બ્રેકિંગ ન્યુઝ
Vaidehi
Last Updated: 07:42 AM, 30 May 2023
ADVERTISEMENT
IPL 2023ની ફાઈનલ ટ્રોફી ચેન્નઈ સુપર કિંગ્સનાં નામે થઈ છે. આ મેચમાં CSKએ GTને 5 વિકેટથી માત આપી હતી. CSKએ આ જીતની સાથે તેમની ટીમે 5મી વખત IPLનું ટાઈટલ પોતાને નામ કર્યું છે. CSKની જીત પાછળ શ્રેય રવીન્દ્ર જાડેજાને જાય છે. પોતાની ધમાકેદાર બેટિંગથી રવીન્દ્ર જાડેજાએ પોતાની ટીમને વિજયી બનાવી છે બાદ કેપ્ટન એમ.એસ. ધોની રાજીનાં રેડ થઈ ગયાં અને રવીન્દ્ર જાડેજાને હવામાં ઊંચકી લીધાં. જાડેજા અને ધોનીની વચ્ચેની આ મૂમેન્ટ ક્રિકેટ ઈતિહાસમાં અમર બની ગઈ. જુઓ વીડિયો.
Spirits UPL7️⃣FT8️⃣D 🙌🫂pic.twitter.com/dMyYzxcx6H
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023
ADVERTISEMENT
જાડેજા બન્યા મેચનાં હીરો
CSKનાં રવીન્દ્ર જાડેજાએ આ મેચમાં 6 બોલમાં માત્ર 15 રન બનાવ્યાં પરંતુ આ જ 15 રનનાં લીધે CSK ટ્રોફી ઘરે લઈને ગઈ છે. જાડેજા આ મેચનાં અંતિમ 2 બોલનાં હીરો બની ગયાં હતાં. છેલ્લાં 2 બોલમાં ટીમને 10 રનની જરૂર હતી ત્યારે જાડેજાએ કમાન સંભાળી લીધી અને પહેલા જ બોલમાં છગ્ગો ફટકાર્યો. હવે CSKને 4 બોલની જરૂર હતી ત્યારે જાડેજાએ ચોગ્ગો ફટકારી ટીમને વિજયી બનાવી.
#CHAMPION5 🦁💛pic.twitter.com/9mvGuDyiwa
— Chennai Super Kings (@ChennaiIPL) May 29, 2023
, ધોનીએ હાથમાં ન લીધી ટ્રોફી
ટીમની આ વિજયનો શ્રેય રવીન્દ્ર જાડેજા અને અન્ય ખેલાડીઓને નામે કરવા માટે સીનિયર એમ.એસ ધોનીએ IPLની ટ્રોફીને પોતાના હાથમાં પણ ન લીધી. IPLની ટ્રોફી રાયડુ અને જાડેજાએ પોતાના હસ્તે સ્વીકારી અને ધોનીએ બાજુમાં ઊભા રહીને ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યું. છેલ્લે તમામ ખેલાડીઓ મંચ પર આવી ગયાં અને હર્ષોલ્લાસથી ટ્રોફી સ્વીકારી.
𝙄𝘾𝙊𝙉𝙄𝘾!
— IndianPremierLeague (@IPL) May 29, 2023
A round of applause for the victorious MS Dhoni-led Chennai Super Kings 👏🏻👏🏻#TATAIPL | #Final | #CSKvGT pic.twitter.com/kzi9cGDIcW
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
ચેમ્પિયન ટ્રોફિ 2025 / ભારત-બાંગ્લાદેશની મેચ પર વાદળો ઘેરાયા, શું વરસાદ બનશે વિલન, ભવિષ્યવાણીથી ચાહકો ચિંતામાં
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.