બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 4 થેલા ભરીને પોલીસે ડોક્યુમેન્ટ કબ્જે કર્યા, બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસનો ધમધમાટ

કૌભાંડ / 4 થેલા ભરીને પોલીસે ડોક્યુમેન્ટ કબ્જે કર્યા, બોગસ લગ્ન નોંધણી કૌભાંડમાં તપાસનો ધમધમાટ

Mit Soni

Last Updated: 06:04 PM, 11 December 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Marriage Registration Scam: પંચમહાલ જિલ્લો બોગસ લગ્ન નોંધણીનો હબ બન્યો છે. આ બોગસ લગ્ન નોંધણી કરવા માટેના સ્ટેંપ મહેસાણાથી ખરીદવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે, જો તંત્ર દ્વારા વધુ તપાસ કરવામાં આવેતો વધુ કૌભાંડ બહાર આવે તેવી શક્યતા છે.

પંચમહાલ જિલ્લો બોગસ લગ્ન નોંધણીનો હબ બન્યો છે. કણજીપાણી ગામમાં બોગસ લગ્ન નોંધણી કૌભાંડના પર્દાફાશ બાદ વધુ એક ગામ કંકોડાકોઈમાં બોગસ લગ્ન નોંધણીનો કેસ સામે આવ્યો છે. જેમાં લગ્નની નોંધણી એક દિવસ પહેલાં થઈ ગઈ અને તેનો સ્ટેમ્પ પેપર બીજા દિવસે મહેસાણાથી ખરીદવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું છે! સંજય ઠાકોર અને નીતા ઠાકોર નામના દંપતીના નામે 3 ફેબ્રુઆરી 2025ના રોજ કંકોડાકોઈ ગ્રામ પંચાયતમાં લગ્ન નોંધણી કરવામાં આવી હતી. જોકે, તપાસમાં ખુલ્યું કે આ લગ્ન નોંધણી માટે વપરાયેલો સ્ટેમ્પ પેપર 4 ફેબ્રુઆરી 2025ના રોજ મહેસાણા ખાતેથી ખરીદવામાં આવ્યો હતો. એટલે કે, લગ્ન નોંધણીના એક દિવસ પછી જ સ્ટેમ્પ પેપર ખરીદાયો હતો!ત્યારે સવાલ ઉઠી રહ્યા છે કે, સ્ટેમ્પ પેપર વગર કેવી રીતે લગ્ન નોંધણી કરવામાં આવી? જો તંત્ર દ્વારા કંકોડાકોઈ ગામના તલાટીની પણ તપાસ કરવામાં આવે તો વધુ એક મોટું કૌભાંડ બહાર આવવાની શક્યતા છે.

vtv app promotion

કંકોડાકોઈ અને નાથકુવા ગ્રામ પંચાયતના તલાટીએ 300થી વધુ બોગસ લગ્ન નોંધણી કરી હોવાનું સામે આવ્યું છે. આ બંને ગામોમાં એક પણ મુસ્લિમ પરિવાર રહેતો નથી, ન મસ્જિદ છે, ન દરગાહ છે, તો પણ તલાટીએ અહીં “નિકાહ” નોંધી દીધા હતા! તલાટી-કમ-મંત્રી પ્રવીણ પટેલે ખોટા દસ્તાવેજોના આધારે આડેધડ ક્રમ નંબર નોંધીને સેંકડોની સંખ્યામાં બોગસ લગ્ન નોંધી દીધા હતા. આ કૌભાંડની જાણ કંકોડાકોઈના પૂર્વ સરપંચે કરી હતી. તેમણે હાલોલના ધારાસભ્ય જયદ્રથસિંહ પરમારને રજૂઆત કરી હતી. ધારાસભ્યએ પણ આ મામલે જિલ્લા વહીવટી તંત્રનું ધ્યાન દોર્યં હતું. ત્યારે જિલ્લા કક્ષાએથી માત્ર ખાનાપૂર્તિની તપાસ કરીને દસ્તાવેજો લઈ આવવામાં આવ્યા અને તલાટી પ્રવીણ પટેલની માત્ર બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો છે. આ કેસની તટસ્થ તપાસ કરવામાં આવે તો મોટા અધિકારીઓ સુધી તપાસનો રેલો પહોંચી શકે છે.

વધુ વાંચો: કેન્દ્રીય કર્મીઓ માટે માઠા સમાચાર! મોંઘવારી ભથ્થા પર લાગી શકે છે મોટો ઝટકો

કૌભાંડનો પર્દાફાશ કેવી રીતે થયો ?

કંકોડાકોઈના પૂર્વ સરપંચે ગ્રામ પંચાયતના દસ્તાવેજો તપાસતા નોંધણીમાં અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. સૌપ્રથમ તેમને “નિકાહ” શબ્દવાળી અનેક એન્ટ્રીઓ પર શંકા ઊભી થઈ. કારણ કે ગામમાં મુસ્લિમ જનસંખ્યા જ ન હોય ત્યારે નિકાહની નોંધણી કેવી રીતે થઈ શકે?

Kankodakoi-village-fraud

આ કૌભાંડ હવે રાજકીય અને વહીવટી સ્તરે ચર્ચાનો વિષય બન્યું છે અને જો યોગ્ય તપાસ થશે તો અનેક નવા તથ્યો બહાર આવી શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Kankodakoi village fraud Fake marriage certificates Panchmahal marriage registration scam
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ