બ્રેકિંગ ન્યુઝ
રોહિત શર્મા ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમશે. આ દાવો ઈંગ્લેન્ડના પૂર્વ ક્રિકેટરે કર્યો છે. એમનું માનવું છે કે રોહિત શર્મા IPL 2025માં CSKનો ખેલાડી હશે. જ્યારે રુતુરાજ ગાયકવાડની કેપ્ટનશીપ માત્ર એક સિઝન માટે હતી. જો કે આ નિવેદન આઈપીએલના ચાહકો માટે ચર્ચાનો વિષય બન્યો છે.
ADVERTISEMENT
What are your thoughts on Michael Vaughan? 👀#RohitSharma #IPL2025 #CSK #Sportskeeda pic.twitter.com/5vFoCeqLXU
— Sportskeeda (@Sportskeeda) April 13, 2024
ADVERTISEMENT
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન એમના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે અને આ વખતે તેણે મુંબઈના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા વિશે કંઈક આવું જ કહ્યું છે. વોને કહ્યું કે તેને લાગે છે કે રોહિત શર્મા આવતા વર્ષે ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનશે અને ઋતુરાજ ગાયકવાડ માત્ર આ વર્ષ માટે કેપ્ટનની ભૂમિકામાં જોવા મળશે. રોહિત શર્મા ધોની માટે આદર્શ રિપ્લેસમેન્ટ હશે જેને સુપર કિંગ્સ શોધી રહ્યા છે. દરેકની નજર આગામી વર્ષે યોજાનારી મેગા ઓક્શન પર છે, જેમાં મોટી સંખ્યામાં ટીમોના નામોમાં ફેરફાર થશે.
🗣️ Michael Vaughan - "Rohit Sharma will be in CSK next year." (BeerBiceps podcast) pic.twitter.com/dnHMmyL0RZ
— CricketGully (@thecricketgully) April 13, 2024
ADVERTISEMENT
વોનનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ધોનીના વર્ષો ચાલુ એડિશનથી પૂરા થઈ ગયા હોવાનું માનવામાં આવે છે. ધોનીએ આ વર્ષે સંકેત આપ્યો હતો કે આ તેનું છેલ્લું વર્ષ હોઈ શકે છે. સિઝનની શરૂઆત પહેલા જ ધોનીએ યુવા ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી દીધી હતી. પૂર્વ કેપ્ટને કહ્યું કે મને લાગે છે કે ધોનીની જગ્યાએ રોહિત આવતા વર્ષે ચેન્નાઈનો કેપ્ટન બનશે. આ વર્ષે ગાયકવાડ કેપ્ટનશીપ કરી રહ્યો છે, પરંતુ મને લાગે છે કે આવતા વર્ષે રોહિત આ જવાબદારી સંભાળશે.
ADVERTISEMENT
આગળ એમને કહ્યું કે, 'હું તેને ચેન્નાઈમાં જોઉં છું. હવે પ્રશ્ન એ છે કે જો તે ચેન્નાઈની કેપ્ટનશીપ કરશે અને મુંબઇમાં મેચ રમવા આવશે તો શું ફેન્સ તેની ટીકા કરશે? આ પ્રશ્ન વોનને હાર્દિક પંડ્યાની પરિસ્થતિ જોઈને આવ્યો હતો. તેનું એમ પણ કહેવું છે કે ચાહકો દ્વારા હાર્દિક સાથે આવું વર્તન કરવું સારું નથી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.