બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / વહેલી સવારે બાઇક-રિક્ષા વચ્ચે ટક્કર બાદ બંને વાહનોમાં ભયાનક આગ, મહિલા જીવતી ભૂંજાઈ, 4 ગંભીર

દુર્ઘટના / વહેલી સવારે બાઇક-રિક્ષા વચ્ચે ટક્કર બાદ બંને વાહનોમાં ભયાનક આગ, મહિલા જીવતી ભૂંજાઈ, 4 ગંભીર

Priykant Shrimali

Last Updated: 11:04 AM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Bike Rickshaw Accident : સવારે એક બાઇક અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી, કાળમુખી આગમાં એક મહિલા જીવતી ભૂંજાઈ

Bike Rickshaw Accident : અંકલેશ્વરથી વહેલી સવારે એક દુખદ અકસ્માતના સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ અંકલેશ્વર-વાલિયા રોડ પર આવેલા કોસમડી ગામ પાસે આજે એટલે કે 12 ડિસેમ્બર અને શુક્રવારની સવારે એક દર્દનાક દુર્ઘટનામાં એક મહિનાનું કરૂણ મોત થયું છે. મળતી માહિતી પ્રમાણે આજે સવારે એક બાઇક અને રિક્ષા વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં બંને વાહનોમાં આગ ભભૂકી ઉઠી હતી. જોકે આ કાળમુખી આગમાં એક મહિલા જીવતી ભૂંજાઈ ગઈ હોવાનું પણ સામે આવ્યું છે. આ સાથે અન્ય ચાર લોકો ગંભીર રીતે દાઝી જતાં તેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

જોત જોતાંમાં મહિલા જીવતી ભૂંજાઈ

આ ઘટનાની પ્રાથમિક માહિતી પ્રમાણે આજે સવારે થયેલ કોસમડી પાસે બાઇક અને રિક્ષા અચાનક ટકરાયા હતાં. જોકે આ અકસ્માતમાં બાઇક અને રિક્ષા બંનેમાં આગ ભભૂકી ઉઠી હતી. આ તરફ એક કરુણ અને દુખદ ઘટના તો એ બની કે રિક્ષામાં સવાર એક મહિલાને બહાર નીકળવાનો મોકો પણ ન મળ્યો અને તે રિક્ષામાં જ જીવતી ભૂંજાઈ જતાં મોત થયું છે. આ તરફ આ ઘટનામાં ચારેક લોકો પણ આગને ઝપેટમાં આવતા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા સારવાર અર્થે ખસેડાયા હતા.

આ પણ વાંચો : તળાવમાં નહાવા ગયેલ 7 કિશોરો પૈકી 3નું ડૂબી જતાં મોત, પરિજનો સહિત પંથકમાં શોક

સ્થાનિકોના મત મુજબ બાઇક અને રિક્ષાએ એકસાથે ટર્ન મારતા હોવાથી અકસ્માત થયો હતો. ઘટનાની માહિતી મળતા જ જીઆઇડીસી પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. આ તરફ રિક્ષામાં જ જીવતી ભૂંજાઈ ગયેલ મહિલાનો મૃતદેહ કબજે લઈને વધુ તપાસ હાથ ધરી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bike-rickshaw accident Ankleshwar GIDC Police
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ