બ્રેકિંગ ન્યુઝ
10 ફોટો ગેલેરી
Last Updated: 12:45 PM, 18 June 2026
1/10
ગુજરાતમાં વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી દીધી છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. રાજ્યના કુલ 62 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. બીજી તરફ ખેડૂતો માટે આ વરસાદ આશીર્વાદરૂપ સાબિત થયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ચોમાસાના માહોલને વધુ વેગ મળવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2/10
3/10
4/10
5/10
6/10
7/10
8/10
9/10
10/10
બોડેલીની સોમનાથ સોસાયટી નજીક પહેલા જ વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા. ઉપરાંત કુમાર શાળાના માર્ગ પાસે પણ પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને સ્થાનિક રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રહીશોને અવરજવર કરવામાં મુશ્કેલી પડી હતી. વિદ્યાર્થીઓને પાણીમાંથી પસાર થવા મજબૂર બનવું પડ્યું હતું. એક તરફ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છે તો બીજી તરફ કેટલાક વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યાએ સ્થાનિક તંત્ર માટે પડકાર ઉભો કર્યો છે. આગામી દિવસોમાં પણ વરસાદની આગાહીને ધ્યાનમાં રાખીને લોકો અને તંત્ર બંને સતર્ક બન્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
જોવા જેવું
ટોપ સ્ટોરીઝ