બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / સ્પોર્ટસ / ipl 2023 pbks vs lsg ipl 2023 shikhar dhawan statement after losing match

PBKS vs LSG / 'અમારી જ રણનીતિ અમને...', મેચ પૂર્ણ થયા શિખર ધવનનું ચોંકાવનારું નિવેદન

Manisha Jogi

Last Updated: 12:36 PM, 29 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023ની 38મી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને 52 રનથી હરાવીને પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાન પર પહોંચી ગયું છે.

  • લખનઉ સુપર જાયન્ટ્સે પંજાબ કિંગ્સને હરાવ્યું.
  • પંજાબ કિંગ્સ 19.5 ઓવરમાં 201 ફટકારીને ઓલઆઉટ.
  • મેચ પછી શિખર ધવને આપ્યું મહત્ત્વપૂર્ણ નિવેદન.

મોહાલીમાં રમવામાં આવેલ IPL 2023ની 38મી મેચ લખનઉ સુપર જાયન્ટ્સે જીતી લીધી છે. પંજાબ કિંગ્સને 52 રનથી હરાવીને લખનઉ સુપર જાયન્ટ્સ પોઈન્ટ ટેબલ પર બીજા સ્થાન પર પહોંચી ગયું છે. લખનઉ સુપર જાયન્ટ્સે પહેલા બેટીંગ કરીને 257 રન કર્યા છે. આ ટાર્ગેટ રન સુધી પહોંચવા માટે પંજાબ કિંગ્સ 19.5 ઓવરમાં 201 ફટકારીને ઓલઆઉટ થઈ ગઈ હતી. 

પંજાબ કિંગ્સ તરફથી અથર્વ તાયડે અને સિકંદર રજાએ સારા રન કર્યા હતા. અથર્વએ IPLમાં પહેલી અડધી સદી ફટકારી છે, સિકંદર રજાએ 36 રન કર્યા છે. આ બંને ક્રિકેટરોએ 50 રનની ભાગીદારી કરી છે. અથર્વ તાયડેએ 66 રનની ઈનિંગ પમી છે. પંજાબના ટોપ ઓર્ડરના બેટ્સમેનો ફેઈલ થયા પછી મિડલ ઓર્ડરના બેટ્સમેનોએ 200થી વધુ રન કર્યા હતા. 

શિખર ધવનની રણનીતિ ફેઈલ
મેચ પછી શિખર ધવને નિવેદન આપ્યું છે કે, ‘અમે વધારે જ રન આપી દીધા છે. અમારે એક મોટો ટાર્ગેટ પૂર્ણ કરવાનો હતો, જે બિલ્કુલ પણ સરળ નહોતું. વ્યક્તિગત રીતે મારા માટે આ એક સબક છે. ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ઘણી વાર કામ આવે છે અને ઘણી વાર કામ આવતો નથી. વધારાના બોલરને ટીમમાં શામેલ કરવાની રણનીતિ નિષ્ફળ નીવડી છે.’

પંજાબ કિંગ્સની ખસ્તા હાલત
આ મેચમાં કુલ 458 રન ફટકારવામાં આવ્યા છે. લખનઉ સુપર જાયન્ટ્સે 257 રન ફટકારીને બીજા નંબરે સૌથી વધુ રનનો સ્કોર બનાવ્યો છે. મોહાલીમાં પંજાબ કિંગ્સે આ સીઝનમાં તમામ મેચમાં હાર મેળવી છે. પોઈન્ટ ટેબલમાં પંજાબ કિંગ્સ છઠ્ઠા સ્થાન પર છે. પ્લેઓફની મેચમાં ટકી રહેવા માટે પંજાબ કિંગ્સે બાકી રહેલ તમામ મેચ જીતવાની રહેશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ