બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / સ્પોર્ટસ / Cricket / IPL 2023 Even after winning Rajasthan qualify on another tram loose, Chennai and Lucknow can qualify today

IPL 2023 / જીત્યા પછી પણ રાજસ્થાન બીજાની હારના આધારે, આજે ક્વોલિફાય થઈ શકે છે ચેન્નાઈ અને લખનૌ, જાણો પ્લેઓફનું ગણિત

Megha

Last Updated: 11:07 AM, 20 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્લેઓફમાં જગ્યા બનાવવાની રેસમાં હજુ 6 ટીમો બાકી છે અને તેમાંથી માત્ર ત્રણ ટીમો જ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે

  • પ્લેઓફમાં જગ્યા બનાવવાની રેસમાં હજુ 6 ટીમો બાકી છે
  • ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી
  • હવે માત્ર ત્રણ ટીમો જ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે

IPL 2023માં રાજસ્થાન રોયલ્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે રમાયેલી મેચ બાદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને ભારે નુકસાન થયું છે. જણાવી દઈએ કે પ્લેઓફમાં જગ્યા બનાવવાની રેસમાં હજુ 6 ટીમો બાકી છે અને તેમાંથી માત્ર ત્રણ ટીમો જ પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે. એ વાત તો જાણીએ જ છીએ કે ગુજરાત ટાઇટન્સ પહેલાથી જ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી ચૂકી છે. 

એવામાં હવે બાકી રહેલ ટીમમાંથી RCB વિશે વાત કરીએ તો તેની માટે પ્લેઓફમાં સ્થાન મેળવવાની શ્રેષ્ઠ તક છેલ્લી મેચ જીતવાની અને નેટ રન રેટ મુંબઈ ઈન્ડિયન્સ કરતા વધુ સારો રાખવાનો છે. જો મુંબઈ તેની છેલ્લી મેચ હારી જાય છે, તો RCBને ફક્ત મેચ જીતીને પ્લેઓફમાં પંહોચી જશે પણ જો મુંબઈ અને આરસીબી બંને તેમની છેલ્લી મેચ હારી જાય તો શું રાજસ્થાન રોયલ્સ આગામી રાઉન્ડ માટે ક્વોલિફાય થશે? તો ચાલો આખું સમીકરણ સમજીએ.

ધર્મશાલ મેદાન પર રમાયેલી રોમાંચક મેચમાં રાજસ્થાને 4 વિકેટે જીત મેળવીને પોતાની આશા જીવંત રાખી છે. ટીમને 14 મેચમાં 7 જીત અને 7 હાર બાદ માત્ર 14 પોઈન્ટ જ મળ્યા છે. આવી સ્થિતિમાં પ્લેઓફમાં ક્વોલિફાય કરવા માટે ટીમ ઈચ્છશે કે બેંગ્લોર અને મુંબઈ તેમની છેલ્લી મેચ હારી જાય. આ સાથે બેંગલુરુનો રનરેટ પણ તેમના કરતા ઓછો હતો.

IPL point table

શનિવાર એટલે કે આજે ડબલહેડર-ડે છે. એટલે કે એક દિવસમાં બે મેચ રમાશે. જેમાં ચેન્નાઈ-દિલ્હી અને લખનૌ-કોલકાતાની ટીમો આમને-સામને થશે. પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ અનુસાર CSK અને LSG પોતપોતાની મેચો જીતીને પ્લેઓફમાં જગ્યા બનાવી શકે છે.

એ વાત તો નોંધનીય છે કે ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ 18 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં ટોચ પર છે. તમામ લીગ મેચો પછી પણ  ગુજરાત ટેબલમાં ટોચ પર રહેવા માટે સુયોજિત છે કારણ કે બાકીની ટીમો તેમની છેલ્લી મેચો જીતે તો પણ 18 પોઈન્ટ સુધી પહોંચી શકશે નહીં.

CSK ગુજરાત પછી બીજા નંબરે છે. ટીમના 13 મેચ બાદ 15 પોઈન્ટ છે અને સારા રન રેટ ના આધારે બીજા ક્રમે છે, ત્રીજા નંબરની ટીમ એલએસજીના પણ 15 પોઈન્ટ છે, પરંતુ ટીમનો રન રેટ CSK કરતા ઓછો છે. ચોથો નંબર 14 પોઈન્ટ સાથે આરસીબી છે. સમાન પોઈન્ટ સાથે રાજસ્થાન અને મુંબઈ અનુક્રમે પાંચમા અને છઠ્ઠા નંબર પર છે જ્યારે કોલકાતા 12 પોઈન્ટ સાથે 7મા નંબરે છે. બાકીની ટીમો પંજાબ, દિલ્હી અને હૈદરાબાદ પ્લેઓફની રેસમાંથી બહાર છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ