બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / કાંકરિયા કાર્નિવલ 2025 માટે થઈ જાઓ તૈયાર, ખ્યાતનામ કલાકારો કરશે લાઈવ પર્ફોર્મન્સ, અહીં જાણો તમામ માહિતી
Last Updated: 09:09 AM, 12 December 2025
Kankaria Carnival 2025 : દર વર્ષ ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસોમાં મેટ્રો સિટી અમદાવાદમાં યોજાતા કાંકરિયા કાર્નિવલને લઈ મોટી અપડેટ સામે આવી છે. વાસ્તવમાં આ વર્ષે પણ 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી કાંકરિયા કાર્નિવલ યોજાનાર હોઇ તેની તમામ તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે.
ADVERTISEMENT
ક્યારે થશે કાર્નિવલ મહોત્સવનું ઉદ્ઘાટન?
આ વર્ષે પણ AMC દ્વારા કાર્નિવલને વિશિષ્ટ બનાવવાના અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. વિગતો મુજબ કાંકરિયા કાર્નિવલ 2025નો ઉદ્ઘાટન કાર્યક્રમ 25 ડિસેમ્બર, સાંજે 7 વાગ્યે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે.
ADVERTISEMENT
આ વખતે શું-શું નવું હશે ?
સાત દિવસ ચાલનારા આ રંગારંગ કાર્નિવલમાં મહેમાનોને અનેક નવા અને ખાસ શો જોવા મળશે. એમાં ખાસ કરીને ડ્રોન શો, લાઈટ એન્ડ સાઉન્ડ શો, પેટ ફેશન શો અને પાયરો શો (ફાયર ડાન્સ) સહિતના કાર્યક્રમો યોજાશે.
ADVERTISEMENT
કાંકરિયા કાર્નિવલ 2025 કલાકારોનું પરફોર્મન્સ
અમદાવાદમાં 25 ડિસેમ્બરથી 31 ડિસેમ્બર 2025 સુધી ચાલનારા કાંકરિયા કાર્નિવલ 2025 દરમિયાન ગુજરાતી સંગીત અને મનોરંજનના અનેક દિગ્ગજ કલાકારો લાઈવ પર્ફોર્મન્સ કરશે. જેમાં સંભવિત રીતે કિર્તીદાન ગઢવી, પ્રિયંકા બાસુ, સંકેત ખંડેર બેન્ડ, પાર્થ ઓઝા, શિવાની દેસાઈ, ગીતાબેન રબારી, નિરજ ગજ્જર, અક્ષય તમયચા, મિતાલી નાગ, મનન દેસાઈ, ઓમ ભટ્ટ, દિપ વૈદ્ય, ચિરાયુ મિસ્ત્રી (સ્ટેન્ડઅપ કોમેડી), બ્રીજદાન ગઢવી, ઇશાની દવે સહિતના લોકો લાઈવ પર્ફોર્મન્સ કરશે.
ADVERTISEMENT

કાંકરિયા કાર્નિવલ 2025માં રોજ રાત્રે ડ્રોન શો
ADVERTISEMENT
આ સાથે દરરોજ રાત્રે 10 વાગ્યે ભવ્ય ડ્રોન શો આખા કાંકરિયા તળાવને રંગીન પ્રકાશોથી ઝગમગાવશે. 26 ડિસેમ્બરથી રોજ સવારે 6 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી જુદા જુદા પ્રોગ્રામ્સ યોજાશે.
ADVERTISEMENT
હવે છેલ્લે જાણો કે એન્ટ્રી ફી શું હશે ?
મહત્વનું છે કે, અમદાવાદમાં યોજાનાર કાંકરિયા કાર્નિવલ 2025માં કોઈપણ પ્રકારની એન્ટ્રી ફી નથી. અહીં તમને આખો દિવસ મફતમાં મજા કરવા મળશે. હવે આપણે કાંકરિયા કાર્નિવલ 2025માં પ્રવેશની વાત કરીએ તો પ્રવેશનો સમય સવારે 4:00 થી રાત્રે 10:00 સુધીનો હશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.