ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Travel / irctc eastern triangle air package ex delhi know every details

ટ્રાવેલ / પૂર્વ હિમાલય ફરવું હોય તો IRCTC લાવ્યું શાનદાર પેકેજ, જાણો ડિટેલ્સ

Published By: Krupa

Last Updated: 04:34 PM, 16 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિમાલયના પ્રવાસની મજા આ સિઝનમાં લેવા ઇચ્છો છો તો ભારતીય રેલવે તમારા માટે એક શાનદાર ટૂર પેકેજ લઇને આવ્યું છે. એ હેઠળ તમે 5 રાત અને 6 દિવસ સુધી ઘણા સુંદર લોકેશન્સની મજા કરી શકશો. અહીંયા જાણો આ ટૂરથી જોડાયેલી ડિટેલ્સ.

ADVERTISEMENT

  • પૂર્વ હિમાલય ફરવા જવું હોય તો આઇઆરસીટીસીનું બેસ્ટ પેકેજ 
  • ભારતીય રેલવેનું આ પેકેજ મિસ કરવા જેવું નથી
  • તમે 5 રાત અને 6 દિવસ સુધી ઘણા સુંદર લોકેશન્સની મજા કરી શકશો

ભારતનો પૂર્વ ભાગ પોતાની પ્રાકૃતિક સુંદરતા માટે ફેમસ છે. જો તમે પૂર્વ હિમાલયનો પ્રવાસ કરવા ઇચ્છતા હો તો ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન(આઇઆરસીટીસી) તમારા માટે એક સુંદર પેકેજ લઇને આવ્યુ છે. આઇઆરસીટીસીના આ ટુર પેકેજનું નામ ઇસ્ટર્ન ટ્રાયંગલ એર પેકેજ છે. જો નવેમ્બર મહિનામાં તમે ક્યાંક ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા હો તો આ પેકેજ તમારા માટે બહેતર વિકલ્પ સાબિત થઇ શકે છે. એમ પણ હિમાલયના પ્રવાસની મજા આ સીઝનમાં સૌથી વધુ હોય છે. ભારતીય રેલવેનું આ પેકેજ મિસ કરવા જેવું નથી. તેમાં તમને પાંચ રાત અને છ દિવસ સુધી કુદરતનો નજારો માણવા અને અલગ અલગ સ્થળોની મુલાકાત લેવાનો લહાવો મળશે, આ પેકેજમાં તમને બીજી કઇ સુવિધાઓ મળે છે તે પણ જાણો.

આઇઆરસીટીસીની ઓફિશિયલ વેબસાઇટ અનુસાર ઇસ્ટર્ન ટ્રાએન્ગલ એર પેકેજમાં તમે પાંચ રાત અને છ દિવસ સુધી પુર્વ હિમાલયના અલગ અલગ ટુરિસ્ટ ડેસ્ટિનેશન્સની સેર કરી શકશો. ટુર દરમિયાન તમે પૂર્વ હિમાલય, ક્લીમપોંગ, ત્સોમગો લેક(12,400 ફુટ), બાબા હરભજન સિંહ મેમોરિયલ (13200 ફુટ), ગંગટોક શહેર, હનુમાન ટોક, ગણેશ ટોક, તાશી વ્યુ પોઇન્ટ, ફ્લાવર પોઇન્ટથી 52 કિમીના અંતરે સ્થિત દર્શનીય સ્થળો ફરી શકશો. બ્રેબોર્ન પાર્ક, ટાઇગર હિલ, ઘુમ મઠ, બટાસિયા લુપ, જાપાની મંદિર, ઝુ, એચએમઆઇ અને તિબ્બટી હસ્તશિલ્પ કેન્દ્ર જેવી જગ્યાઓ પર પણ જઇ શકશો.

શું-શું સુવિધાઓ મળશે
આ ટુરની શરુઆત 24 નવેમ્બર 2019થી થશે. ટ્રિપલ શેરિંગ માટે તમારે 32,620 રુપિયા ખર્ચવા પડશે. ડબલ શેરિંગ માટે 34,520 રુપિયાનો ખર્ચ થશે. આ પેકેજમાં એરફેર ઇકોનોમી ક્લાસ માટે લેવાયુ છે. રોકાવાની વ્યવસ્થા ડીલક્સ હોટલમાં ડબલ કે ટ્રિપલ શેરિંગ, બ્રેકફાસ્ટ અને ડિનર સાથે દર્શનીય સ્થળોની યાત્રા માટે એક્સક્લુઝિવ એસી વાહન પણ સામેલ છે. વ્યક્તિગત ખર્ચ જેમકે રુમ હિટર, કપડા ધોવા, ટેલિફોન કોલ આ પેકેજમાં સામેલ નથી. સોફ્ટ કે હાર્ડ ડ્રિંક, રાફ્ટિંગ, વધારાના દર્શનીય સ્થળ કે વાહનનો વધારે ઉપયોગ પણ આ પેકેજમાં સામેલ નથી. આ માટે યાત્રીઓએ અલગ ખર્ચ કરવો પડશે.
 

સંકળાયેલા મુદ્દાઓ

IRCTC Package Travel lifestyle આઇઆરસીટીસી પૂર્વ હિમાલય Travel

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ