બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2024 MS Dhoni entry that Andre Russell had to cover his ears Watch the video

IPL 2024 / MS ધોનીની એન્ટ્રી દરમિયાન ચેપોકમાં એવું શું થયું કે આન્દ્રે રસેલને કાન બંધ કરવા પડ્યા? જુઓ વીડિયો

Megha

Last Updated: 09:21 AM, 9 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેપોકમાં આવેલા ચાહકો સાથે જાડેજાએ થોડી મસ્તી કરી અને એ બાદ ધોની બેટિંગ કરવા આવ્યા ત્યારે આખું સ્ટેડિયમ શોરથી ગૂંજી ઉઠ્યું કે કેકેઆરના આ ખેલાડીએ કાન બંધ કરવા પડ્યા.

સોમવારે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 7 વિકેટે હરાવ્યું હતું. CSKની જીત સાથે ટીમના ચાહકો અને સ્ટેડિયમ હાજર દરેક લોકો ખુશ હતા કારણ કે તેમને એમએસ ધોનીની બેટિંગ જોવા મળી હતી. ગઇકાલે જેઓ મેચ જોવા ગયા હતા અને જેઓ ઘરે બેઠા મેચ જોઈ રહ્યા હતા એમને ખ્યાલ હશે કે જ્યારે એમએસ ધોની બેટિંગ કરવા મેદાનમાં આવી રહ્યા હતા ત્યારે આખું સ્ટેડિયમ ગૂંજી ઉઠ્યું હતું. 

તેના ઘણા વિડીયો પણ વાયરલ થઈ રહ્યા છે અને આ ઘોંઘાટ એટલો બધો હતો કે અત્યાર સુધી કોઈ પણ આઈપીએલ મેચમાં આવું બન્યું નથી. ચેન્નાઈ સુપર કિંગ્સની ત્રીજી વિકેટ 135 રન પર શિવમ દુબેના રૂપમાં પડી હતી. હવે CSKને જીતવા માટે 19 બોલમાં 3 રનની જરૂર હતી. એમએસ ધોની પાંચમા નંબરે બેટિંગ કરવા આવ્યા કે તરત જ સ્ટેડિયમ શોરથી ગૂંજી ઉઠ્યું. તેનો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જ્યારે કેકેઆરના ખેલાડીઓ ધોનીની એન્ટ્રી વખતે અવાજને કારણે કાન બંધ કરીને ઉભા છે.

જો કે આ પહેલા જાડેજાએ સ્ટડીયમમાં હાજર ફેન્સ સાથે થોડી મસ્તી કરી હતી. ગઇકાલની આ મેચમાં દુબેની વિકેટ પડ્યા બાદ ચાહકો માની રહ્યા હતા કે હવે એમએસ ધોની બેટિંગ કરવા આવશે અને તે જ આવ્યા પરંતુ તે પહેલા જાડેજાએ એવું ણતક કર્યું કે જાણે તેઓ બેટિંગ કરવા આવી રહ્યા છે. એ સમયે જાડેજા પેડ પહેરીને અને બેટ લઈને મેદાન તરફ જતો જોવા મળ્યો હતો. આ જોઈને મેદાન પર ઉત્સાહ થોડો ઠંડો પડી ગયો પણ ત્યારબાદ તરત જ જાડેજા ડગઆઉટમાંથી પરત ફર્યો હતો. અને ધોની બેટિંગ કરવા માટે આવ્યા. આ જોઈને જાડેજાની મસ્તીને કારણે ઠંડો પડી ગયેલો ચેન્નાઈનો ઉત્સાહ ફરી ઊંચો થઈ ગયો હતો.

વધુ વાંચો: MS ધોનીએ કેચ છોડ્યો તો CSKના ખેલાડીઓ સહિત ચાહકોને ન આવ્યો વિશ્વાસ, વીડિયો વાયરલ 

ધોની જ્યારે બેટિંગ કરવા આવ્યા ત્યારે અવાજનું સ્તર માપવામાં આવતું હતું. તે 125 db હતો, જે આ સિઝનનો સૌથી વધુ અવાજ છે. અત્યાર સુધી સૌથી વધુ અવાજનું સ્તર 128 db છે. ધોની જ્યારે બેટિંગ કરવા મેદાનમાં આવ્યો ત્યારે સ્ટેડિયમનો દરેક ખૂણો માહીના નામથી ગુંજી ઉઠ્યો હતો. ઘોંઘાટ એટલો હતો કે કેકેઆરના ઓલરાઉન્ડર આન્દ્રે રસેલને કાન બંધ કરવા પડ્યા હતા. રસેલનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ