બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આ ઉપાયથી યમરાજના ભયથી થશો મુક્ત! મોત બાદ નહીં સહન કરવી પડે પીડા

ધર્મ / આ ઉપાયથી યમરાજના ભયથી થશો મુક્ત! મોત બાદ નહીં સહન કરવી પડે પીડા

Last Updated: 10:52 AM, 14 June 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bhavishya Puran: યમરાજ મૃત્યુના દેવતા છે. યમરાજ વ્યક્તિને તેના કર્મફળ અનુસાર મૃત્યુ બાદ સજા આપે છે. મૃત્યુ બાદ યમના દૂતોની યાતનાઓથી બચવા માટે અમુક ઉપાય ખૂબ જ કારગર માનવામાં આવે છે. આવો જાણીએ તેના વિશે.

હિંદૂ ધર્મમાં શાસ્ત્રો અને પુરાણોને ખૂબ જ મહત્વપૂર્ણ સ્થાન આપવામાં આવ્યું છે. પુરાણોમાં કહેવામાં આવેલી વાતો જો વ્યક્તિ અમલમાં લે તો તેનું જીવન સુધરી શકે છે. શાસ્ત્રો અને પુરાણોમાં વ્યક્તિના જીવનની દરેક સમસ્યાનું સમાધાન મળે છે અને અમુક એવા ઉપાય છે જે તમારૂ ભાગ્ય બદલી શકે છે.

જે લોકો જીવનમાં ખૂબ પાપ કરે છે તેમને મર્યા બાદ યમલોકમાં ખૂબ યાતનાઓ સહન કરવી પડે છે. યમરાજ મૃત્યુના દેવતા કહેવામાં આવે છે. યમરાજ વ્યક્તિને તેના કર્મ ફળના અનુરૂપ મૃત્યુના બાદ ગતિ પ્રદાન કરે છે.

Surya-Nakshatra-Parivartan-2024

સૂર્યદેવના પુત્ર છે યમરાજ

તમને જણાવી દઈએ કે યમરાજ સૂર્યદેવના પુત્ર માનવામાં આવે છે. સૂર્યદેવની જે વ્યક્તિ સંપૂર્ણ શ્રદ્ધા ભક્તિથી રોજ પુજા અર્ચના કરે છે તેમને યમના પણ આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ભવિષ્યપુરાણમાં એવા ઉપાય જણાવવામાં આવ્યા છે જેને કરવાથી વ્યક્તિ યમરાજની છત્રછાયામાં આવી જાય છે અને તેમની યાતનાઓથી છુટકારો મેળવી શકે છે. તેનાથી તેની અને આવનાર પેઢીઓને પણ લાભ મળે છે. તો આવો જાણીએ આ ઉપાયો વિશે.

કરો આ ઉપાય

  • ભવિષ્યપુરાણ અનુસાર જે વ્યક્તિ રોજ સૂર્યદેવને જળ અર્પિત કરવાની સાથે સાથે દૂધ અને ઘી ચડાવે છે તેનું ભાગ્ય ચમકી જાય છે. આવી વ્યક્તિ જીવનમાં ખૂબ જ માન-સન્માન મેળવે છે.
  • ભવિષ્યપુરાણ અનુસાર જે વ્યક્તિ રોજ સૂર્યદેવના મંદિરમાં કચરા પોતા કરે છે તેને તેમના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને યમલોકમાં યમદૂતોથી યાતનાઓ નથી સહન કરવી પડતી.
  • ભવિષ્યપુરાણ અનુસાર જે પણ પરિવારના સદસ્ય સૂર્યોદયના સમયે સૂર્યદેવને જળ, ફૂલ, ધૂપ અને વસ્ત્ર ચડાવે છે તેમના ઘરે યમદૂત સમય પહેલા ક્યારેય નથી આવતા.
pooja-46

વધુ વાંચો: શનિ સાડાસાતી અને ઢૈયા: આ રાશિના જાતકો રહેશે સૌથી વધુ પીડિત, રાજા બનશે રંક

  • ભવિષ્યપુરાણ અનુસાર જે વ્યક્તિ સૂર્યના મંત્રોનો જાપ કરે છે તેમને ક્યારેય પણ ભય નથી સતાવતો. એવા વ્યક્તિની આવનાર પેઢીઓ યમના ભયથી મુક્તિ મેળવી શકે છે સાથે જ તેમને ક્યારેય યાતનાઓ નથી સહન કરવી પડતી.

સંકળાયેલા મુદ્દાઓ

મુક્તી Bhavishya Puran યમરાજ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ