બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 lsg vs mi analysis score updates marcus stoinis mohsin khan lucknow super giants beat mumbai indians match
ADVERTISEMENT
ગઈકાલે મંગળવારે મુંબઈ ઈન્ડિયન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાયેલી મેચમાં લખનઉ સુપર જાયન્ટ્સનો શાનદાર વિજય થયો હતો. લખનઉ સુપર જાયન્ટ્સે આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમને ફક્ત 5 રનથી હરાવી. લખનઉએ પ્રથમ બેટિંગ બાદ મુંબઈને 177 રનનો ટાર્ગેટ આપ્યો હતો. છેલ્લી ઓવર સુધી મેચમાં રોમાંચ જળવાઈ રહ્યો અને અંતે કૃણાલ પંડ્યાની કેપ્શનશિપવાળી લખનઉની ટીમે મેચ જીતી લીધી હતી.
ADVERTISEMENT
Ending the home stretch in Lucknow on a winning note 👍
— IndianPremierLeague (@IPL) May 16, 2023
A lap of honour 🙌
From @LucknowIPL to all their fans - with love ☺️ 👏#TATAIPL | #LSGvMI pic.twitter.com/q3DVoToAaP
ADVERTISEMENT
મોહસીન ખાને મુંબઈ ઈન્ડિયન્સના બેટરોને હંફાવી દીધા
લખનઉના 177 રનના ટાર્ગેટ સામે રોહિત શર્માની ટીમ 172 રન જ બનાવી શકી હતી. જોકે, મુંબઈની ટીમ આ મેચમાં 19મી ઓવર સુધી ટકી રહી હતી. મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે છેલ્લી ઓવરમાં 11 રન બનાવવાના હતા અને કેમરૂન ગ્રીન અને ટિમ ડેવિડ ક્રિઝ પર હતા. ત્યારે લખનઉની ટીમના કેપ્ટન કૃણાલ પંડ્યાએ મોહસીન ખાનને બોલિગ કરવાની તક આપી હતી. મોહસીન ખાને પોતાની રણનીતિથી બોલિંગ કરતા બંને બેટરોને હંફાવી દીધા હતા. મોહસીન ખાને 5 રન બચાવીને લખનઉને જીત અપાવી હતી.
.@MStoinis notched his highest IPL score and powered @LucknowIPL to a huge first-innings total 👌🏻👌🏻
— IndianPremierLeague (@IPL) May 16, 2023
He receives the Player of the Match award 👏🏻👏🏻
Scorecard ▶️ https://t.co/yxOTeCROIh #TATAIPL | #LSGvMI pic.twitter.com/HgR3u5VwjP
ADVERTISEMENT
5 વિકેટમાં 172 રન બનાવી શક્યું મુંબઈ
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ 5 વિકેટ પર 172 રન જ બનાવી શકી હતી અને આ મેચ મેચ હારી ગઈ. મેચમાં ઈશાન કિશને 39 બોલ પર સૌથી વધારે 59 રનની ઈનિંગ રમી હતી. જ્યારે કેપ્ટન રોહિત શર્માએ 25 બોલમાં 37 રન બનાવ્યા હતા. અંતમાં ટિમ ડેવિડે ક્રિઝ પર રહીને 19 બોલમાં 32 રનની ઇનિંગ રમી હતી, પરંતુ તે ટીમને જીત અપાવી શક્યો નહોતો. લખનઉ તરફથી યશ ઠાકુર અને રવિ બિશ્નોઈએ 2-2 જ્યારે મોહસીન ખાને 1 વિકેટ ઝડપી હતી.
ADVERTISEMENT
મુંબઈએ બોલિંગ કરવાનો લીધો હતો નિર્ણય
આપને જણાવી દઈએ કે, આ મેચ લખનઉમાં રમાઈ હતી, મેચની શરૂઆતમાં ટોસ જીતીને મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. આ પછી લખનઉની ટીમે 3 વિકેટે 177 રન બનાવ્યા હતા.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Fifa World Cup 2026 / ટ્રૉફી તો બધાએ જોઇ છે..., પરંતુ આ વર્ષે ચેમ્પિયન્સને FIFA આપશે ગોલ્ડ 'Ring'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.