બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ધર્મ / Jagannath Rath Yatra 2023 in Puri interesting facts about wood cutting by golden axe

Jagannath Rath Yatra 2023 / જગન્નાથ રથ યાત્રા માટે રથ નિર્માણમાં કયા લાકડાનો થાય છે ઉપયોગ? જાણો કેમ સોનાની કુહાડીથી કાપવામાં આવે છે લાકડા

Arohi

Last Updated: 11:21 AM, 20 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jagannath Rath Yatra 2023 in Puri: જૂન 2023એ ઓડીશાના પૂરીમાં ભગવાન જગન્નાથની ભવ્ય રથ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. દર વર્ષે અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજે આ યાત્રાનું આયોજન કરવામાં આવે છે.

  • 2 મહિના પહેલા શરૂ થઈ જાય છે રથયાત્રાની તૈયારી 
  • દર્શન માટે હજારોની સંખ્યામાં ભીડ ઉમટી પડી 
  • સોનાની કુહાડીથી કાપવામાં આવે છે રથયાત્રાના લાકડા

ઓડિશાના પુરીમાં સ્થિત ભગવાન જગન્નાથનું મંદિર એકલું એવું મંદિર છે જ્યાં જગન્નાથજી પોતાના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાની સાથે બિરાજમાન છે. કહેવાય છે કે પુરી ભગવાન જગન્નાથના માસીનું ઘર છે અને આ ત્રણ બહન-ભાઈ પોતાના માસીના ઘરે ફરવા આવ્યા હતા. તે સમયે તેમની તબિયત ખરાબ થઈ જાય છે અને પછી દવા આપીને તેમને સાજા કરવામાં આવે છે.  

આ પરંપરા આજે પણ જગન્નાથ પુરીમાં નિભાવવામાં આવે છે. આજે પણ જગન્નાથ રથયાત્રાથી 15 દિવસ પહેલા ભગવાન બીમાર થઈને એકાંતવાસમાં જતા રહે છે અને કોઈને દર્શન નથી આપતા. પછી 15 દિવસમાં ઠીક થઈને આવે છે અને પોતાના ભક્તોને દર્શન આપે છે. ત્યારે જગન્નાથ રથયાત્રા શરૂ થાય છે. આ રથ યાત્રા સાથે જોડાયેલા ઘણા રહસ્ય અને સ્ટોરી એવી છે જે આજે પણ લોકોને ચોંકાવે છે. 

જગન્નાથ રથ યાત્રા 2023 
હિંદુ પંચાગ અનુસાર અષાઢ મહિનાના શુક્લ પક્ષની બીજે ભગવાન જગન્નાથની ભવ્ય રથયાત્રા નિકળે છે. જે 20 જૂન 2023ની રાત્રે 10.04થી શરૂ થશે. જેનું સમાપન બીજા દિવસ એટલે કે 21 જૂન 2023એ સાંજે 7.09 પર થશે. ભગવાન જગન્નાથ આ સમયે આખા નગરનું ભ્રમણ કરશે અને પછી ગુંડિચા મંદિરમાં આ ભવ્ય રથ યાત્રાને વિશ્રામ આપવામાં આવશે. પરંતુ શું તમે જાણો છો કે જગન્નાથ રથ યાત્રા માટે ઉપયોગ થતા લાકડા સોનાની કુલ્હાડીથી કાપવામાં આવે છે? આવો જાણીએ તેના વિશે ડિટેલ્સમાં. 

સોનાની કુલ્હાડીથી કપાય છે લાકડી 
લોકોને એ વાત સાંભળીને કદાચ થોડું અજીબ લાગશે કે રથ બનાવવા માટે જે લાકડીઓનો ઉપયોગ થાય છે તેને સોનાની કુલ્હાડીથી કાપવામાં આવે છે. રથ બનાવવામાં બે મહિનાનો સમય લાગે છે અને તેની શરૂઆત અખાત્રીજના દિવસથી થાય છે. તેના માટે સૌથી પહેલા લાકડાની પસંદગી કરવામાં આવે છે અને પછી વન વિભાગના અધિકારીઓને મંદિર સમિતિના લોકો સુચના મોકલે છે કે તેમને રથના માટે લાકડા કાપવા છે. 

ત્યાર બાદ મંદિરના પુજારી જંગલ જઈને તે ઝાડની પૂજા કરે છે જેના લાકડા રથના માટે ઉપયોગ થવાના છે. પછી મહારાણા એટલે કે કારપેન્ટર કમ્યુનિટીના લોકો ઝાડ પર સોનાની કુલ્હાડીથી કટ લગાવે છે. કટ લગાવતા પહેલા સોનાની કુલ્હાડીને પહેલા ભગવાન જગન્નાથની પ્રતિમાને સ્પર્શ કરાવવામાં આવે છે અને તેમનો આશીર્વાદ લેવામાં આવે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ