બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ કોમ્પલેક્ષમાં આગ લાગતા 9 લોકો ફસાયા, ફાયર ટીમમાં દોડધામ

અમદાવાદ / સાયન્સ સિટી વિસ્તારના પરિશ્રમ કોમ્પલેક્ષમાં આગ લાગતા 9 લોકો ફસાયા, ફાયર ટીમમાં દોડધામ

Mit Soni

Last Updated: 04:28 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદના સાયન્સ સીટી એરીયામાં આસ્થા બંગલોની બાજુમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પ્લેક્સમાં વિકરાળ આગ લાગી હતી. ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયરની ટીમ હાલ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. કોમ્પ્લેક્સમાં કેટલાક લોકો ફસાયા હોવાની પણ માહિતી સામે આવી છે. ફાયર બ્રિગેડની ટીમ દ્વારા લોકોને બચાવવાની કામગીરી કરાઈ રહી છે.

ફાયર બ્રિગેડ દ્વારા મળતી માહિતી મુજબ સાયન્સસિટી વિસ્તારમાં આવેલા પરિશ્રમ એલીગન્સ નામના કોમ્પલેક્ષમાં આગ લાગવાની ઘટના બની છે. જેમાં લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાનો મેસેજ મળ્યો હતો જેના પગલે ફાયર બ્રિગેડની 8થી 10 ગાડીઓ ઘટના સ્થળ ઉપર મોકલવામાં આવી હતી. ફાયરના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર પહોંચી હતા

50 લોકોનું રેસ્ક્યુ કરીને બહાર કઢાયા

ફાયર બ્રિગેડ દ્વારા અત્યાર સુધીમાં 50 જેટલા લોકોને રેસ્ક્યુ કરીને નીચે લાવવામાં આવ્યા છે. લિફ્ટમાં કેટલાક લોકો ફસાયા હોવાથી તેઓને હાલ બહાર કાઢવામાં આવી રહ્યા છે. હાઇડ્રોલિક પ્લેટફોર્મની મદદથી લોકોને નીચે ઉતારવામાં આવી રહ્યા છે.

વધુ વાંચો: CMનો સંવેદનાત્મક નિર્ણય: હવેથી VCEને કામગીરી માટે ચૂકવાશે ન્યુનતમ આટલા રૂપિયા

ત્રીજા માળે ફસાયેલા લોકોનું રેસ્કયું

કોમ્પ્લેક્સના ત્રીજા માળે લોકો ફસાયા હતા. તેમને કાચ તોડી બહાર કાઢવામાં આવ્યા હતા. આગ લાગવાના કારણે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ ભેગા થયા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Ahmedabad Fire Science City Fire Parishram Elegance Fire
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ