બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Gujarat and Punjab both win in last over: Gujarat took 4 wickets, Punjab bowler concedes only two runs

IPL 2023 / ગુજરાત અને પંજાબ, બંને છેલ્લી ઓવરમાં જીત્યા: ગુજરાતે ખેરવી 4 વિકેટ, પંજાબના આ ખેલાડીએ બે જ રન આપ્યા

Megha

Last Updated: 09:46 AM, 23 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023: ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 7 રનથી હરાવ્યું હતું. બીજી તરફ પંજાબ કિંગ્સે મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં 13 રને હરાવ્યું હતું

  • ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 7 રનથી હરાવ્યું
  • છેલ્લી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા
  • પંજાબ કિંગ્સે મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં 13 રને હરાવ્યું

IPL 2023: ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 30મી મેચમાં ગુજરાત ટાઇટન્સે લખનૌ સુપરજાયન્ટ્સને 7 રનથી હરાવ્યું હતું. મેચમાં પહેલા બેટિંગ કરતા ગુજરાતે 135 રન બનાવ્યા હતા અને ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી લખનૌની ટીમ આખી મેચ દરમિયાન મજબૂત સ્થિતિમાં જોવા મળી હતી પણ મોહિત શર્મા ગેમચેન્જર સાબિત થયો અને છેલ્લી ઓવરમાં માત્ર 4 રન આપ્યા હતા. 

લખનૌને જીતવા માટે છેલ્લી ઓવરમાં 12 રનની જરૂર હતી. બોલ મોહિત શર્માના હાથમાં હતો. મોહિતની ઓવરના પહેલા બોલ પર કેએલ રાહુલે બે રન બનાવ્યા તો બીજી બોલમાં કેચ આઉટ થઈ ગયો હતો. એ બાદ ઓવરની ત્રીજી બોલમાં માર્કસ સ્ટોઇનિસે સિક્સર મારવાની કોશિશ કરી પણ કેચ આઉટ થઈ ગયો. એ બાદ બે રન લેવાનો પ્રયાસ કરતાં આયુષ બદોની રન આઉટ થયો. અને પાંચમા બોલમાં મોહિત શર્માએ પણ બે રન લેવાનો પ્રયાસ કર્યો પરંતુ તે  રનઆઉટ થયો. આ રીતે મોહિત શર્માની આ ઓવરમાં ગુજરાતને ચાર બોલમાં સતત ચાર સફળતા મળી હતી.

સાથે જ જો આપણે બીજા મેચની વાત કરીએ તો પંજાબ કિંગ્સે મુંબઈને તેના હોમ ગ્રાઉન્ડ વાનખેડે સ્ટેડિયમમાં 13 રને હરાવ્યું હતું. પંજાબ કિંગ્સે આઠ વિકેટે 214 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે પણ શાનદાર બેટિંગ કરી હતી પણ ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 201 રન જ બનાવી શકી હતી. મુંબઈને છેલ્લી ઓવરમાં 16 રનની જરૂર હતી પરંતુ અર્શદીપ સિંહે માત્ર 2 રન આપીને 2 વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ