બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / IPL News / BCCIએ આ ભૂલના કારણે શ્રેયસ અય્યર પર લગાવ્યો દંડ, જાણો શું છે મામલો?

IPL 2026 / BCCIએ આ ભૂલના કારણે શ્રેયસ અય્યર પર લગાવ્યો દંડ, જાણો શું છે મામલો?

Bijal Vyas

Last Updated: 12:39 PM, 1 April 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મંગળવારે ન્યુ ચંદીગઢમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાયેલી IPL મેચ દરમિયાન શ્રેયસ ઐયરે મોટી ભૂલ કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શ્રેયસ ઐયરને 12 લાખનો દંડ ફટકાર્યો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયર પર મોટો દંડ ફટકાર્યો છે. મંગળવારે ન્યુ ચંદીગઢમાં ગુજરાત ટાઇટન્સ (GT) સામે રમાયેલી IPL મેચ દરમિયાન શ્રેયસ ઐયરે મોટી ભૂલ કરી હતી. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડએ શ્રેયસ ઐયરને 12 લાખનો દંડ ફટકાર્યો છે.

BCCI એ શ્રેયસ અય્યર પર લગાવ્યો દંડ

હકીકતમાં, ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ ગુજરાત ટાઇટન્સ સામેની મેચ દરમિયાન ધીમા ઓવર-રેટ બદલ શ્રેયસ ઐયરને 12 લાખ રુપિયાનો દંડ ફટકાર્યો છે. બુધવારે જારી કરાયેલા એક મીડિયા રિલીઝમાં IPLએ જણાવ્યું હતું કે પંજાબ કિંગ્સ લીગની આચારસંહિતાના કલમ 2.22નું ઉલ્લંઘન કરતી જોવા મળી હતી. કારણ કે આ સિઝનમાં ટીમનો આ પહેલો ગુનો હતો, તેથી કેપ્ટન શ્રેયસ ઐયરને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Shreyash iyer

BCCI નું મોટુ એક્શન

IPL મીડિયા એડવાઈઝરીમાં જણાવાયું છે કે: પંજાબ કિંગ્સના કેપ્ટન શ્રેયસ ઐયરને દંડ ફટકારવામાં આવ્યો છે કારણ કે તેની ટીમે ધીમો ઓવર-રેટ જાળવી રાખ્યો હતો. IPL આચારસંહિતાના કલમ 2.22 હેઠળ - જે ધીમા ઓવર-રેટ સંબંધિત ગુનાઓ સાથે સંબંધિત છે - આ સિઝનમાં તેની ટીમનો આ પહેલો ગુનો હોવાથી શ્રેયસ ઐયરને 12 લાખ રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ પંજાબ કિંગ્સની ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત, કૂપર કોનોલીની ફાઈટર ઇનિંગ

પંજાબ કિંગ્સએ જીતી મેચ

પંજાબ કિંગ્સે IPL 2026 ના પોતાના અભિયાનનો વિજય સાથે પ્રારંભ કર્યો છે. મંગળવારે, મુલ્લાનપુરના મહારાજા યાદવિન્દ્ર સિંહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટથી વિજય મેળવ્યો. ટોસ હારીને બેટિંગમાં આવ્યા બાદ, ગુજરાત ટાઇટન્સે 6 વિકેટ ગુમાવીને કુલ 162 રન બનાવ્યા. તેના જવાબમાં પંજાબ કિંગ્સે 19.1 ઓવરમાં જીત મેળવી. પંજાબ કિંગ્સ માટે કૂપર કોનોલીએ 44 બોલમાં 72 રનની ધમાકેદાર તોફાની ઇનિંગ્સ રમી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

BCCI fined shreyas iyer ipl 2026 punjab kings captain
Bijal Vyas

Content Writer at VTV Gujarati, 8 years of media Experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ