બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગણી ગણીને રોટલી બનાવતા હોય તો બંધ કરી દેજો, ગ્રહોનો નકારાત્મક પ્રભાવ નડશે

જ્યોતિષ શાસ્ત્ર / ગણી ગણીને રોટલી બનાવતા હોય તો બંધ કરી દેજો, ગ્રહોનો નકારાત્મક પ્રભાવ નડશે

Last Updated: 01:14 PM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રોટલી જ્યોતિષ સાથે પણ સંબંધિત છે. જો તમે ગણીને રોટલી બનાવો છો તો કેટલાક ગ્રહોનો નકારાત્મક પ્રભાવ તમારા પર પડે છે.

અનેક પરિવારોમાં મહિલાઓ દ્વારા રોટલી ગણીને બનાવવામાં આવે છે. આવુ કરવા પાછળનો તેમનો હેતુ રોટલીનો બગાડ ના થાય તે હોય છે. પરંતુ વાસ્તુની દ્રષ્ટિએ ગણીને રોટલી બનાવવી તેને અશુભ માનવામાં આવે છે. તેના કારણે પરિવારમાં આર્થિક મુશ્કેલી આવી શકે છે. આજે વાસ્તુની દ્રષ્ટિએ રોટલી સંબંધિત નિયમ વિશે જાણવાનો પ્રયાસ કરીએ.

ગ્રહોનો પડે છે ખરાબ પ્રભાવ

સનાતન ધર્મની માન્યતા અનુસાર રોટલી સૂર્ય, મંગળ, રાહુ અને જ્યોતિષ સંબંધિત છે. આથી જો તમે ગણીને રોટલી બનાવો છો તો સૂર્ય અને મંગળ ગ્રહ કમજોર પડે છે, આ સિવાય રાહુનો નકારાત્મક પ્રભાવ પણ પડે છે. આથી આ ગ્રહોના ખરાબ પ્રભાવથી બચવા ક્યારેય ગણીને રોટલી ના બનાવો.

આ દિશામાં રોટલી ના બનાવો

વાસ્તુશાસ્ત્ર મુજબ તમારું રસોડું દક્ષિણ - પૂર્વ ખૂણામાં એટલે કે અગ્નિ ખૂણામાં હોવું જોઈએ. તમે જ્યારે રોટલી બનાવો છો ત્યારે તમારું મુખ પૂર્વ દિશા તરફ હોવું જોઈએ. આ સાથે એ વાતનું પણ ધ્યાન રાખો કે દક્ષિણ દિશામાં ગેસ કે ચૂલો ના રાખો. તે દિશા તરફ મુખ રાખી રોટલી બનાવવી અશુભ માનવામાં આવે છે.

આ દિવસે ન બનાવો રોટલી

સનાતન ધર્મમાં કેટલાક દિવસો દરમિયાન રોટલી બનાવવાને અશુભ માનવામાં આવે છે. જેમાં શીતળાષ્ટમી, નાગપંચમી, શરદ પૂર્ણિમા અને કોઈના મૃત્યુના દિવસે પણ ઘરમાં રોટલી ના બનાવવી જોઈએ. જો કોઈના મૃત્યુના દિવસે ઘરમાં રોટલી બનાવવાથી સ્વાસ્થ્યને નુકશાન થાય છે. એવી પણ માન્યતા છે કે મૃત્યુના દિવસે રોટલી બનાવવાથી મૃત્યુ પામનારની આત્માને શાંતિ નથી મળતી.

આ પણ વાંચોઃ આ ઉપાયથી યમરાજના ભયથી થશો મુક્ત! મોત બાદ નહીં સહન કરવી પડે પીડા

ગાયને ખવડાવો રોટલી

રોટલી સંબંધિત બીજો પણ એક નિયમ છે. જેમાં તમારે પ્રથમ રોટલી ગાય માટે બનાવીને રાખવી જોઈએ. ગાયને રોટલી ખવડાવવાથી સત્કર્મોમાં વૃદ્ધિ થાય છે, ઘરમાં ક્લેશ ઘટે છે, મન શાંત રહે છે. આ સાથે કુતરાને પણ રોટલી ખવડાવવાથી પુણ્ય મળે છે સાથે રાહુ, કેતુ અને શનિ ગ્રહ શાંત થાય છે.

PROMOTIONAL 10

સંકળાયેલા મુદ્દાઓ

Astrology Rotli Counting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ