બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / CMનો સંવેદનાત્મક નિર્ણય: હવેથી VCEને કામગીરી માટે ચૂકવાશે ન્યુનતમ આટલા રૂપિયા
Last Updated: 02:55 PM, 12 December 2025
Gujarat VCE : રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કામ કરતાં ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE) માટે એક મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ હવે રાજ્યના વિવિધ વિભાગો દ્વારા આપવામાં આવતી વધારાની કામગીરી પર ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE)ને ઓછામાં ઓછું પ્રતિ યુનિટ ₹20 મહેનતાણું ચૂકવવું ફરજિયાત બન્યું છે. આ નિર્ણયનો અમલ તાત્કાલિક અસરથી શરૂ કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં કમિશન બેઝ પર ગ્રામ કોમ્પ્યુટર સાહસિક (VCE) તરીકે કાર્ય કરતા યુવાઓને રાજ્ય સરકારના વિવિધ વિભાગો દ્વારા સોંપવામાં આવતી કામગીરી માટે ન્યુનતમ ₹20 ચૂકવવાનો નિર્ણય કર્યો છે.
— CMO Gujarat (@CMOGuj) December 12, 2025
અત્રે ઉલ્લેખનીય છે કે, ઇન્ફર્મેશન ટેકનોલોજીના…
E-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીની 12મી ગવર્નિંગ બોડીની બેઠકમાં મુખ્યમંત્રીએ જુદી જુદી સેવાઓ બદલ મળતા અલગ અલગ કમિશનના કારણે સર્જાતા અસમાનતાને ધ્યાનમાં લઈને તરત જ સમન્વિત અને ન્યાયસંગત ચુકવણીના દિશાનિર્દેશ આપ્યા હતા.
ADVERTISEMENT

ADVERTISEMENT
આ તરફ આ આદેશ બાદ હવે પંચાયત વિભાગે પરિપત્ર જાહેર કરીને તમામ વિભાગોને ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો (VCE)ને ન્યૂનતમ ₹20 ચૂકવવાની ફરજ પાડી છે. આગળથી કોઈપણ કામગીરી સોંપતાં પહેલાં સંબંધિત વિભાગે પંચાયત વિભાગ તથા ઈ-ગ્રામ વિશ્વગ્રામ સોસાયટીને જાણ કરવી રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.