બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / ગુજરાતમાં વધુ એક બ્રિજનું ગર્ડર તૂટી પડતા સર્જાઇ દુર્ઘટના, મામલો પહોંચ્યો ગાંધીનગર
Last Updated: 12:12 PM, 12 December 2025
Oranga River Bridge : ગુજરાતમાં વધુ એક બ્રિજ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ વલસાડના કૈલાશ રોડ પર ઓરંગા નદી ઉપર બની રહેલા નવા બ્રિજના નિર્માણ દરમિયાન આજે સવારે એક ગંભીર દુર્ઘટના બની હતી. અહીં ઓરંગા નદી પર બની રહેલ બ્રિજના બે પિલર વચ્ચે ગર્ડર મૂકવાની અને લેવલિંગની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન અચાનક સ્ટ્રકચરનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ તરફ અચાનક સ્ટ્રકચરનો ભાગ તૂટી પડતાં અહીં કામ કરી રહેલ પાંચ જેટલા શ્રમિકો સ્ટ્રક્ચરના કાટમાળ નીચે દબાઈ ગયા હતા. જોકે બાદમાં તમામને રેસ્ક્યૂ કરી બહાર કાઢવામાં આવ્યા બાદ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
જાણો શું હતી સમગ્ર ઘટના ?
અત્યાર સુધી મળતી માહિતી પ્રમાણે વલસાડના કૈલાશ રોડ પર ઓરંગા નદી ઉપર બની રહેલા નવા બ્રિજ પર આજે વહેલી સવારે સ્ટ્રકચરનો એક ભાગ તૂટી પડ્યો હતો. આ તરફ ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગ અને પોલીસ તંત્રની ટીમો સ્થળ પર આવી હતી. આ દુર્ઘટનામાં ફાયર ટીમ દ્વારા પાંચ શ્રમિકોને કાટમાળમાંથી સુરક્ષિત બહાર કાઢ્યા હતા. જે બાદમાં તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જોકે હાલ મળતી માહિતી પ્રમાણે તમામ ઈજાગ્રસ્ત શ્રમિકોની તબિયત હાલ સ્થિર છે.
ADVERTISEMENT
શું કહ્યું જિલ્લા પોલીસવડાએ ?
ADVERTISEMENT
આ સમગ્ર ઘટનાને લઈ વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું કે, ગર્ડર મૂક્યા પછી લેવલિંગની પ્રક્રિયા દરમિયાન અચાનક સ્ટ્રકચરનો એક ભાગ ‘સ્લીપ’ થવાને કારણે આ દુર્ઘટના બની હોવાનું પ્રાથમિક તારણ બહાર આવ્યું છે. પાંચેય શ્રમિકોની તબિયત સારવાર હેઠળ સારી હોવાનું પણ તેમણે જણાવ્યું.

ADVERTISEMENT
શું કહ્યું પ્રાંત અધિકારીએ ?
સમગ્ર મામલે પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારના નિયમો અનુસાર જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવશે અને દુર્ઘટનાના ચોક્કસ કારણો અંગે વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. હાલ ઘટના સ્થળે ક્રેનની મદદથી કાટમાળ હટાવવાની કામગીરી ચલાવવામાં આવી રહી છે.
ADVERTISEMENT
બ્રિજ દુર્ઘટનાની છેક ગાંધીનગર સુધી લેવાઈ નોંધ
ADVERTISEMENT
વલસાડમાં નવા બની રહેલા બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની નોંધ છેક ગાંધીનગર સુધી લેવાઈ છે. આ અંગે માર્ગ અને મકાન વિભાગની સર્કલ ઓફિસરને તપાસ સોંપાઈ છે. જેથી હવે સ્થળ મુલાકાત કરી અકસ્માત સંદર્ભે વિગતો વિભાગને રજૂ કરશે. જેમાં માર્ગ અને મકાન વિભાગ સરકારને અકસ્માતના કારણોને રીપોર્ટ સોંપશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.