બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2021 phase 2 bcci sends 46 page health advisory to ipl team in uae new ipl rules
ADVERTISEMENT
ઈન્ડિયન પ્રીમિયર લીગ 2021નો બીજો તબક્કો 1 મહિના બાદ યૂએઈમાં શરૂ થવાનો છે. ટૂર્નામેન્ટના 14મા સીઝનની મેચ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે અને ફાઈનલ મેચ 15 ઓક્ટોબરે રમાશે. આ સમયે બીસીસીઆઈ તૈયારી શરૂ કરી ચૂકી છે. કોરોના વાયરસના કારણે ભારતમાં આ વર્ષે ટૂર્નામેન્ટને કેન્સલ કરવામાં વી છે. આ સાથે 46 પાનાની હેલ્થ એડવાઈઝરી જાહેર કરાઈ છે.
.jpg)
ADVERTISEMENT
શું છે હેલ્થ એડવાઈઝરીના ખાસ નિયમો
એક નિયમ અનુસાર દર્શકોની વચ્ચે બોલ જશે તો તેને ફરીથી યૂઝ કરી શકાશે નહીં. મળતી માહિતી અનુસાર દર્શકોને સ્ટેન્ડમાં પરમિશન આપવાની તૈયારીઓ કરી દેવાઈ છે. એટલે કે બોલ સ્ટેન્ડમાં જશે કો શક્ય છે કે દર્શકો તેને અડશે અને જે કોઈ પણ બોલ પરત આપશે તો બોલ તેને ટચ થશે.
ADVERTISEMENT

કોઈ ખતરો લેવાના મૂડમાં નથી બીસીસીઆઈ
હાલમાં કોરોના વાયરસને લઈને કોઈ ચાન્સ બીસીસીઆઈ લેશે નહીં. નિર્ણય કરાયો છે કે બોલ સ્ટેન્ડમાં જશે તો તેને બદલી દેવામાં આવશે. પણ આ નિર્ણય ખેલાડી અને અમ્પાયરના સમયની બર્બાદી હશે. સ્ટેડિયમમાં મેચ જોનારા ફેન્સને તેનાથી ફાયદો થશે કેમકે બોલ ઘરે લઈ જવાનો અવસર મળશે. આ પહેલા જ્યારે આઈપીએલ 2020નો બોલ સ્ટેડિયમની બહાર જકો ત્યારે કે સ્ટેન્ડમાં ઉતરતો ત્યારે અમ્પાયર તેને સાફ કરતા અને તેનાથી રમવાનું ચાલુ રખાતું હતું.
ADVERTISEMENT
આવા છે સુરક્ષાના પ્રોટોકોલ્સ
ફેન્ચાઈઝીના સભ્ય અને તેના પરિવાર પર જૈવિક રીતે સુરક્ષિત માહોલના કોઈ પણ પ્રોટોકોલનું ઉલ્લંઘન કરવા માટે કાર્યવાહી કરાશે. આઈપીએલમાં દુનિયાભરના ખેલાડીઓ ભાગ લેશે જેમાં ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, દ. આફ્રિકા, વેસ્ટ ઈન્ડિઝ અને બાંગ્લાદેશ સામેલ છે. પ્રોટોકોલ અનુસાર દરેક ફ્રેન્ચાઈઝી ટીમના સભ્યોએ કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનો રહેશે. જે તેમની ફ્લાઈટના 72 કલાક પહેલાનો હોવો જોઈશે. દરેકે કોરેન્ટાઈનમાં રહેવાનું રહેશે અને અન્યના સંપર્કમાં પણ રહેવાનું ટાળવું પડશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.