બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / બાળકોની ઉધરસ પરેશાન કરે છે? અપનાવો આ ઘરેલું ઉપાય, મળશે ફટાફટ રાહત
Last Updated: 02:57 PM, 5 October 2025
બાળકોની રોગપ્રતિકારક શક્તિ કમજોર હોય છે આથી બદલાતા હવામાનની અસર તેમની પર સૌથી વધુ થાય છે. જેમાં બાળકોમાં ખાંસી અને કફ ખૂબ જ સામાન્ય છે. ઠંડા પવનો, વાયરલ કે બેક્ટેરિયલ ઇન્ફેક્શનથી થતી ખાંસીમાં અમુક માતાપિતા તરત જ તેમના બાળકને સીરપ કે દવાઓનો આપે છે. પરંતુ દવાની જગ્યાએ અમુક ઘરેલું ઉપચાર અને યોગ્ય કાળજીથી પણ આ સમસ્યાનું નિદાન કરી શકાય છે.
ADVERTISEMENT
એક્સપર્ટ અનુસાર, ખાંસી અને શરદીમાં સ્ટીમ ઇન્હેલેશન એટલે કે વરાળ લેવી, કે હ્યુમિડિફાયરનો ઉપયોગ કરી શકાય છે. એક વર્ષથી વધુ ઉંમરના બાળકોને આ સમસ્યામાં થોડું મધ આપવાથી ગળામાં દુખાવો ઘટે છે અને ખાંસીથી રાહત મળી શકે છે. એક વર્ષથી ઓછી ઉંમરના બાળકોને મધ ન આપો. આ સિવાય ધૂળ, ધુમાડો અને ડસ્ટથી રૂમનું રક્ષણ કરવાથી પણ કફને ઘટાડવામાં રાહત મળે છે.
કયો ખોરાક આપવો અને કયો નહીં?
જે બાળકને ખાંસી થઈ હોય તેમને હળવો અને પૌષ્ટિક ખોરાક આપવો જોઈએ. જેમાં સૂપ, પોર્રીજ, હૂંફાળું દૂધ, ફળો, જ્યુસ અને લીલા શાકભાજી મદદરૂપ સાબિત થાય છે. બાળકને ખૂબ પાણી પીવડાવો જેથી તેના ગળા અને ફેફસાં હાઇડ્રેટ રહે. ઠંડી અને ઓઈલી વસ્તુઓ, તળેલુ ફૂડ, ચોકલેટ, ઠંડા પીણાં અને જંક ફૂડ ન આપવું. કેમ કે, તે કફને જાડું કરી શકે છે. આ સિવાય દૂધ સહિતની ડેરી પ્રોડક્ટ એલર્જીવાળા બાળકોમાં ખાંસી વધારી શકે છે.
ADVERTISEMENT
જો તમારા બાળકમાં 3 થી 5 દિવસમાં ઉધરસમાં સુધારો ન આવે. કફ પીળો-લીલો કે લોહીવાળો આવે, ખૂબ તાવ આવે, કે શ્વાસ લેવામાં તકલીફ થતી હોય ત્યારે તાત્કાલિક ડૉક્ટર પાસે જવું. બાળકોમાં હોઠ કે નખ વાદળી પડી જવા, શ્વાસ ચઢવો કે સીટી જેવો અવાજ સંભળાતો હોય તો પણ તાત્કાલિક હોસ્પિટલ જવું.
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉલ્લેખનીય છે કે, સામાન્ય ઉધરસમાં પહેલા બાળકને પેડિયાટ્રિશિયન (બાળરોગ એક્સપર્ટ) પાસે લઈ જઈને તપાસ કરાવવી જોઈએ. જો ડૉક્ટરને અસ્થમા, એલર્જી કે ફેફસાની ગંભીર સમસ્યા લાગતી હોય તો બાળકને પેડિયાટ્રિક પલ્મોનોલોજિસ્ટ પાસે લઈ જવુ જોઈએ. બાળકને વહેલા ડૉક્ટર પાસે લઈ જવાથી ગંભીર સમસ્યાથી બચાવી શકાય છે.
ADVERTISEMENT
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.