બ્રેકિંગ ન્યુઝ
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ એક મોટો રેકોર્ડ તોડી દીધો છે. વિરાટ કોહલીએ આ મેચમાં 3 બાઉન્ડ્રી ફટકારીને IPLનો એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો. આ પહેલા આ રેકોર્ડ શિખર ધવનના નામે હતો. આ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની ટીમને 288 રનનો ટાર્ગેટ મળ્યો હતો.
ADVERTISEMENT
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે રમાઈ રહેલી મેચમાં વિરાટ કોહલીએ 20 બોલમાં 42 રનની ઈનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 6 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ સાથે, IPLમાં તેનો કુલ સ્કોર 926 બાઉન્ડ્રી (ચોક્કા + છગ્ગા) પર પહોંચી ગયો છે અને તે IPLમાં સૌથી વધુ બાઉન્ડ્રી ફટકારનાર બેટ્સમેન બની ગયો છે. આ યાદીમાં શિખર ધવન બીજા સ્થાને છે. શિખર ધવને આઈપીએલમાં અત્યાર સુધી 920 બાઉન્ડ્રી ફટકારી છે.
ADVERTISEMENT
Strike Rate: 210
— Royal Challengers Bengaluru (@RCBTweets) April 15, 2024
Intent 🎯#PlayBold #ನಮ್ಮRCB #IPL2024 #RCBvSRH pic.twitter.com/BvmldaZnyB
ADVERTISEMENT
ADVERTISEMENT
વધુ વાંચો: RCB ભલે હારી પણ દિનેશ કાર્તિકે રંગ રાખ્યો! DK એ ફટકારી IPL 2024ની સૌથી લાંબી સિક્સર, VIDEO વાયરલ
ADVERTISEMENT
વિરાટ કોહલીના હવે T20 ક્રિકેટમાં 12355 રન થઈ ગયા છે. તેણે T20 ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે એલેક્સ હેલ્સને પાછળ છોડી દીધા છે. વિરાટ કોહલી હવે ચોથા નંબર પર આવી ગયો છે. એલેક્સ હેલ્સના નામે T20 ક્રિકેટમાં 12,319 રન છે. તે જ સમયે, ટી20 ફોર્મેટમાં સૌથી વધુ રન બનાવવાની યાદીમાં ક્રિસ ગેલ પ્રથમ સ્થાને છે. તેણે 463 મેચમાં 14,562 રન બનાવ્યા હતા. બીજા સ્થાન પર શોએબ મલિક છે જેણે 542 મેચમાં 13,360 રન બનાવ્યા છે. કીરોન પોલાર્ડ 12,900 રન સાથે આ યાદીમાં ત્રીજા સ્થાને છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.