બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જામનગરની મુલાકાતે, ભાજપ નેતાઓ અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક, ક્ષત્રિય આંદોલનના ડેમેજ કન્ટ્રોલનો પ્રયાસ

logo

અમદાવાદની સાબરમતી નદીમાં એક પરિવારના 4 સભ્યોએ લગાવી છલાંગ, મહિલાએ પોતાના દીકરા, દીકરી અને પૌત્ર સાથે નદીમાં લગાવી છલાંગ, ફાયરની ટીમે તમામને કાઢ્યા નદીની બહાર

logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

VTV / ગુજરાત / Investigation handed over to SIT in Khedut suicide case in Bhadthar village, Dwarka.

ગુનેગાર સજા આપો / દ્વારકા ભડથર ગામે ખેડૂત આપઘાત કેસમાં SITને સોંપાઇ તપાસ, 5 દીકરીનો હ્રદયદ્રાવક વીડિયો થયો હતો વાયરલ, 4 આરોપીની ધરપકડ

Vishal Khamar

Last Updated: 08:50 PM, 11 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દ્વારકાનાં ભડથર ગામે ખેડૂત ભાયાભાઈ ચાવડાનાં આપઘાત કેસ મામલે સમગ્ર તપાસ SIT ને સોંપાઈ છે. ત્યારે SP દ્વારા DySP કક્ષાનાં અધિકારીને તપાસ સોંપાઈ છે. ખેડૂત સાથે ઠગાઈ કરનાર 7 આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. ત્યારે પોલીસે 4 આરોપીઓને ઝડપી પાડ્યા છે.

  • દ્વારકા ભડથર ગામે ખેડૂતનો આપઘાત કેસ
  • SP દ્વારા DySP કક્ષાના અધિકારીને સોંપાઇ તપાસ
  • ખેડૂત સાથે ઠગાઈ કરનાર 7 માંથી 4 આરોપીઓ ઝડપાયા 

 દ્વારકાનાં ભડથર ગામે રહેતા ભાયાભાઈ ચાવડા સાથે કેટલાક શખ્શો દ્વારા રૂ. 2.5 કરોડની ઠગાઈ કરી હતી. જે બાદ ખેડૂત ભાયાભાઈ ચાવડાને તેઓ સાથે છેંતરપીંડી થઈ હોવાની જાણ થતા તેઓએ આપઘાત પહેલા વીડિયોમાં આપઘાત માટે જવાબદાર લોકોનાં નામ કહ્યા હતા. આ કેસની પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા પોલીસે  આરોપીઓને ઝડપા પાડવા ચક્રોગતિમાન કર્યા છે. 

ખેડૂત સાથે ઠગાઈ કરનાર 7 માંથી 4 ઓરોપીઓ ઝડપાયા
દ્વારકાનાં ભડથર ગામે ખેડૂતનાં આપઘાત કેસમાં પોલીસે તપાસ શરૂ કરી છે.  ખેડૂતનાં આપઘાત કેસ મામલે SIT ને તપાસ સોંપાઈ છે. આ મામલે એસપી નિતેશ પાંડેય દ્વારા DySp  કક્ષાનાં અધિકારીને તપાસ સોંપાઈ છે. ત્યારે 7 માંથી કુલ 4 આરોપીઓને ઝડપાઈ જવા પામ્યા છે. ભાડથર ગામનાં ખેડૂત વેપારી ભાયાભાઈ સાથે 2.5 કરોડની ઠગાઈ કરનારા સાત આરોપીઓ વિરૂદ્ધ ગુનો નોંધાયો છે. 

ખેડૂતે આપઘાત કરતા પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો
 આ ઘટનાં બાબતે મળતી માહિતી મુજબ દ્વારકાનાં ભડથર ગામે રહેતા ખેડૂત ભાયાભાઈ ચાવડા સાથે 2 કરોડથી વધુની છેતરપિંડીનાં કારણે ખેડૂતો જીવન ટૂંકાવ્યું હતું. ત્યારે ખેડૂતે આપઘાત કરતા પહેલા એક વીડિયો વાયરલ કર્યો હતો.જેમાં ખેડૂતે પાંચથી છ લોકો સામે છેંતરપિંડીનો ઉલ્લેખ કર્યો છે.  ત્યારે આ બાબતે પરિવારજનો દ્વારા એસ.પી.ને પણ સમગ્ર બાબતે રજૂઆત કરવા છતાં કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.  તેવો આક્ષેપ પણ પોલીસ પર કર્યો હતો.

ખેડૂતે આપઘાત કરતા પહેલા વીડિયોમાં શું કહ્યું
ખેડૂતે આપઘાત કરતા પહેલા વાયરલ કરેલ વીડિયોમાં તેઓને મરવા માટે મજબૂર કરનાર સાતથી આઠ લોકોના નામ બોલે છે. તેમજ તેઓ સામે કાયદેસરની કાર્યવાહી માટેની માંગ કરી રહ્યા છે.  તેમજ તેઓએ વીડિયોમાં કહ્યું હતું કે આ લોકોએ જ મને મરવા માટે મજબૂર કર્યો હતો.  તેમજ આ લોકોએ મને ક્યાંયનો રહેવા દીધો નથી. તેમજ નવ મહિના સુધી હું ઘરની બહાર નીકળ્યો નથી. તેમજ મને ક્યાંયનો રહેવા દીધો નથી.  ત્યારે ન છૂટકે મારે આ પગલું ભરવું પડી રહ્યું છે. 

પાંચ સગી બહેનોએ હૈયાફાટ રુદન સાથે વીડિયો બનાવી ન્યાયની કરી માગ
ખેડૂતનાં આપઘાત બાદ મૃતક ખેડૂતની પાંચ દિકરીઓનો હ્રદય દ્રાવક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાંચ સગી બહેનોએ હૈયાફાટ રૂદન સાથે વીડિયો બનાવી ન્યાયની માંગ કરી હતી. ગૃહમંત્રી અને પોલીસને સંબોધી વીડિયો સોશિયલ મીડિયામાં મુક્યો હતો.   ન્યાય ન મળે તો પાંચેય બહેનોએ સામુહિક આત્મહત્યાની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો હતો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ