બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / તમારા કામનું / ઘરમાં સાપ તો નથી છુપાયેલો ને? જો આ 5 સંકેત દેખાય તો તરત થઈ જજો એલર્ટ

સેફ્ટિ / ઘરમાં સાપ તો નથી છુપાયેલો ને? જો આ 5 સંકેત દેખાય તો તરત થઈ જજો એલર્ટ

Nirav Kumar

Last Updated: 11:35 PM, 20 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સાપ એક ખતરનાક જીવ છે. જો જેરી સાપ કરડી જાય તો મૃત્યુ પણ થઇ શકે છે. અમુકવાર ઘરમાં કે ઘરની આસપાસ પણ સાપ આવી જતા હોય છે. તમારા આસપાસ સાપ રહેતો હોય તો તેના અમુક સંકેત પણ જોવા મળે છે. આજે અહીંયા તેના વિશે જાણીશું.

ઘણીવાર, ઉનાળાની ગરમીને કારણે પ્રાણીઓ ઠંડા અને સલામત આશ્રયની શોધમાં રહેણાંક વિસ્તારો તરફ આગળ વધે છે. જેમાં તમે ઘરોમાં સાપ દેખાતા હોવાના રીપોર્ટ વાંચ્યા હશે. પર્યાવરણની ઠંડીને કારણે સાપ ઘરો, બગીચાઓ, ગેરેજ કે સ્ટોરેજ રૂમમાં માળા બનાવે છે. પરંતુ તમારા ઘરમાં સાપ હોવો માત્ર ખૌફનાક જ નથી પણ જીવલેણ પણ સાબિત થઈ શકે છે. એક્સપર્ટનું માનવું છે કે, સાપ સીધો હુમલો કરતા નથી પરંતુ જો તેની પર આકસ્મિક રીતે પગ મુકાય કે ખલેલ પહોંચે તો તે આક્રમક બની શકે છે. આથી સાપની હાજરીના સંકેતોથી વાકેફ રહેવું મહત્વનું છે જેથી તમે તેને સમયસર ઓળખી શકો અને મોટા ભયને ટાળી શકો છો.

  • સાપની ચામડી

તમારા ઘરમાં કે તેની આસપાસના વિસ્તારમાં સાપની હાજરીનો સંકેત એ છે કે તમને તેની ચામડી પડેલી જોવા મળશે. જેમ જેમ સાપ મોટા થાય છે તેમ તેમ તેઓ તેમની જૂની ચામડી ઉતારી નાખે છે. જો તમે તમારા ઘર, છત, સ્ટોરેજ રૂમ કે સીડી પર સાપની ચામડી જુઓ છો તો તમારે સમજવું જોઈએ કે સાપ નજીકમાં હોઈ શકે છે.

VTV DIGITAL
  • વિચિત્ર ગંધ

સાપ એક વિશિષ્ટ ગંધ બહાર કાઢે છે જે જૂના, સડી રહેલા પદાર્થ જેવી લાગે છે. જો તમારા ઘરના ખૂણામાં કે ભોંયરામાં અચાનક અસામાન્ય ગંધ આવે છે તો તમારે ત્યાં જવાનું ટાળવું જોઈએ. આ સાપની નિશાની પણ હોઈ શકે છે.

  • ઘસડાવવાના નિશાન

માટી , ધૂળ કે રેતીથી ઢંકાયેલી સપાટી પર સાપના નિશાન સ્પષ્ટ દેખાય છે. જો તમારા ઘરમાં કોંક્રિટ ફ્લોર હોય તો તમે ફ્લોર પર ધૂળમાં ઝિગઝેગ, "S" આકારની રેખાઓ જોઈ શકો છો. આ એક સંકેત હોઈ શકે છે કે સાપ ત્યાંથી પસાર થઈ ગયો છે.

  • ઉંદરો ગાયબ થવા

જો તમારા ઘરમાં પહેલા ઘણા ઉંદરો કે ગરોળી હતા અને તેમની સંખ્યા અચાનક ઘટી ગઈ જાય તો આ ચિંતાનું કારણ બની શકે છે. સાપ ઉંદરો અને ગરોળીનો શિકાર કરે છે. ઉંદરોનો અભાવ એ સૂચવે છે કે સાપે તેમનો શિકાર કર્યો છે.

વધુ વાંચો : બાલ્કનીમાંથી કબૂતરને આવી રીતે ભગાડો, મળશે ગંદકીથી છૂટકારો

  • ફૂંફાડા કે સિસકારાના અવાજો

સાપ સામાન્ય રીતે શાંત જીવો હોય છે પરંતુ તેઓ ક્યારેક હલનચલન કરતી વખતે ફૂંફાડા મારે છે. અમુક સાપ જ્યારે ભયનો અનુભવ કરે છે ત્યારે પણ ફૂંફાડા મારે છે. આથી જો તમે આ અવાજો સાંભળો છો તો તમારે સાવધાન રહેવાની જરૂર છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Cold Environment Snake Skin Snakes
Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ