બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / આજથી OTP વિના નહીં થઇ શકે છે તત્કાલ ટિકિટ બુકિંગ, કરવું પડશે આ કામ

જાણી લેજો / આજથી OTP વિના નહીં થઇ શકે છે તત્કાલ ટિકિટ બુકિંગ, કરવું પડશે આ કામ

Last Updated: 10:33 AM, 15 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે તમારા મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક રાખવો પડશે. ટિકિટ બુક કરાવતા પહેલા OTP આવશે અને OTP દાખલ કર્યા વિના બુકિંગ પૂર્ણ થશે નહીં

ભારતીય રેલ્વેએ તત્કાલ ટિકિટ બુકિંગને વધુ પારદર્શક અને સુરક્ષિત બનાવવા માટે એક મોટું પગલું ભર્યું છે. આજથી ફક્ત આધાર OTP થી જ તત્કાલ ટિકિટ બુક કરાવી શકાશે. આ નવો નિયમ આજથી એટલે કે 15 જુલાઈ 2025 થી અમલમાં આવ્યો છે, આ ફેરફારનો સૌથી મોટો ફાયદો તે સામાન્ય લોકોને થશે જેઓ દર વખતે ટ્રેન ટિકિટ બુક કરવાનો પ્રયાસ કરે છે પરંતુ એજન્ટોના કારણે ચૂકી જાય છે.

મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક રાખવો પડશે.

જો તમે IRCTC વેબસાઇટ અથવા મોબાઇલ એપ પરથી તત્કાલ ટિકિટ બુક કરવાનું વિચારી રહ્યા છો, તો હવે તમારે તમારા મોબાઇલ નંબરને તમારા આધાર કાર્ડ સાથે લિંક રાખવો પડશે. ટિકિટ બુક કરાવતા પહેલા OTP આવશે અને OTP દાખલ કર્યા વિના બુકિંગ પૂર્ણ થશે નહીં. એટલે કે, હવે આધાર પ્રમાણીકરણ વિના તત્કાલ ટિકિટ બુક કરવી શક્ય બનશે નહીં.

રેલવેએ એવા એજન્ટો સામે મોટું પગલું ભર્યું છે જેઓ તત્કાલ બુકિંગ ખુલતા જ બધી ટિકિટો પોતાના કબજામાં લઈ લેતા હતા. હવે એજન્ટો સવારે 10:00 થી 10:30 વાગ્યા સુધી એસી ક્લાસ માટે અને સવારે 11:00 થી 11:30 વાગ્યા સુધી સ્લીપર ક્લાસ માટે ટિકિટ બુક કરી શકશે નહીં. આ સમય હવે ફક્ત સામાન્ય મુસાફરો માટે રહેશે, જેથી તેમને પણ કન્ફર્મ ટિકિટ મેળવવાની તક મળશે.

જો તમે હજુ સુધી તમારા આધાર નંબરને તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક નથી કરાવ્યો, તો તરત જ તે કરો. કારણ કે હવે જ્યારે તમે ટિકિટ બુક કરવા જાઓ છો, તો જો તમારો આધાર તમારા IRCTC એકાઉન્ટ સાથે લિંક નહીં હોય, તો OTP પ્રક્રિયા પૂર્ણ થશે નહીં અને તમારી ટિકિટ બુકિંગ નિષ્ફળ થઈ શકે છે.

અત્યાર સુધી OTPની જરૂરીયાત નહોતી

પહેલા ટિકિટ બુક કરાવતી વખતે કોઈ OTP નહોતો. એજન્ટો સોફ્ટવેર દ્વારા સેકન્ડોમાં ડઝનબંધ ટિકિટ બુક કરાવતા હતા. પરંતુ હવે રેલવેએ તેની પેસેન્જર રિઝર્વેશન સિસ્ટમમાં ટેકનિકલ ફેરફારો કર્યા છે, જેના કારણે આધાર OTP વેરિફિકેશન ફરજિયાત બની ગયું છે.

આ નવી સિસ્ટમ ભારતના તમામ રેલ્વે ઝોનમાં લાગુ કરવામાં આવી છે. તમે દિલ્હીથી બેંગ્લોર કે પટનાથી મુંબઈની મુસાફરી કરી રહ્યા હોવ, હવે તત્કાલ ટિકિટ ફક્ત આધાર OTP થી જ બુક કરવામાં આવશે.

જો તમે રેલ્વે સ્ટેશન પર જાઓ છો અને ટિકિટ બુક કરાવો છો, તો તમને ત્યાં પણ ફેરફાર દેખાશે. કાઉન્ટર પરથી બુકિંગ કરતી વખતે પણ તમારે તમારો આધાર નંબર આપવો પડશે અને OTP વેરિફાઇ કરવો પડશે. ટિકિટ ત્યારે જ બુક થશે જ્યારે મોબાઇલ નંબર આધાર સાથે લિંક હશે.

જો તમારો મોબાઇલ નંબર તમારા આધાર સાથે લિંક ન હોય, તો તત્કાલ ટિકિટ બુક કરી શકાતી નથી. તેથી, આધાર અને મોબાઇલ એકબીજા સાથે લિંક થયેલ હોવા જરૂરી છે. ઉપરાંત, જો તમે કોઈ બીજા માટે ટિકિટ બુક કરાવી રહ્યા છો, તો તેનો આધાર નંબર અને OTP પણ જરૂરી રહેશે.

આ પણ વાંચોઃ ભૂવનેશ્વરની વિદ્યાર્થીની હારી ગઇ જિંદગીની જંગ, પ્રોફેસર દ્વારા યૌન ઉત્પીડનથી ત્રસ્ત થઇ કર્યો હતો આત્મદાહ

હાલ આ નિયમ ફક્ત તત્કાલ ટીકીટ પૂરતો

રેલવેએ કહ્યું છે કે આ નવો નિયમ ફક્ત તત્કાલ ટિકિટ બુકિંગ માટે જ છે. હાલમાં જનરલ ટિકિટ કે વેઇટિંગ લિસ્ટ ટિકિટ માટે આધાર જરૂરી નથી. પરંતુ આગામી સમયમાં કાઉન્ટર પરથી બુક કરાયેલી ટિકિટ પર પણ આ જ પ્રક્રિયા લાગુ કરી શકાય છે

હેલ્પલાઇન

જો તમને OTP ન મળી રહ્યો હોય, અથવા આધાર લિંક કરવામાં કોઈ સમસ્યા આવી રહી હોય, તો તમે IRCTC હેલ્પલાઇન ૧૩૯ અથવા UIDAI હેલ્પલાઇન ૧૯૪૭ પર કૉલ કરી શકો છો. ઉપરાંત, નજીકના રેલ્વે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટરની મુલાકાત લઈને મદદ લઈ શકાય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Aadhar Card OTP
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ