બ્રેકિંગ ન્યુઝ
કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરોને નવા વર્ષમાં સામાન્ય પગાર વધારા સાથે સંતોષ માનવો પડી શકે છે. જાન્યુઆરી 2026 થી અમલમાં આવતા મોંઘવારી ભથ્થા DA અને મોંઘવારી રાહત DR સુધારાઓમાં આ વર્ષે માત્ર 2 ટકાનો વધારો થવાની સંભાવના છે. જો આવું થાય, તો કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થું 58% થી વધીને 60% થશે જે 7 વર્ષમાં સૌથી ઓછો વધારો છે. ઉલ્લેખનીય છે કે મોંઘવારી ભથ્થાની ગણતરી ઔદ્યોગિક કામદારો માટે ગ્રાહક ભાવ સૂચકાંકના આધારે કરવામાં આવે છે. જુલાઈ 2025 થી ઓક્ટોબર 2025 સુધી આ સૂચકાંકમાં સતત વધારો થયો છે, જે વધતી જતી મોંઘવારી દર્શાવે છે. આ વધારો એટલો વધુ નથી કે ભથ્થું 61% સુધી પહોંચે.
ADVERTISEMENT

આ કાર્યકાળ 31 ડિસેમ્બરે પુરો થશે
ADVERTISEMENT
7માં પગાર પંચના 10 વર્ષના સમયગાળામાં આ પહોલો સુધારો હશે. 7માં પગાર પંચનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2025એ પુર્ણ થાય છે. જ્યારે 8માં પગાર પંચ લાગુ કરવાની વિચારણા ચાલી રહી છે. જો કે તેને લઈને કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આયોગ પાસે અહેવાલ રજૂ કરવા માટે 18 મહિનાનો સમય છે અને સામાન્ય રીતે નવા પગાર માળખાને અમલમાં મૂકવા માટે રિપોર્ટ પછી 1-2 વર્ષનો સમય લાગે છે. આનો અર્થ એ છે કે કર્મચારીઓને 2027 ના અંત સુધીમાં અથવા 2028 ની શરૂઆતમાં 8મા પગાર પંચના લાભો મળી શકે છે.
વધુ વાંચો: પોલીસ ભરતીને લઈ મોટા સમાચાર, ઉમેદવારો ભૂલ્યા વિના વાંચી લે
ADVERTISEMENT
કેન્દ્રીય કર્મચારીઓ ટેંશનમાં
કર્મચારીઓની સૌથી મોટી ચિંતા એ છે કે શું નવું પગાર પંચ જાન્યુઆરી 2026 થી લાગુ થશે ? કારણ કે સરકારે સંસદમાં આ મુદ્દા પર સ્પષ્ટ જવાબ આપ્યો નથી. તેથી તે લગભગ નિશ્ચિત છે કે મોંઘવારી ભથ્થું આગામી કેટલાક વર્ષો સુધી, જ્યાં સુધી 8મા પગાર પંચનો સંપૂર્ણ અમલ ન થાય ત્યાં સુધી વર્તમાન માળખા મુજબ ચાલુ રહેશે. ભથ્થામાં આ નાનો વધારો એ પણ મહત્વપૂર્ણ છે કારણ કે 8મા પગાર પંચના અમલીકરણ પછી, તે સમયનો DA મૂળ પગારમાં ઉમેરવામાં આવે છે, અને DA ફરીથી શૂન્યથી શરૂ થાય છે. આનો અર્થ એ છે કે જાન્યુઆરી 2026 થી જુલાઈ 2027 સુધીના ચાર ભથ્થા સુધારાઓ નવા પગાર માળખામાં તમારા મૂળ પગારને સીધા નક્કી કરશે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.