બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતમાં આજે રેકોર્ડ બ્રેક ગરમી, પાંચ શહેરમાં ગરમીનો પારો 44 ડિગ્રીને પાર

logo

દિલ્હી: અરવિંદ કેજરીવાલના PA વિભવ કુમારને ઝટકો, કોર્ટે આગોતરા જામીન અરજી ફગાવી

logo

આ વર્ષે ગુજરાતમાં ચોમાસામાં 106 ટકા વરસાદની પડવાની શક્યતા: અંબાલાલ પટેલ

logo

સ્માર્ટ મીટરના પાયલટ પ્રોજેક્ટ મામલે મહત્વના સમાચાર

logo

હરિયાણાના નુહમાં શ્રદ્ધાળુઓની બસમાં આગ લાગતા, 8નાં મોત, 24 ઘાયલ

logo

PM મોદી આજે ઉત્તર પૂર્વ દિલ્હીના ઘોંડામાં ચૂંટણી રેલીને કરશે સંબોધિત

logo

રાજ્ય સરકારનો અધિકારી-કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય, કર્મચારી-અધિકારીઓને નિયમિત લેવી પડશે તાલીમ

logo

રાજકોટની વીરબાઇ મહિલા કોલેજમાં જાતીય સતામણી મામલે પ્રોફેસરની હકાલપટ્ટી

logo

છોટા ઉદેપુરના બોડેલીમાંથી નકલી મરચું પાવડર બનાવતી ફેક્ટરી ઝડપાઈ, હલકી કક્ષાના મરચું પાવડરમાં અખાદ્ય કલરની ભેળસેળ

logo

જૂનાગઢના વિસાવદર પંથકમાં વરસાદી માહોલ, કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતાતૂર

VTV / ગુજરાત / ISIS terrorist with a Rs 3 lakh bounty on his head arrested by Delhi Police

ક્રાઈમ / અમદાવાદની આ છોકરીએ કર્યાં આતંકી સાથે લગ્ન, ધર્મપરિવર્તન કરીને બની મરિયમ, ચોંકાવનારો ઘટસ્ફોટ

Hiralal

Last Updated: 08:11 PM, 2 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દિલ્હીમાં ધરપકડ કરાયેલા આઈએસઆઈએસના આતંકી શાહનવાઝના ગુનાની કૂંડળી ખુલી છે અને તેણે ગુજરાતની એક યુવતી સાથે લગ્ન કર્યાં હોવાનું બહાર આવ્યું છે.

  • દિલ્હીમાં ઝડપાયો ISISનો આતંકી શાહનવાઝ
  • શાહનવાઝે ગુજરાતી છોકરી સાથે કર્યાં હતા લગ્ન
  • વસંતી પટેલ અમદાવાદની હોવાનું કહેવાઈ રહ્યું છે 

દિલ્હીમાં ISISના આતંકી શાહનવાઝની ધરપકડ બાદ હવે નવા ખુલાસા થઈ રહ્યા છે. શાહનવાઝના લગ્ન ગુજરાતની રહેવાસી વસંતી પટેલ નામની મહિલા સાથે થયા હતા. લગ્ન બાદ તેણે વસંતીનું ધર્મ પરિવર્તન કર્યું હતું અને મરિયમ નામ રાખ્યું હતું. વસંતી પટેલ અમદાવાદની રહેવાશી હોવાનું પણ જણાવાઈ રહ્યું છે. મીડિયા રિપોર્ટ અનુસાર, થોડા સમય પહેલા વસંતી પટેલ અને આતંકી શાહનવાઝ પ્રેમમાં પડ્યાં હતા અને બન્નેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. શાહનવાઝની સંદિગ્ધ ગતિવિધિઓની પણ વસંતીને જાણ હોવાનું જણાવાઈ રહ્યું છે. વસંતી પટેલ અમદાવાદના નિકોલની આજુબાજુની હોવાનું પણ જણાવાય છે. 

કોણ છે શાહનવાઝ 

શાહનવાઝ ઝારખંડના હજારીબાગનો રહેવાસી છે. વિશેષ પોલીસ કમિશનર એચ.જી.એસ.ધાલીવાલે જણાવ્યું હતું કે, "સ્પેશિયલ સેલ લાંબા સમયથી ઇન્ડિયન મુજાહિદ્દીન અને આઇએસઆઇએસના કિંગપિન પર નજર રાખી રહ્યું છે. આવા અનેક મોડ્યુલોનો પર્દાફાશ થયો છે. શાહનવાઝના બે સહયોગીઓમાંથી એક છે મોહમ્મદ રિઝવાન અશરફ અને બીજો મોહમ્મદ અરશદ વારસી. મોહમ્મદ રિઝવાન અશરફ પણ મૌલાના છે. તેમનો એક સાથી મોહમ્મદ રિઝવાન હજુ ફરાર છે અને તેની શોધખોળ ચાલી રહી છે. મોહમ્મદ રિઝવાન અશરફની લખનઉથી અને મોહમ્મદ અરશદ વારસીની મુરાદાબાદથી ધરપકડ કરવામાં આવી છે. આ તમામને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને સાત દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યા હતા. 

આતંકીઓ પાસેથી ઝડપાયો વિસ્ફોટક સામાન 
પોલીસે જ્યારે તેના ઠેકાણાઓ પર દરોડા પાડ્યાં ત્યારે વિસ્ફોટક બનાવવાની જુદી જુદી સામગ્રી મળી આવી હતી. જેમાં લોખંડની પાઇપ, પ્લાસ્ટિક, કેમિકલ વગેરેનો સમાવેશ થાય છે. આ વિસ્ફોટક સામગ્રી મોહમ્મદ શાહનવાઝના ઠેકાણા પરથી મળી આવી છે. આ ઉપરાંત બોમ્બ બનાવવાની પદ્ધતિ સાથે જોડાયેલું સાહિત્ય પણ મળી આવ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર આ સાહિત્ય તેમને તેમના પાકિસ્તાની હેન્ડલર્સે મોકલ્યું છે. તેમને તમામ પ્રકારના રસાયણોના ઉપયોગ વિશે માહિતી આપવામાં આવી હતી. રસાયણોનો ઉપયોગ કેવી રીતે કરવો અને વધારેમાં વધારે નુકશાન કેવી રીતે કરવું તેની પણ તાલીમ અપાઈ હતી. 

અમદાવાદના ઘણા વિસ્તારોમાં રેકી કરી
શંકાસ્પદ આતંકવાદીઓએ પશ્ચિમ ભારત અને દક્ષિણ ભારત તથા ગુજરાતના અમદાવાદના ઘણા વિસ્તારોમાં રેકી કરી હતી. આ તમામને દરેક તબક્કે તેમના પાકિસ્તાની હેન્ડલર્સ પાસેથી જરૂરી સૂચનાઓ મળી રહી હતી. પોલીસે જણાવ્યું કે, ધરપકડ કરાયેલા ત્રણ આતંકવાદીઓ એન્જિનિયર છે.

એન્જિનિયર આતંકીની ધરપકડ 
દિલ્હી પોલીસે નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઈએ)ના મોસ્ટ વોન્ટેડ આતંકીઓમાંના એક શાહનવાઝની ધરપકડ કરી હતી. શાહનવાઝ પુણે પોલીસની કસ્ટડીમાંથી નાસી છૂટ્યો હતો અને દિલ્હીમાં રહેતો હતો. તેના માથા પર 3 લાખનું ઈનામ હતું. વ્યવસાયે એન્જિનિયર એવા શાહનવાઝને દિલ્હી પોલીસની સ્પેશિયલ સેલે પકડી પાડ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ