બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
આયર્ન ડોમથી લઇને ઘાતક ડ્રોનનું ઉત્પાદન કરનાર ઈઝરાયેલે વિશ્વમાં પ્રથમ વખત લેસર મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું સફળ પરીક્ષણ કર્યું છે. આ મિસાઈલ ડિફેન્સ સિસ્ટમનું નામ 'આયર્ન બીમ' આપવામાં આવ્યું છે. આ લેસર આધારિત મિસાઈલ સંરક્ષણ પ્રણાલીએ એક જ હુમલામાં મોર્ટાર, રોકેટ અને એન્ટી ટેન્ક મિસાઈલોનો નાશ કર્યો. ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું કે આમાં સૌથી સારી વાત એ છે કે એક વખતનો ખર્ચ માત્ર 267 રૂપિયા આવે છે.. તેમણે કહ્યું કે આ તમને કાલ્પનિક લાગશે પરંતુ આ વાસ્તવિકતા છે.. ઈઝરાયેલે તેની લેસર ડિફેન્સ સિસ્ટમના હુમલાનો વીડિયો પણ જાહેર કર્યો છે.
લેઝર વેપન બનાવવામાં ઇઝરાયલની મળી સફળતા
ADVERTISEMENT
ઇઝરાયલ હમાસના રોકેટ હુમલાને રોકવા માટે ઘણા વર્ષોથી મોંઘા આયર્ન ડોમ મિસાઇલ ડિફેન્સ સિસ્ટમની જગ્યાએ લેઝર વેપનને બનાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. જોકે હવે તેને આ હથિયાર બનાવવામાં સફળતા મળી ગઇ છે. દેશની હવાઈ સંરક્ષણ કવચને મજબૂત કરવા માટે આયરન બીમ ડિફેન્સ સિસ્ટમ બનાવવામાં આવી છે. અત્યારે ઇઝરાયલે આ લેસર વેપનની અસર વિશે દુનિયાને બહુ ઓછી માહિતી આપી છે. એવું માનવામાં આવે છે કે આ લેઝર હથિયાર જમીન, હવા અને સમુદ્રમાં તૈનાત કરી શકાય છે.
ઈઝરાયેલે ઈરાન અને હમાસ જેવા દુશ્મનોને કડક સંદેશ આપ્યો
ADVERTISEMENT
ઇઝરાયેલ આગામી દાયકામાં ઇઝરાયેલની સરહદ પર લેસર હથિયારો તૈનાત કરવાનું લક્ષ્ય રાખે છે જેથી દેશને હવાઈ હુમલાઓથી બચાવી શકાય. ગુરુવારે કરવામાં આવેલી આ જાહેરાત દ્વારા ઈઝરાયેલે તેના કટ્ટર હરીફ ઈરાન અને હમાસ જેવા અન્ય દુશ્મનોને કડક સંદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે. કહેવામાં આવી રહ્યું છે કે ગયા મહિને નેગેવના રણમાં આ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. નેફતાલી બેનેટે ઈઝરાયેલ અને ગાઝા વચ્ચેના 11 દિવસના યુદ્ધની વર્ષગાંઠ પર આ પરીક્ષણની જાહેરાત કરી હતી. આ યુદ્ધમાં, આતંકવાદી જૂથ હમાસે ઇઝરાયેલ પર 4,000 થી વધુ રોકેટ છોડ્યા હતા.
લેઝર વેપનનો વીડિયો કર્યો જાહેર
ADVERTISEMENT
ઈઝરાયેલનું કહેવું છે કે તેની આયર્ન ડોમ સિસ્ટમ ખૂબ જ સફળ રહી હતી અને તેણે 90 ટકા રોકેટ હુમલાનો નાશ કર્યો હતો. જો કે અધિકારીઓએ કહ્યું કે આ સિસ્ટમ ઘણી મોંઘી છે. વડા પ્રધાન બેનેટે જણાવ્યું હતું કે ગાઝામાંથી માત્ર થોડા ડોલરના ખર્ચે રોકેટ ફાયર કરી શકાય છે અને આયર્ન ડોમમાંથી તેને નષ્ટ કરવા માટે અમને હજારો ડોલરનો ખર્ચ કરવો પડે છે. ઈઝરાયેલના સંરક્ષણ મંત્રાલયે એક વિડિયો બહાર પાડ્યો છે જેમાં દર્શાવવામાં આવ્યું છે કે નવી સિસ્ટમે રોકેટ, મોર્ટાર અને ડ્રોનનો સફળતાપૂર્વક નાશ કર્યો છે. જો કે, આ વીડિયોને ભારે એડિટ કરવામાં આવ્યો છે અને તેમાં બતાવવામાં આવ્યું છે કે જમીન પર તૈનાત સિસ્ટમમાંથી લેસર બીમ નીકળે છે અને તે હવામાં તેના લક્ષ્યને નષ્ટ કરે છે.
Israel has successfully tested the new “Iron Beam” laser interception system.
— Naftali Bennett בנט (@naftalibennett) April 14, 2022
This is the world’s first energy-based weapons system that uses a laser to shoot down incoming UAVs, rockets & mortars at a cost of $3.50 per shot.
It may sound like science fiction, but it's real. pic.twitter.com/nRXFoYTjIU
ADVERTISEMENT
મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી ટેન્કો પણ સજ્જ
ADVERTISEMENT
આ પહેલા બેનેટે કહ્યું હતું કે ઈઝરાયેલ એક વર્ષની અંદર આ હથિયારનો ઉપયોગ કરવાનું શરૂ કરશે. લાંબા અંતરની મિસાઈલોથી લઈને રોકેટ સુધીની દરેક વસ્તુને મધ્ય-માર્ગે નષ્ટ કરવા ઈઝરાયલે પહેલેથી જ વિવિધ પ્રણાલીઓ વિકસાવી છે. એટલું જ નહીં ઈઝરાયેલે પોતાની ટેન્કને મિસાઈલ ડિફેન્સ સિસ્ટમથી પણ સજ્જ કરી છે. ઈરાન સાથેના પરમાણુ કરારને લઈને આ દિવસોમાં ઈઝરાયેલનો તણાવ વધી ગયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.