બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / Is homosexuality an illness? Shocking claim of doctors in RSS survey

સમલૈંગિક લગ્ન / શું સમલૈંગિકતા છે એક બીમારી? 'જો વિવાહને મળી મંજૂરી તો...', RSSના સર્વેમાં ડૉક્ટરોનો ચોંકાવનારો દાવો

Priyakant

Last Updated: 11:18 AM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Same-Sex Marriage News: RSSના સર્વે મુજબ સમલૈંગિકતા એક રોગ (વિકાર) છે અને જો સમલૈંગિક લગ્નને કાયદેસર કરવામાં આવશે તો સમાજમાં તે વધશે

  • સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે દેશભરમાં ચર્ચા
  • રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા આ અંગે એક સર્વે સામે આવ્યો
  • RSSના સર્વેમાં સમલૈંગિકતાને એક પ્રકારની વિકૃતિ તરીકે વર્ણવવામાં આવી
  • સમલૈંગિક લગ્નને કાયદેસર કરવામાં આવશે તો સમાજમાં તે વધશે: RSS 

સમલૈંગિક લગ્નને કાયદાકીય માન્યતા આપવા અંગે હાલમાં દેશભરમાં ચર્ચા ચાલી રહી છે. આ મુદ્દે દરેકનો અલગ-અલગ અભિપ્રાય છે. આ દરમિયાન હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા આ અંગે એક સર્વે સામે આવ્યો છે. RSSના સર્વેમાં સમલૈંગિકતાને એક પ્રકારની વિકૃતિ તરીકે વર્ણવવામાં આવી છે. RSSની મહિલા પાંખ સાથે સંકળાયેલા એક સમુદાય ટ્રસ્ટ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્વે અનુસાર ઘણા ડૉક્ટરો અને સંબંધિત તબીબી વ્યાવસાયિકો માને છે કે, સમલૈંગિકતા એક રોગ (વિકાર) છે અને જો સમલૈંગિક લગ્નને કાયદેસર કરવામાં આવશે તો સમાજમાં તે વધશે.

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સમાંતર મહિલા સંસ્થા, રાષ્ટ્ર સેવિકા સમિતિના વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે, સર્વેક્ષણના તારણો દેશભરમાંથી એકત્ર કરાયેલા 318 પ્રતિભાવો પર આધારિત છે. જેમાં આધુનિક વિજ્ઞાનની સારવારની આઠ અલગ-અલગ પદ્ધતિઓના પ્રેક્ટિશનરો પાસેથી લેવામાં આવ્યા છે. 

File Photo 

70 ટકા ડોક્ટરોએ સમલૈંગિકતાને ગણાવ્યો રોગ 
કોમ્યુનિટી ટ્રસ્ટ અનુસાર લગભગ 70 ટકા ડોકટરો અને સંલગ્ન તબીબી વ્યાવસાયિકોએ કહ્યું કે, સમલૈંગિકતા એક વિકાર છે, જ્યારે 83 ટકાએ સમલૈંગિક સંબંધોમાં જાતીય સંક્રમિત રોગોના પ્રસારણની પુષ્ટિ કરી છે. RSS સંસ્થાએ જણાવ્યું હતું કે, સર્વેક્ષણમાં એવું જોવામાં આવ્યું છે કે, આવા લગ્નોને કાયદેસર બનાવવાનો નિર્ણય દર્દીઓને સાજા કરવા અને તેમને સામાન્ય સ્થિતિમાં લાવવાને બદલે સમાજમાં વધુ અવ્યવસ્થાને પ્રોત્સાહન આપી શકે છે.

દર્દીઓને સાજા કરવા માટે આ સૌથી સારો વિકલ્પ  
આવા મનોવૈજ્ઞાનિક વિકારોના દર્દીઓને ઇલાજ કરવા માટે કાઉન્સેલિંગ એ વધુ સારો વિકલ્પ છે. સામુદાયિક ટ્રસ્ટના સર્વેક્ષણમાં ભલામણ કરવામાં આવી છે કે, સમલૈંગિક લગ્નને કાયદેસર બનાવવાની માંગ પર કોઈ નિર્ણય લેવામાં આવે તે પહેલાં જાહેર અભિપ્રાય માંગવામાં આવે. રાષ્ટ્ર સેવિકા સમિતિ સાથે જોડાયેલા લોકોએ કહ્યું કે, સર્વેક્ષણના પ્રશ્નાવલિના જવાબમાં 67 ટકાથી વધુ ડોકટરોને લાગ્યું કે ગે પેરેન્ટ્સ તેમના બાળકોને યોગ્ય રીતે ઉછેરી શકતા નથી.

57 ટકાથી વધુ ડોકટરોએ કર્યો છે વિરોધ 
નોંધનીય છે કે, CJI DY ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ સમલૈંગિક લગ્ન માટે કાયદાકીય મંજૂરી માંગતી અરજી પર સુનાવણી કરી રહી છે. જેના આધારે સમુદાય ટ્રસ્ટે આ સર્વે કર્યો છે. કોમ્યુનિટી ટ્રસ્ટના એક વરિષ્ઠ કાર્યકર્તાએ જણાવ્યું હતું કે,સર્વેમાં પ્રતિભાવ આપનારા 57 ટકાથી વધુ ડોકટરોએ આ મામલે સુપ્રીમ કોર્ટના હસ્તક્ષેપનો વિરોધ કર્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ