ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / પંજાબ કિંગ્સની ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત, કૂપર કોનોલીની ફાઈટર ઇનિંગ

IPL 2026 / પંજાબ કિંગ્સની ગુજરાત ટાઇટન્સ સામે રોમાંચક જીત, કૂપર કોનોલીની ફાઈટર ઇનિંગ

Published By: Pravin Joshi

Last Updated: 11:31 PM, 31 March 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આઈપીએલ 2026ની રસાકસીભરી મેચમાં પંજાબ કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે 3 વિકેટથી શાનદાર જીત મેળવી છે. ગુજરાતે આપેલા 163 રનના લક્ષ્યાંકનો પીછો કરતા પંજાબની શરૂઆત નબળી રહી હતી, પરંતુ કૂપર કોનોલી અને પ્રભસિમરન સિંહની બેટિંગના જોરે પંજાબે મેચમાં વાપસી કરી હતી.

ADVERTISEMENT

મેચમાં ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ગુજરાત ટાઇટન્સની શરૂઆત આક્રમક રહી હતી. ઓપનર શુભમન ગિલ અને સાઈ સુદર્શને ઝડપથી રન બનાવવાનું શરૂ કર્યું હતું, પરંતુ ચોથી ઓવરમાં માર્કો જાન્સેને સાઈ સુદર્શનને 13 રને આઉટ કરીને ગુજરાતને પ્રથમ ઝટકો આપ્યો હતો. ત્યારબાદ શુભમન ગિલ (39) અને જોસ બટલરે ઇનિંગને આગળ વધારી હતી. જોકે, ગિલ સેટ થયા બાદ યુઝવેન્દ્ર ચહલની ફિરકીમાં ફસાઈ ગયો હતો. ગ્લેન ફિલિપ્સે 25 રનનું યોગદાન આપ્યું હતું, પરંતુ તે વિજયકુમાર વૈશાખનો શિકાર બન્યો હતો. જોસ બટલર પણ 38 રન બનાવીને ચહલનો શિકાર બનતા ગુજરાતનો સ્કોર 129 રને 4 વિકેટ થઈ ગયો હતો. અંતિમ ઓવરોમાં વોશિંગ્ટન સુંદરે 18 રન બનાવ્યા હતા, પરંતુ વૈશાખે શાનદાર બોલિંગ કરીને સુંદર અને શાહરુખ ખાનને આઉટ કર્યા હતા. વૈશાખે 4 ઓવરમાં 34 રન આપીને 3 મહત્વની વિકેટ ઝડપી હતી.

163 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી પંજાબ કિંગ્સની શરૂઆત પણ સારી રહી નહોતી. ઓપનર પ્રિયાંશ આર્ય માત્ર 7 રન બનાવીને કગિસો રબાડાનો શિકાર બન્યો હતો. જોકે, ત્યારબાદ પ્રભસિમરન સિંહ અને કૂપર કોનોલીએ પાવરપ્લેનો ભરપૂર ફાયદો ઉઠાવ્યો હતો અને પંજાબનો સ્કોર 55 રન સુધી પહોંચાડ્યો હતો. પ્રભસિમરન સિંહ 37 રન બનાવીને રાશિદ ખાનનો શિકાર બન્યો હતો. પંજાબના મધ્યમ ક્રમના બેટ્સમેનો ખાસ પ્રભાવ પાડી શક્યા નહોતા. કેપ્ટન શ્રેયસ અય્યર 18 રન અને નેહાલ વઢેરા માત્ર 3 રન બનાવીને પેવેલિયન ભેગા થયા હતા. એક સમયે પંજાબનો સ્કોર 113 રન પર 4 વિકેટ હતો, પરંતુ પ્રસિદ્ધ કૃષ્ણાએ એક જ ઓવરમાં શશાંક સિંહ અને માર્કસ સ્ટોઈનિસને આઉટ કરીને મેચમાં ખળભળાટ મચાવી દીધો હતો.

મેચના અંતિમ તબક્કે રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો હતો જ્યારે 18મી ઓવરમાં માર્કો જાન્સેન સાતમી વિકેટ તરીકે આઉટ થયો ત્યારે પંજાબને જીતવા માટે 15 બોલમાં 19 રનની જરૂર હતી. આ સમયે જેવિયર બાર્ટલેટે મેદાનમાં આવીને આક્રમક બેટિંગ કરી હતી અને કૂપર કોનોલીને સાથ આપ્યો હતો. કોનોલીએ એક છેડો સાચવી રાખીને પંજાબને 3 વિકેટથી જીત અપાવી હતી.

આ પણ વાંચો : LPG સંકટની દેશવ્યાપી અસર, ગુજરાતથી રાજસ્થાન સુધી કામદારો રસ્તા પર

ગુજરાત તરફથી પ્રસિદ્ધ કૃષ્ણાએ શ્રેષ્ઠ બોલિંગ કરી હતી, પરંતુ અન્ય બોલરો તરફથી પૂરતો સાથ ન મળતા ગુજરાતને હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબની ટીમ આ જીત સાથે પોઈન્ટ ટેબલમાં પોતાની સ્થિતિ મજબૂત કરવામાં સફળ રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PBKSvsGT IPL2026 PunjabKings

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ