બ્રેકિંગ ન્યુઝ
VTV / iti student commits suicide in west bengal nadia due to not play pubg
Last Updated: 10:40 AM, 7 September 2020
ADVERTISEMENT

પ્રીતમ હલદાર નામના એક વિદ્યાર્થીએ ફાંસી લગાવી આત્મહત્યા કરી લીધી છે. પ્રીતમ આઈઆઈટીનો વિદ્યાર્થી હતો. આ કેસ નાદિયા જિલ્લાના ચકદહા પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જ્યાં પૂર્બા લાલપુરમાં શુક્રવારે વિદ્યાર્થીએ ફાંસી લગાવી લીધી હતી. તેની માતાએ જણાવ્યું હતુ કે સવારે નાસ્તો કર્યા બાદ તે રુમમાં ગયો હતો. પરંતુ બપોરે તેમણે જમવા માટે તેને બોલાવવા ગઈ તો દરવાજો ન ખુલ્યો. લાંબા બાદ પડોશિઓની મદદથી રુમ ખોલવામાં આવ્યો હતો. જ્યાં તે ફાંસીના ફંદ્દે લટકેલો મળ્યો હતો.
ADVERTISEMENT

ભારત સરકાર તરફતી પબ્જી ગેમને બેન કરવામાં આવ્યા બાદ તે ઘણો હેરાન પરેશના રહેતો હતો. પહેલા તે દિવસ ભર ગેમ રમતો રહેતો હતો. પોલીસે આ મામલામાં અપમૃત્યુનો કેસ દાખલ કર્યો છે અને શરુઆતમાં તેને આત્મહત્યાનો ગુનો માની તપાસ હાથ ધરી છે. પ્રીતમના પિતા બિશ્વજીત પૂર્વ ભારતીય સૈનિક છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.