બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / રાજકોટના સમાચાર / રાજકોટમાં પોતાની જ સર્વિસ રિવોલ્વરથી ગોળી મારી SRP જવાને જીવન ટૂંકાવ્યું, એ પણ કમિશનર કચેરીમાં
Last Updated: 02:10 PM, 12 December 2025
Rajkot SRP Jawan : રાજકોટથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં રાજકોટ SRP ગ્રુપ–13ની C કંપનીમાં ફરજ બજાવતા ગજુભા રાઠોડ નામના જવાને પોતાની સર્વિસ રિવોલ્વરથી છાતીમાં ગોળી મારી આત્મહત્યા કરી લીધી. આ ઘટના બાદ તેઓને ત્વરિત સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ ટૂંકી સારવાર બાદ ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે, આ ઘટના રાજકોટ પોલીસ કમિશ્નર કચેરીના પરિસરમાં બની હતી. આ તરફ હવે પોલીસે પણ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ADVERTISEMENT
રાજકોટ SRP ગ્રુપ–13ની C કંપનીમાં ફરજ બજાવતા ગજુભા રાઠોડ નામના જવાને પોતાની જ રિવોલ્વરથી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. આ તરફ રાત્રિના સમયે આ ઘટના બન્યા બાદ તેમને ત્વરિત સ્ટાફ દ્વારા રાજકોટ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. જોકે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હોઇ સારવાર દરમિયાન જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. જોકે હજી સુધી આપઘાતનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી.

ADVERTISEMENT
પરિજનો સહિત પોલીસ પરિવારમાં શોકનો માહોલ
વિગતો મુજબ ગજુભા રાઠોડ શિસ્તબદ્ધ અને ફરજ પર અડગ રહેતા જવાન તરીકે જાણીતા હતા. તેમના આકસ્મિક મૃત્યુના સમાચારથી ન માત્ર તેમના પરિવારજનો પણ SRP કેમ્પ અને પોલીસ વિભાગમાં પણ શોકનો માહોલ ઊભો થયો છે.
ADVERTISEMENT
આ પણ વાંચો : કોઇ ફિલ્મી સ્ટંટ નથી! આ તો પોલીસથી બચવા ગાડીઓને હડફેટે લેનાર બુટલેગરના રિયલ દ્રશ્યો છે
તાજેતરમાં મહિલા GRDએ પણ કર્યો હતો આપઘાતનો પ્રયાસ
ADVERTISEMENT
7 ડિસેમ્બરે કાંકરેજ તાલુકામાં GRDમાં ફરજ બજાવતી એક મહિલા પોલીસકર્મીએ થરાદ ખાતે યોજાયેલી જિજ્ઞેશ મેવાણીની જાહેર સભામાં મંચ પરથી પોતાનાં હકની લડત રજૂ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે પાટણના તબીબે ગાંઠનું ઓપરેશન કરવાને બદલે તેમનું ગર્ભાશય કાઢી નાખ્યું હોવાનો ગંભીર આરોપ મૂક્યો હતો. મહિલા પોલીસકર્મી મુજબ આ અંગે પાટણ સિટી બી-ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ કરવા છતાં કાર્યવાહી થતી ન હોવાથી તેઓએ આત્મહત્યા કરવાની ચેતવણી આપી હતી. આ તરફ બીજા જ દિવસે એટલે કે 8 ડિસેમ્બ, ખાખી વર્દીમાં જ વડાગામ નજીકની કેનાલમાં આપઘાત કરવા માટે પહોંચી ગયેલી યુવતીને સ્થાનિક લોકોએ જોયા બાદ બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.