બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2021 sanju samson rajasthan royals captain team india wicketkeeper

IPL 2021 / IPLમાં કપ્તાની કરશે Team Indiaનો આ ખેલાડી, ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી પોલીસની નોકરી

Published By: Bhushita

Last Updated: 10:00 AM, 9 April 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન સંજૂ સેમસન આ વર્ષે IPLમાં પહેલીવાર કપ્તાની કરશે.

  • IPLમાં સારું રહ્યું છે સંજૂનુ પ્રદર્શન
  • ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી પોલીસની નોકરી
  • સેમસને ટીમ ઈન્ડિયાને માટે 7ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી છે 

ભારતીય વિકેટ કીપર અને બેટ્સમેન સંજૂ સેમસન આ વર્ષે IPLમાં પહેલીવાર કપ્તાની કરશે. રાજસ્થાન રોયલ્સે આ વર્ષે સ્ટીવ સ્મિથને ટીમથી રિલિઝ કરીને સંજૂ સેમસનને નવા કપ્તાન બનાવ્યા હતા. 26 વર્ષના આ વિકેટ કીપર અને બેટ્સમેન સંજૂ સેમસને ટીમ ઈન્ડિયાને માટે 7ટી 20 ઈન્ટરનેશનલ મેચ રમી છે. જો કે તેમાં તેમનું પ્રદર્શન સાધારણ રહ્યું છે. આ કારણે ઋષભ પંતની સામે તેમની ચમક ફીકી પડી છે.  

IPLમાં સારું રહ્યું છે સંજૂનુ પ્રદર્શન
સંજૂ સેમસને 7ટી20 ઈન્ટરનેશન મેચમાં 11.86ની એવરેજથી 83 રન બનાવ્યા છે. આઈપીએલની વાત કરીએ તો સંજૂ સેમસનનું પ્રદર્શન સારું રહ્યું છે. સંજુ સેમસને આઈપીએલના 107 મેચમાં 27.78ની સરેરાશથી 2584 રન બનાવ્યા છે. સંજૂ સેમસનનો બેસ્ટ સ્કોર 102 રન છે. સંજૂ સેમસને આઈપીએલમાં 2 શતક બનાવ્યા છે અને તેઓ 13 અર્ધશતક પણ બનાવી ચૂક્યા છે.  

ક્રિકેટર બનાવવા પિતાએ છોડી હતી પોલીસની નોકરી
સંજૂ સેમસનને સફળ ક્રિકેટર બનાવવામાં તેમના પિતા વિશ્વનાથ સેમસનનો મોટો ફાળો રહ્યો છે. સંજૂ સેમસનને ક્રિકેટર બનાવવા તેમના પિતા વિશ્વનાથ સેમસને પોલીસની નોકરી છોડી દીધી હતી. સંજૂ સેમસને આ વખતે ઈંગ્લેન્ડની વિરુદ્ધામાં વન ડે અને ટી -20 સીરિઝને માટે ટીમ ઈન્ડિયામાં જગ્યા મેળવી ન હતી. સંજૂ સેમસન આ વખતે IPLમાં સારું પ્રદર્શન કરીને ફરી એક વાર ટીમ ઈન્ડિયામાં સામેલ થવા ઈચ્છે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Captain IPL 2021 Sanju Samson Team India Wicketkeeper કપ્તાની ટીમ ઈન્ડિયા પિતા પ્રદર્શન સંજુ સેમસન IPL 2021

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ