બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / તમારું હાર્ટ હેલ્થી છે કે અનહેલ્થી? શરીરના આ 7 લક્ષણો દર્શાવે છે સંકેત

હેલ્થ / તમારું હાર્ટ હેલ્થી છે કે અનહેલ્થી? શરીરના આ 7 લક્ષણો દર્શાવે છે સંકેત

Last Updated: 03:26 PM, 2 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વસ્થ્ય જીવન માટે હૃદયનું હેલ્થી હોવું જરૂરી છે. તમારું હૃદય હેલ્થી છે કે નહીં તે તમેં અમુક સંકેતથી પણ જાણી શકો છો. આજે અમે તમને એવા કેટલાક સંકેત વિશે જણાવીશું.

આપણું હૃદય સૌથી મહત્વપૂર્ણ અંગોમાંનું એક છે આથી તેને સ્વસ્થ રાખવા માટે તમારી લાઇફસ્ટાઇલને બેહતર રાખવી જરૂરી છે. 'વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન' (WHO)ના અનુસાર દર વર્ષે લગભગ 17.9 મિલિયન લોકો હૃદય સંબંધિત રોગોથી મૃત્યુ પામે છે. જેમાંથી 85% લોકો હાર્ટ અટેક અને સ્ટ્રોકને કારણે મરે છે.  ખરાબ જીવનશૈલી, ખાનપાન અને શારીરિક પ્રવૃત્તિના અભાવને કારણે હ્રદય સંબંધિત બીમારીઓનું જોખમ વધી જાય છે.

આ બધા કારણોના લીધે ધમનીઓમાં પ્લાક જમા થવા લાગે છે. જેથી રક્ત પરિભ્રમણનો માર્ગ બંધ થવા લાગે છે. જ્યારે ધમનીઓ બંદ થઈ જાય છે ત્યારે હાર્ટ અટેક અને સ્ટ્રોકનો ખતરો વધી જાય છે. આથી તમારું હૃદય સ્વસ્થ છે કે નહીં તે જાણવું તમારા માટે જરૂરી હોય છે. અહીંયા અમે તમને હેલ્થી હાર્ટના કેટલાક લક્ષણો જણાવીશું.

  • બ્લડ પ્રેશર
    તમારું BP નિયમિતપણે ચેક કરાવતા રહો. તમારું બીપી નોર્મલ રહે તો તે સ્વસ્થ હૃદયની નિશાની છે. જો તમારું બીપી નોર્મલ નથી તો તે એ વાતનો સંકેત છે કે તમારી ધમનીઓ યોગ્ય રીતે કામ નથી કરી રહી, તેમાં કોઈ અવરોધ છે.
  • છાતીમાં દુખાવો
    જો તમને છાતીમાં કોઈપણ પ્રકારનો દુખાવો થાય તો કે પહેલા પણ થયો હોય તો તે હૃદયમાં અવરોધનો સંકેત હોઈ શકે છે. જો કે કસરત કરતી વખતે અથવા આરામ કરતી વખતે પણ છાતીમાં દુખાવો નથી થતો તો આ એક સંકેત હોય છે કે તમારું હૃદય સ્વસ્થ છે.
  • ઉર્જા
    જો તમે આખો દિવસ ઉર્જાવાન મેહસૂસ કરો છો તો તે તમારા હૃદય માટે સારો સંકેત માનવામાં છે. જે લોકોને હાર્ટ બ્લોકેજ હોય અથવા હૃદય સંબંધિત અન્ય કોઈ સમસ્યા હોય તો તેઓ થાક અનુભવવા લાગે છે. આ એક સંકેત હોય છે કે તેમનું હૃદય યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું.
  • કોલેસ્ટ્રોલ
    નોર્મલ કોલેસ્ટ્રોલનું લેવલ સ્વસ્થ હૃદયની બીજી નિશાની છે. આથી એ મહત્વનું છે કે તમે તમારા કોલેસ્ટ્રોલના લેવલને તપાસતા રહો. જ્યારે તમારા શરીરમાં બેડ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધે છે ત્યારે તે હાર્ટ અટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે છે.
  • શ્વાસ
    તમને શ્વાસ લેવામાં કોઈ સમસ્યા નથી થતી તો આ એક સંકેત છે કે તમારું હૃદય સ્વસ્થ છે. હૃદય સંબંધિત રોગોના કિસ્સામાં શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે ઓક્સિજન હૃદય અને શરીરના અન્ય અંગો સુધી યોગ્ય રીતે નથી પહોંચતું.

વધુ વાંચો : પેશાબ કર્યા બાદ કેટલા સમય પછી પાણી પીવું જોઈએ? ખરાબ આદતથી કિડનીને થશે અસર

  • હૃદયના ધબકારા
    જો તમારા ધબકારા નિયમિત છે તો તે સ્વસ્થ હૃદયની નિશાની છે. અનિયમિત ધબકારા, ભલે તે ખૂબ ઝડપી હોય કે ખૂબ ધીમા, તે હ્રદય માટે ખરાબ સંકેત હોઈ શકે છે.
  • સોજો
    હાથ, પગ, અંગૂઠા અને પગમાં ઘૂંટણમાં સોજો તે હૃદય રોગની નિશાની હોઈ શકે છે. આવું એટલા માટે થાય છે કારણ કે તમારું હૃદય યોગ્ય રીતે પંપ કરવામાં અસમર્થ હોય છે અને આ જગ્યામાં તેને જરૂરી ઓક્સિજન મળતો નથી, જેથી આ જગ્યાએ સોજો આવે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Heart Problems Heart Health Heart Blockage
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ