બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / તળાવમાં નહાવા ગયેલ 7 કિશોરો પૈકી 3નું ડૂબી જતાં મોત, પરિજનો સહિત પંથકમાં શોક

દુખદ સમાચાર / તળાવમાં નહાવા ગયેલ 7 કિશોરો પૈકી 3નું ડૂબી જતાં મોત, પરિજનો સહિત પંથકમાં શોક

Priykant Shrimali

Last Updated: 10:17 AM, 12 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Daman Antiyava Lake : તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોરોમાંથી 4 કિશોરો અચાનક ડૂબવા લાગ્યા અને પછી 3 લોકો બહાર આવ્યા અને બૂમાબૂમ કરતાં... અહીં જાણો તમામ વિગતો

Daman Antiyava Lake : દમણથી એક દુ:ખદ સમાચાર સામે આવ્યા છે. એક તળાવમાં ડૂબી જવાથી 4 બાળકોના મોત થયા છે. પ્રાથમિક વિગતો મુજબ દમણના આંટિયાવાડ તળાવમાં 7 કિશોરો નહાવા ગયા હતા. જોકે આ 7માંથી 3 બાળકોના ડૂબી જવાથી મોત થયા છે. આ તરફ ફાયર ટીમ દ્વારા આ 3 કિશોરોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં મૃતકોના પરિજનો સહિત પંથકમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે.

શું છે સમગ્ર મામલો ?

વલસાડ જિલ્લાની નજીક આવેલ સંઘ પ્રદેશ દમણના આંટિયાવાડ તળાવમાં ગઇકાલે સાંજે 7 જેટલા કિશોરો નહાવા પડ્યા હતા. જોકે આપણે ત્યાં કહેવત છે ને કે "ન જાણ્યું જાનકીનાથે કાલ સવારે શું થવાનું" તેની જેમ આ 7 પૈકી અત્યાર સુધી 3 બાળકોના મોત થયાનું સામે આવ્યું છે. આ સાથે અન્ય એક બાળકને સ્થાનિકોએ બચાવી લીધો હોવાનું પણ ખૂલ્યું છે.

પોલીસ અને ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યા

આ તરફ સમગ્ર ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ અને ફાયરની ટીમ ત્વરિત સ્થળ પર પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધર્યું હતું. જોકે હાલ સુધી મળતી માહિતી મુજબ 3 બાળકોના મૃતદેહ મળી આવ્યા છે.

આ પણ વાંચો : કાંકરિયા કાર્નિવલ 2025 માટે થઈ જાઓ તૈયાર, ખ્યાતનામ કલાકારો કરશે લાઈવ પર્ફોર્મન્સ, અહીં જાણો તમામ માહિતી

7 ડૂબ્યાં અને 3 બહાર આવ્યા અને પછી...

મળતી માહિતી પ્રમાણે દમણના આંટિયાવાડ તળાવમાં ન્હાવા પડેલા 7 કિશોરોમાંથી 4 કિશોરો અચાનક ડૂબવા લાગ્યા હતા. જોકે આ 7માંથી 3 બાળકોએ બહાર આવી અને મદદ માટે બૂમાબૂમ કરી મુકી હતી. જે બાદમાં તળાવમાં રહેલ એક બાળકને બચાવી લેવાયો તો અન્ય ત્રણના મૃતદેહ મળી આવ્યા છે. આ તરફ 3 કિશોરોના દુ:ખદ મોતને લઈ તેમના પરિજનોને માથે જાણે આભ ફાટી પડ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Antiyava Lake Valsad Daman
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ