બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / International Yoga Day become a global movement pm narendra modi adress to nation from america

International Yoga Day / વૈશ્વિક આંદોલન બની ગયું છે યોગ, પૃથ્વીના બે ધ્રુવ જોડાઈ રહ્યા છે: PM મોદીએ અમેરિકાથી દેશને કર્યું સંબોધન, જુઓ શું કહ્યું

Arohi

Last Updated: 09:20 AM, 21 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

International Yoga Day: PM મોદી અમેરિકા યાત્રા પર છે. યોગ દિવસના અવસર પર તેમણે દેશવાસીઓને સંબોધિત કર્યા. આ સમયે PM મોદીએ જણાવ્યું કે તે UNમાં યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે.

  • અમેરિકાના પ્રવાસ પર છે PM મોદી
  • યોગ દિવસ પર દેશવાસીઓને કર્યા સંબોધિત 
  • UN યોગ દિવસના કાર્યક્રમમાં ભાગ લેશે PM મોદી

PM મોદીએ અમેરિકાથી યોગ દિવસના અવસર પર ભારતના લોકોને સંબોધિત કર્યા છે. PM મોદીએ કહ્યું કે હું તમને બધાને આ વીડિયો સંદેશના માધ્યમથી જોડી રહ્યો છું. પરંતુ હું યોગ કરવાના કાર્યક્રમમાંથી નથી ભાગી રહ્યો. 

આજે સાંજે ભારતીય સમય અનુસાર લગભગ 5.30 વાગ્યે સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં વિશાળ યોગ કાર્યક્રમમાં શામેલ થઈશ. ભારતના આહ્વાહન પર દુનિયાના 180થી વધારે દેશોનું એક સાથે આવવું ઐતિહાસિક અને અભૂતપૂર્વ છે. 

રેકોર્ડ દેશોએ આપ્યું યોગને સમર્થન 
PM મોદીએ યોગ દિવસના અવસર પર કહ્યું, તમને યાદ હશે કે જ્યારે 2014માં UN જનરલ એસેંબલીમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો પ્રસ્તાવ આવ્યો હતો રેકોર્ડ દેશોએ તેને સમર્થન આપ્યું હતું. ત્યારથી લઈને આજ સુધી આંતરરાષ્ટ્રીય યોગ દિવસ દ્વારા યોગ એક વૈશ્વિક આંદોલન બની ગયું છે. 

PM મોદીએ કહ્યું કે આ વર્ષે યોગ દિવસના કાર્યક્રમોને ઓશન રિંગ ઓફ યોગાએ વધારે ખાસ બનાવી દીધો છે. તેનો આઈડિયા યોગના વિચાર અને સમુદ્રના વિસ્તાર માટે પારસ્પરિક સંબંધ પર આધારિત છે. 

લોકોએ યોગની ઉર્જાને અનુભવી 
આજે આખી દુનિયામાં લોકો યોગ અને વસુઘૈવ કુટુંબકમની થીયરી પર એત સાથે યોગ કરી રહ્યા છે. આપણા ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે યોગથી આપણને સ્વાસ્થ્ય, આયુષ્ય અને બળ મળે છે. આપણાંમાંથી ઘણા લોકોએ યોગની ઉર્જાને અનુભવી છે. વ્યક્તિગત સ્તર પર આપણા માટે સારૂ સ્વાસ્થ્ય કેટલું જરૂરી હોય છે આ આપણે જાણીએ છીએ. યોગ એક શક્તિશાળી સમાજનું નિર્માણ કરે છે. 

PM મોદીએ કહ્યું કે પાછલા થોડા વર્ષોમાં સ્વચ્છ ભારતથી લઈને સ્ટાર્ટઅપ જેની વસ્તુઓમાં જે અસાધારણ ગતિ જોવા મળી. તેમાં આ ઉર્જાની અસર જોવા મળી છે. ભારતની સંસ્કૃતિ હોય કે પછી સમાજ સંરચના, આધ્યાત્મ હોય કે પછી આપણી દૃષ્ટિ હોય... આપણે હંમેશા અપનાવવા વાળી પરંપરાનું સ્વાગત કર્યું છે. નવા વિચારોને સંરક્ષણ આપ્યું છે. આપણે વિવિધતાઓને સેલિબ્રેટ કર્યું છે. આવી દરેક સંભાવનાઓને યોગ પ્રબળ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ