બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ishita kishore upsc topper air1 family father mother coaching self study strategy

સિદ્ધી / ફૌજી પિતાને જોઈને ઈશિતા કિશોરને આવ્યો IAS બનવાનો વિચાર, જાણો કેવી રીતે બની UPSC ટોપર

Kishor

Last Updated: 10:26 PM, 23 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

UPSC પરીક્ષાનું પરિણામ જાહેર થયુ છે. જેમાં ઈશિતા કિશોરે આ વર્ષે ઓલ ઈન્ડિયા ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે. આ અનેરી સિદ્ધી બદલ તેમના પર અભિનંદનવર્ષા થઈ રહી છે.

  • UPSC સિવિલ સર્વિસ 2022 નું પરિણામ
  • ઇશિતા કિશોરએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો
  • બાળપણમા જ IAS ઓફિસર બનવાનું સપનું સેવી લીધું

 UPSC સિવિલ સર્વિસ 2022 નું પરિણામ જાહેર થવા પામ્યું છે. જેમાં ઇશિતા કિશોરએ સમગ્ર દેશમાં પ્રથમ ક્રમ મેળવી અનોખી સિદ્ધિ હાંસલ કરી છે.દિલ્હી યુનિવર્સિટીની શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી અર્થશાસ્ત્રમાં સ્નાતક થયેલ ઇશિતાએ વૈકલ્પિક વિષયો તરીકે રાજકીય વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો સાથે પરીક્ષા પાસ કરી છે.

બાળપણમા IAS ઓફિસર બનવાનું સપનું સેવી લીધું

દિલ્હીમાં અભ્યાસ કરેલ ઈશિતાએ બાળપણમાં જ  IAS ઓફિસર બનવાનું સપનું સેવી લીધું હતું. તેના સંઘર્ષ અને સફળતાની વાત કરવામાં આવે તો  ઈશિતા કિશોરના પિતા એરફોર્સમાં ઓફિસર તરીકે ફરજ બજાવે છે.તથા તેનો આખો પરિવાર નોઈડામાં રહે છે. પ્રાથમિક અભ્યાસ બાદ ઈશિતાએ વર્ષ 2014માં બાલ ભારતીમાંથી 12મું ધોરણ પાસ કર્યું હતું. ત્યાર બાદ તેણે 2017માં શ્રી રામ કોલેજ ઓફ કોમર્સમાંથી ઈકોનોમિક્સ ઓનર્સ સાથે ગ્રેજ્યુએશન પૂર્ણ કર્યું હતું અને ત્યારબાદ યુપીએસસીનો ત્રીજો પ્રયાસ હતો.

UPSC માટે ઘરેથી અભ્યાસ કર્યો છે
એકઝામ બાદ ઇશિતા રીઝલ્ટની રાહ જોઈ રહી હતી. પરંતુ તેને મનમાંએ વિશ્વાસ હતો કે તે ઓલ ઇન્ડિયામાં ટોપર બનશે. જેવુ રિઝલ્ટ આવ્યું કે તે ચારો તરફ છવાઈ ગઈ હતી અને પોતાની માને આ વાતની જાણ કરી હતી. જેને લઈને તે ખુશીથી જુમી ઉઠી હતી. ઈશિતાએ જણાવ્યું હતું કે તેને પોતાના પિતાને દેશ સેવામાં તત્પર જોઈ બાળપણમાં જ દેશ હિતમાં હોય તેવી નોકરી કરવાનું વિચાર્યું હતું. ઈશિતા ના જણાવ્યા અનુસાર તેણે પોતાના ઘરે જ અભ્યાસ કર્યો હતો.ઈશિતાએ જણાવ્યું કે તેણે UPSC માટે ઘરેથી અભ્યાસ કર્યો છે. તેમના વૈકલ્પિક વિષયો રાજકીય વિજ્ઞાન અને આંતરરાષ્ટ્રીય સંબંધો હતા. ઇશિતાએ કહ્યું કે તમામ ઉમેદવારો ઇન્ટરવ્યુ સમયે આશા રાખે છે, મેં સખત મહેનત કરી હતી, તેથી મને ખાતરી હતી કે હું આ વખતે કલીયર કરી લઈશ તેવી આશા હતી.

 

UPSC CSE 2022 ટોપર્સની યાદી

  • ઈશિતા કિશોર
  • ગરિમા લોહિયા
  • ઉમા હરતિ એન
  • સ્મૃતિ મિશ્રા
  • મયુર હજારિકા
  • રત્ન નવ્યા રત્ન
  • વસીમ અહેમદ ભટ
  • અનિરુદ્ધ યાદવ
  • કનિકા ગોયલ
  • રાહુલ શ્રીવાસ્તવ
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ