બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદ / Cricket / IPL kicks off in Ahmedabad tomorrow: Preparations for Katrina-Arijit's performance

IPL 2023 / આવતીકાલે અમદાવાદમાં IPLનો પ્રારંભ: કેટરીના-અરિજિતના પરફોર્મન્સની તૈયારી, ટીશર્ટ ખરીદવા ફેન્સમાં ભારે ઉત્સાહ

Priyakant

Last Updated: 12:27 PM, 30 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે, IPLની ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા કરશે પરફોર્મન્સ

  • મોદી સ્ટેડિયમમાં ગુજરાત-ચેન્નઈ વચ્ચે આવતીકાલે પહેલી મેચ
  • IPL ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા પરફોર્મન્સ કરશે
  • સ્ટેડિયમ બહાર ફેન્સ માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા 
  • મેચ પહેલા સ્ટેડિયમની બહાર ટી શર્ટ વેચાણ, 
  • ટી શર્ટમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોની હોટ ફેવરીટ

IPL 2023નો આવતીકાલ એટલે કે 31 માર્ચથી પ્રારંભ થઈ રહ્યો છે. આ તરફ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાશે. વાત જાણે એમ છે કે, આવતીકાલની IPL મેચને લઈ ક્રિકેટરસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. વિગતો મુજબ આવતીકાલે પ્રથમ મેચના દિવસે IPLની ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા પરફોર્મન્સ કરશે. 

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2023ની પ્રથમ મેચ રમાશે. આ તરફ હવે મેચ પહેલા સ્ટેડિયમની બહાર ટી-શર્ટનું વેચાણ શરૂ થઈ ગયું છે. જેમાં મુંબઈ, દિલ્લી અને કોલકાતાના વેપારીઓ ટી-શર્ટનું વેચાણ કરવા આવી પહોંચ્યા છે. જેમાં હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીની ટી-શર્ટ હોટ ફેવરિટ હોવાનું સામે આવ્યું છે. 

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે પ્રથમ મેચ 
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવતીકાલે IPL 2023માં પ્રથમ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાનાર છે. જેને લઈ હવે આવતીકાલે પ્રથમ મેચના દિવસે IPLની ઓપનિંગ સેરેમનીમાં તમન્ના ભાટિયા પરફોર્મન્સ કરશે. આ સાથે ટાઈગર શ્રોફ,કેટરીના કૈફ અને અરિજિત સિંહ પણ પરફોર્મન્સ કરે તેવી ચર્ચા છે. આ તરફ સ્ટેડિયમ બહાર ફેન્સ માટે સેલ્ફી પોઈન્ટ બનાવવામાં આવ્યા છે. 

નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રંગારંગ કાર્યક્રમ: બોલિવૂડ સિતારાઓ આપશે  પરફોર્મન્સ, આજે બે ટીમ પહોંચશે અમદાવાદ | at Narendra Modi Stadium:  Bollywood stars to give ...


 
આગામી 31 માર્ચે અમદાવાદમાં રમાવા જઈ રહેલી ગુજરાત ટાઇટન્સ અને ચેન્નાઈ સુપરકિંગ્સ વચ્ચેની મેચને લઈને પોલીસ એલર્ટ થઈ ગઈ છે. આઈપીએલની મેચને લઈને પોલીસ દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. આ વખતે સ્ટેડિયમ ખાતે લોખંડી બંદોબસ્ત ગોઠવવામાં આવશે. 

3 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે
આ અંગે માહિતી આપતા ટ્રાફિક વિભાગના DCP નીતા દેસાઈએ જણાવ્યું કે, આગામી 31 માર્ચથી IPL 2023 શરૂ થવા જઈ રહી છે. જેની પ્રથમ મેચ અમદાવાદમાં રમાવાની છે. જે માટે પોલીસે જે પ્લાન બનાવ્યો છે. જેમાં સ્ટેડિયમાં 5 DCP, 10 ACP સહિત 3 હજાર પોલીસકર્મીઓ તૈનાત રહેશે. આ ઉપરાંત 800 જેટલા ખાનગી સિક્યુરિટી ગાર્ડ પણ તૈનાત રહેશે. બપોરે 2 વાગ્યાથી જનપથથી મોટેરા સુધીનો રસ્તો વાહન ચાલકો માટે બંધ રહેશે. જેની જગ્યાએ વાહન ચાલકો જનપથથી વિસત ONGC થઈ તપોવન સર્કલ સુધી અવરજવર કરી શકશે.

દર 8થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે
DCP નીતા દેસાઈએ જણાવ્યું કે,  સ્ટેડિયમમાં પ્રેક્ષકોને 3 વાગ્યે એન્ટ્રી આપવાની શરૂ કરી દેવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી રસ્તો બંધ કરી દેવામાં આવશે. લોકો સરળતાથી અવરજવર કરી શકે તે માટે BRTSની 29 બસ વધારવામાં આવી છે. આ ઉપરાંત AMTSના રુટ પણ વધારવામાં આવ્યા છે. મેટ્રો પણ રાતે 2:30 વાગ્યા સુધી ચાલશે. દર 8થી 10 મિનિટે મેટ્રો ટ્રેન આવશે.

20 પાર્કિંગ પ્લોટ ફાળવાયા
તેઓએ જણાવ્યું છે કે, મેચ દરમિયાન સૌથી વધુ સમસ્યા પાર્કિગની ઉભી થતી હોય છે. તેથી શૉ માય પાર્કિંગના 20 પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા છે, જેમાં 4 પ્લોટ ટુ વ્હીલર, 15 ફોર વ્હીલર માટે છે તથા 1 પાર્કિંગ પ્લોટ VIP પાર્કિંગ માટે છે, જે સ્ટેડિયમની અંદર રહેશે.

પોલીસે લોકોને કરી આ અપીલ
આ ઉપરાંત ગેટ નંબર 3થી VIP એન્ટ્રી રહેશે. દર વખતે પાર્કિંગથી સ્ટેડિયમ જવા માટે પ્રેક્ષકોને મુશ્કેલી થાય છે, જેથી આ વખતે દૂરના પાર્કિંગથી શટલ સર્વિસ આપવામાં આવશે. જે પાર્કિંગ પ્લોટમાં વાહન પાર્ક કરશે તેમને પાર્કિંગથી સ્ટેડિયમ નજીકના 1 અને 2 નંબરનાં ગેટ સુધી ફ્રીમાં ઇકો ગાડીમાં ઉતારવામાં આવશે. સ્ટેડિયમમાં સિનિયર સિટીઝન માટે ગોલ્ફ કાર પણ રાખવામાં આવી છે. ત્યારે શહેર પોલીસ દ્વારા મેચ જોવા આવતા પ્રેક્ષકોને ટ્રાન્સપોર્ટેશન માટે બસ અને મેટ્રોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ