બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / કોઇ ફિલ્મી સ્ટંટ નથી! આ તો પોલીસથી બચવા ગાડીઓને હડફેટે લેનાર બુટલેગરના રિયલ દ્રશ્યો છે

નવસારી / કોઇ ફિલ્મી સ્ટંટ નથી! આ તો પોલીસથી બચવા ગાડીઓને હડફેટે લેનાર બુટલેગરના રિયલ દ્રશ્યો છે

Published By: Priykant Shrimali

Last Updated: 01:05 PM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Police-Bootlegger Video : ગેરકાયદે દારૂના વેપારમાં સંકળાયેલા બુટલેગરો અને પોલીસે આમને–સામને આવી જતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા, અહીં જુઓ Viral Video

Police-Bootlegger Video : હિન્દી ફિલ્મોમાં જેમ બુટલેગર દારૂની લઈને જતો હોય અને પોલીસ તેની પાછળ પડી હોય તેવું તમે જોયું જ હશે. જોકે આપણાં ગુજરાતમાં પણ આવો જ એક ફિલ્મી સીન સામે આવ્યો છે. વાસ્તવમાં નવસારીમાં ગેરકાયદે દારૂના વેપારમાં સંકળાયેલા બુટલેગરો અને પોલીસે આમને–સામને આવી જતા રાનકુવા વિસ્તારમાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા.

વિગતો મુજબ પોલીસે બુટલેગરોની ગાડીનો પીછો શરૂ કર્યો ત્યારે આરોપીઓએ પોલીસને અટકાવવા માટે કાર ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિ એટલી બેકાબૂ બની ગઈ કે આરોપીઓ ગાડી રોડના મધ્યમાં છોડી દીધીને ભાગી છૂટ્યા હતા. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ જ્યારે પોલીસે બુટલેગરોને રોકવાનો પ્રયાસ કર્યો ત્યારે એક આરોપીએ કારને બેફામ રીતે દોડાવીને રસ્તા પર ઉભેલી અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. અહીં એ વાત પણ નોંધનીય છે કે, આ સમગ્ર ઘટના નજીકના CCTV કેમેરામાં કેદ થઈ છે અને હાલ તેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. આ તરફ હવે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં વધુ એક બ્રિજનું ગર્ડર તૂટી પડતા સર્જાઇ દુર્ઘટના, મામલો પહોંચ્યો ગાંધીનગર

કારમાંથી દારૂનો જથ્થો જપ્ત

વિગતો મુજબ આ કાર્યવાહી દરમિયાન પોલીસે કારમાંથી 4 લાખ રૂપિયાથી વધુનો દારૂ જપ્ત કર્યો છે. આ તરફ પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ અકસ્માતની સંબંધિત કલમો તેમજ પ્રતિબંધિત દારૂના ગુનો હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ આરોપીઓ ફરાર છે અને તેમની શોધખોળ માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Police-Bootlegger Video Navsari CCTV video

Published by

Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ