત્યારે તેની ફોટોને ખોટી રીતે એડિટ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો...

  • જહાન્વી કપૂરે ઈન્ટરવ્યૂ દરમિયાન કર્યાં ખુલાસા
  • પોતાના સ્કૂલ સમયની એક ઘટનાનો ઉલ્લેખ
  • ફોટાને અશ્લીલ બનાવવાની ઘટના બની હતી

ધડક મૂવીથી ફિલ્મ ઈંડસ્ટ્રીમાં ડેબ્યૂ કરનારી જહાન્વી કપૂરે એક ઈન્ટરવ્યૂ દરમિયાન એવી વાતોનાં ખુલાસા કર્યાં છે જે જાણીને તમે ચોંકી ઊઠશો. તેણે કહ્યું કે તે જ્યારે સ્કૂલમાં હતી ત્યારે કોઈએ તેના ફોટો સાથે છેડછાડ કરી હતી. આ ખબર સમગ્ર સ્કૂલમાં ફેલાઈ ગઈ હતી જે બાદ તેને ઘણી બાબતોનો સામનો કરવો પડ્યો હતો.

ફોટોને અશ્લીલ બનાવવામાં આવ્યાં
જહાન્વી કપૂરે જણાવ્યું કે તેના ફોટોમાં છેડછાડ કરીને અશ્લીલ બનાવવામાં આવ્યાં હતાં. આ બાદ એ ફોટોને સમગ્ર સ્કૂલમાં વાયરલ કરવામાં આવ્યો હતો. આ બધું થયાં બાદ જહાન્વીનાં મિત્રોનું વર્તન પણ બદલાઈ ગયું હતું. સૌ કોઈ જહાન્વીને અજીબ નજરે જોતાં હતાં.

AI ટેકનોલોજી પર ચિંતા વ્યક્ત કરી
પોતાના સ્કૂલ સમયની આ ઘટના શેર કર્યાં બાદ જહાન્વી કપૂરે AI ટેકનોલોજીને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે આજકાલ ટેકનોલોજી અને AIનો જમાનો છે. આ સમયે કોઈની પણ ફોટો મોર્ફ કરી શકાય છે. આ બાબતો તેમને ઘણી ડિસ્ટર્બ કરે છે.

જહાન્વી કપૂરની ફિલ્મ Bawaal
વર્કફ્રંટની વાત કરીએ તો જહાન્વી કપૂર હાલમાં OTT પ્લેટફોર્મ પર રિલીઝ થયેલ ફિલ્મ બવાલ'માં વરુણ ધવનની સાથે નજરે પડી હતી. આ ફિલ્મનાં ડાયરેક્ટર નિતેશ તિવારી છે. આ ફિલ્મને 6.6/10 સ્ટાર IMDB દ્વારા આપવામાં આવ્યાં છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ