બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / It has been decided by JETCO regarding the recruitment of Electrical Assistant, the candidates who clear the written exam will have to give the pole test only

રિટેસ્ટ / વડોદરામાં જેટકો ભરતી વિવાદ બાદ મહત્વનો નિર્ણય, હવેથી તમામ ઉમેદવારોએ આપવો પડશે પોલ ટેસ્ટ

Dinesh

Last Updated: 09:09 AM, 28 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Vadodara news: જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી મુદ્દે નિર્ણય લેવામાં આવ્યો છે, લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવાયો છે

  • જેટકો દ્વારા વિદ્યુત સહાયકની ભરતી રદ્દ કરવાનો મામલો 
  • તમામ વિધાર્થી ઉમેદવારને આપવો પડશે માત્ર પોલ ટેસ્ટ
  • અગાઉ પોલ ટેસ્ટમાં નાપાસ થયેલા ઉમેદવારે પણ આપવી પડતી હતી પરીક્ષા


જેટકો ભરતી વિવાદ બાદ હવે મહત્વનો નિર્ણય લેવાયો છે. જેમાં અગાઉ લેખિત પરીક્ષા પાસ કરનાર ઉમેદવારોએ માત્ર પોલ ટેસ્ટ આપવો પડશે. સાથે સાથે જેટકો દ્વારા મહેકમ પણ વધારવાનો નિર્ણય લેવાયો છે. ત્યારે નવા ઉમેદવારોએ પહેલા પોલ ટેસ્ટ આપવાનો રહેશે. પોલ ટેસ્ટ પાસ કર્યા બાદ નવા ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપવી પડશે.

જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચ્છુકોને તક મળશે
અત્રે જણાવીએ કે, આ પરીક્ષામાં જે ઉમેદવારોએ લેખિત પરીક્ષા આપી હશે તે ઉમેદવારોની લેખિત પરીક્ષા નહીં લેવાય. અગાઉ લેખિત પરીક્ષા બાદ પોલ ટેસ્ટ લેવાતો હતો. હાલ વિવાદ બાદ પોલ ટેસ્ટના આયોજનમાં નવા ઉમેદવારોનો પહેલા પોલ ટેસ્ટ લેવાશે. જેટકોએ મહેકમ વધારતા અન્ય નોકરી વાંચ્છુકોને તક મળશે.

જાણો તારીખ, વાંચો વિગતે

અગાઉ 6 અધિકારીઓને સસ્પેન્ડ કરાયા હતા 
જેટકો દ્વારા લેવામાં આવેલ પરીક્ષામાં ગેરરીતી થઈ હોવાની રજૂઆત બાદ જેટકો દ્વારા તપાસ કરાવવામાં આવતા અધિકારીઓની બેદકારી સામે આવી હતી. જે બાદ જેટકો દ્વારા  ત્રણ ઝોનની પરીક્ષા રદ્દ કરવામાં આવી હતી. જે બાદ પણ વિવાદ શાંત થવાનું નામ ન લેતા વડોદરા જેટકોની ઓફીસ બહાર પરીક્ષાર્થીઓ દ્વારા ધરણા પ્રદર્શન કરી રજૂઆત કરી હતી. અને અલ્ટીમેટમ આપ્યું હતું. જે બાદ આજે જેટકો દ્વારા બેદરકારી દાખવનાર 6 અધિકારીને સસ્પેન્ડ કરી દેવામાં આવતા ખળભળાટ મચી જવા પામી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ