બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વલસાડ બ્રિજમાં તપાસનો ધમધમાટ શરૂ, ફટકારાઇ નોટિસ, માંગ્યો ખુલાસો

કાર્યવાહી / વલસાડ બ્રિજમાં તપાસનો ધમધમાટ શરૂ, ફટકારાઇ નોટિસ, માંગ્યો ખુલાસો

Mit Soni

Last Updated: 05:36 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વલસાડમાં બ્રિજની ગર્ડર પડી જતા દોડધામ મચી ગઈ હતી. એક બાજુ પુલનું કામ ચાલુ હતુ ત્યાં જ આવી ઘટના બની હતી, આ ઘટનામાં 5 શ્રમિકો ઈજાગ્રસ્ત થયા હતા. ત્યારે તંત્રએ કોન્ટ્રાક્ટર સામે લાલ આંખ કરી છે અને તેને નોટિસ ફટકારવામાં આવી છે. અને તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ખાતરી આપી છે.

વલસાડ જિલ્લાના કૈલાશ રોડ પર ઔરંગા નદી પર નવો નિર્માણાધીન પુલનો એક ગર્ડર અચાનક ધરાશાયી થયો હતો. આ દુર્ઘટનામાં 5 શ્રમિકો ઘાયલ થયા છે, જેમને તાત્કાલિક સારવાર માટે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.

ગર્ડર ક્યાં કારણોસર પડ્યું, તેને લઈને પણ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે. વહીવટી તંત્ર અને પોલીસ કાફલો ઘટના સ્થળે છે. જ્યારે દુર્ઘટનાના કારણ અંગે તપાસ કરાશે, તેમ તંત્ર તરફથી કહેવાયું છે.

vtv app promotion

તંત્રએ કોન્ટ્રાક્ટર સામે કરી લાલ આંખ

આ મામલે હવે તંત્ર દ્વારા કોન્ટ્રાક્ટર પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. અને આ ક્યાં કારણોસર બન્યુ તે અંગે કારણ આપવા પણ કહેવામં આવ્યું છે.

વધુ વાંચો: સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ કોમ્પલેક્ષમાં આગ લાગતા 9 લોકો ફસાયા, ફાયર ટીમમાં દોડધામ

તંત્ર દ્વારા સહાય આપવામાં આવી

બ્રિજ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને વળતર આપવાની તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી છે. ગંભીર ઈજાગ્રસ્તને 2 લાખ જ્યારે સામાન્ય ઈજાગ્રસ્ત થયું હોય તેને 1 લાખના વળતરની જાહેરાત કરવામાં આવી છે. આ બનાવમાં 5 શ્રમિક થયા હતા ઈજાગ્રસ્ત

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Valsad bridge accident Under-construction bridge girder collapse Contractor notice issued
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ