બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / વિશ્વ / Israel-Hamas war: 'Not a single Indian killed in war', ambassador clarifies

મિશન Operation Ajay / ઈઝરાયલ-હમાસ જંગ: 'યુદ્ધમાં એક પણ ભારતીયનું મોત થયાનું ધ્યાને નથી આવ્યું', રાજદૂતે કરી સ્પષ્ટતા

Priyakant

Last Updated: 08:50 AM, 12 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Mission Operation Ajay News: મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, ઈઝરાયેલ સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ ભારતીય જાનહાનિની ​​કોઈ માહિતી નથી

  • ઈઝરાયેલ-હમાસ યુદ્ધને કારણે ભારતીયોની મુસીબતો વધી 
  • યુદ્ધમાં કોઈ ભારતીય જાનહાનિની ​​કોઈ માહિતી નથી: કોબી શોશાની
  • ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ 

Mission Operation Ajay : ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ત્યાં રહેતા ભારતીયોની મુસીબતો વધી ગઈ છે. ઈઝરાયેલમાં 20 હજારથી વધુ ભારતીયો રહે છે. આ તરફ મુંબઈમાં ઈઝરાયલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, ઈઝરાયેલ સેના અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં કોઈ ભારતીય જાનહાનિની ​​કોઈ માહિતી નથી. ભારત અને ઈઝરાયેલ વચ્ચેની ફ્લાઈટ બંધ થઈ ગઈ છે. વિદેશ મંત્રાલય ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવામાં વ્યસ્ત છે. 

શું કહ્યું ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલે ? 
ઈઝરાયેલના કોન્સ્યુલ જનરલ કોબી શોશાનીએ કહ્યું કે, અમને ઈઝરાયેલમાં રહેતા કોઈપણ ભારતીયના મૃત્યુ કે ઈજાની જાણ નથી. જો અમને આ અંગે કોઈ માહિતી મળશે તો હું અંગત રીતે આ બાબતની તપાસ કરીશ. ઇઝરાયેલમાં 20,000થી વધુ ભારતીયો રહે છે. મને ત્યાં ફસાયેલા ભારતીયોની ચોક્કસ સંખ્યા ખબર નથી. ઈઝરાયેલમાં રહેતા મોટાભાગના ભારતીયો તેલ અવીવમાં રહે છે. દર વર્ષે અહીંથી હજારો લોકો તીર્થયાત્રા માટે જેરુસલેમ પણ જાય છે. 

અત્યાર સુધીમાં 2100 લોકોના મોત 
કોબી શોશાનીએ જણાવ્યું કે, જ્યારે શનિવારે હમાસે હુમલો કર્યો ત્યારે ઇઝરાયેલમાં આયોજિત એક કાર્યક્રમમાં બોલિવૂડના ઘણા કલાકારો હાજર હતા. તાજેતરમાં જ અભિનેત્રી નુસરત ભરૂચા સુરક્ષિત રીતે ભારત પરત આવી છે. આ સંઘર્ષ શનિવારે ત્યારે શરૂ થયો જ્યારે હમાસના ઉગ્રવાદીઓએ ઈઝરાયેલમાં ઘૂસીને લોકોને નિશાન બનાવવાનું શરૂ કર્યું. જેના કારણે દાયકાઓમાં પ્રથમ વખત ઈઝરાયેલની સડકો પર મોટાપાયે ગોળીબાર કરવામાં આવ્યો હતો. બંને તરફથી 2100 થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા છે. 

ઈઝરાયેલમાં ફસાયેલા ભારતીયો માટે 'ઓપરેશન અજય' શરૂ થયું
ભારતે ઈઝરાયેલથી ભારત પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે 'ઓપરેશન અજય' શરૂ કરવાની જાહેરાત કરી છે. ઇઝરાયેલ અને ભારત વચ્ચેની ફ્લાઇટ્સ બંધ થવાને કારણે ત્યાં ફસાયેલા ભારતીયો ઇચ્છે તો પણ પરત ફરી શકતા નથી. વિદેશમંત્રી એસ જયશંકરે ટ્વિટર પર પોસ્ટ કર્યું કે, ઈઝરાયેલથી પરત ફરવા ઈચ્છતા ભારતીયો માટે 'ઓપરેશન અજય' શરૂ કરવામાં આવી રહ્યું છે. તેમણે કહ્યું કે, વિશેષ ચાર્ટર ફ્લાઈટ્સ અને અન્ય વ્યવસ્થાઓ માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે. અમે વિદેશમાં અમારા નાગરિકોની સુરક્ષા અને કલ્યાણ માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છીએ.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ