બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / હવે સુરેન્દ્રનગરમાં 5થી વધુ માસૂમને રખડતા શ્વાને ભર્યા બચકાં, મનપાએ આપ્યો અદ્ધરતાલ જવાબ!

દહેશત / હવે સુરેન્દ્રનગરમાં 5થી વધુ માસૂમને રખડતા શ્વાને ભર્યા બચકાં, મનપાએ આપ્યો અદ્ધરતાલ જવાબ!

Mit Soni

Last Updated: 10:30 PM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં હડકાયા શ્વાનનો આતંક ફેલાયો છે. ફળીઓમાં રમતા બાળકો પર શ્વાનના હુમલાથી વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે.

સુરેન્દ્રનગરના રતનપર વિસ્તારમાં હડકાયા શ્વાને આતંક મચાવ્યો છે. ખાસ કરીને ફળીમાં રમતા નાના બાળકોને બચકા ભરતા વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે. 5થી વધુ બાળકોને શ્વાનોએ બચકા ભર્યા હતા. જેના કારણે લોકો હવે ઘરની બહાર નીકળતા પણ ડરે છે.

ઘટનાથી ગભરાયેલા લોકો તરત જ ઈજાગ્રસ્ત બાળકોને નજીકની હોસ્પિટલમાં લઈ ગયા જ્યાં તેમની સારવાર કરવામાં આવી રહી છે. ડોક્ટરો મુજબ મોટાભાગના બાળકોને થોડી ઈજા થઈ છે.

vtv app promotion

વિસ્તારના લોકોએ તાત્કાલિક સુરેન્દ્રનગર મનપાને ફોન કરીને શ્વાન પકડવાની માંગ કરી હતી. પરંતુ મનપાના સંબંધિત વિભાગ તરફથી મળેલા જવાબથી લોકોમાં નારાજગી ફેલાઈ હતી. મનપા દ્વારા કહેવામાં આવ્યું હતું કે "શ્વાન પકડવાની વ્યવ્સ્થા જ ન હોવાનું કહેવામાં આવ્યું હતું"

વધુ વાંચો: 4 થેલા ભરીને પોલીસે ડોક્યુમેન્ટ કબ્જે કર્યા, બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસનો ધમધમાટ

નાગરિકોનો આક્ષેપ છે કે વિસ્તારમાં હડકાયા શ્વાનોની સંખ્યા છેલ્લા કેટલાક મહિનાથી વધી રહી છે, છતાં મનપા તરફથી કોઈ પગલા લેવામાં આવ્યા નથી. બાળકો પર હુમલાની ઘટના બાદ લોકોએ વિસ્તારને વધુ સુરક્ષિત બનાવવા, શ્વાનોને પકડવા માટે લેવા અને નિયમિત ડૉગ-કંટ્રોલ ડ્રાઇવ ચલાવવાની માંગ કરી છે.

હાલ બાળકોની સારવાર ચાલુ છે અને પરિવારજનોએ મનપા તંત્રને કડક પગલા લેવા અપીલ કરી છે, જેથી આવી ઘટના ફરી ન બને.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Children injured by stray dog tray dog attack Surendranagar Dog menace in Ratanpar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ