બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ! સુનામીનું એલર્ટ, અનેક આફ્ટરશોક્સથી લોકોમાં દહેશત

વર્લ્ડ / ઇન્ડોનેશિયામાં 7.7ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ! સુનામીનું એલર્ટ, અનેક આફ્ટરશોક્સથી લોકોમાં દહેશત

Published By: Jinal Chauhan

Last Updated: 07:46 AM, 15 August 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ડોનેશિયાના દરિયાકાંઠા નજીક શનિવારે વહેલી સવારે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. દરિયાની અંદર આવેલા આ ભૂકંપ બાદ સુનામીની આશંકાને પગલે ચેતવણી જાહેર કરવામાં આવી હતી.

ઇન્ડોનેશિયાના દરિયાકાંઠા નજીક શનિવારે વહેલી સવારે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર દરિયાની અંદર લગભગ 35 કિલોમીટરની ઊંડાઈએ હોવાનું સામે આવ્યું છે. ભૂકંપ બાદ ઇન્ડોનેશિયામાં સુનામીની આશંકાને પગલે ચેતવણી જાહેર કરવામાં આવી છે. યુરોપિયન-મેડિટેરેનિયન સિસ્મોલોજિકલ સેન્ટર એટલે કે EMSCના જણાવ્યા અનુસાર મુખ્ય ભૂકંપ બાદ ઓછામાં ઓછા ત્રણ આફ્ટરશોક પણ નોંધાયા છે. દરિયાની અંદર ભૂકંપ આવ્યો હોવાથી તેની અસર જમીન પર કેટલી થઈ છે તે અંગે હાલ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. અધિકારીઓ સમગ્ર સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

ઇન્ડોનેશિયાના દરિયાકાંઠે આવ્યો 7.7ની તીવ્રતાનો ભૂકંપ

ઇન્ડોનેશિયાના દરિયાકાંઠા નજીક શનિવારે વહેલી સવારે 7.7ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ નોંધાયો હતો. EMSCના જણાવ્યા પ્રમાણે ભૂકંપનું કેન્દ્ર દરિયાની અંદર હતું. તેની ઊંડાઈ લગભગ 35 કિલોમીટર હોવાનું જણાવવામાં આવ્યું છે. સ્થાનિક સમય અનુસાર ભૂકંપ સવારે લગભગ 4:58 વાગ્યે નોંધાયો હતો. ભૂકંપની તીવ્રતાને જોતા તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

ભૂકંપ બાદ ત્રણ આફ્ટરશોક નોંધાયા

મુખ્ય ભૂકંપ બાદ ઇન્ડોનેશિયામાં ઓછામાં ઓછા ત્રણ આફ્ટરશોક નોંધાયા છે. આફ્ટરશોક એટલે મુખ્ય ભૂકંપ બાદ આવતા નાના કે મોટા ભૂકંપના ઝટકા. સતત આફ્ટરશોક નોંધાતા હોવાને કારણે અધિકારીઓ સતર્ક બન્યા છે. ધરતીની અંદરની હિલચાલ હજુ ચાલુ હોવાની શક્યતા વચ્ચે વધુ ઝટકા આવી શકે છે. સ્થાનિક તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે.

Earthquake-in-Alaska

સુનામીની આશંકા વચ્ચે ઇન્ડોનેશિયામાં ચેતવણી

સમુદ્રની અંદર શક્તિશાળી ભૂકંપ આવ્યા બાદ ઇન્ડોનેશિયાની હવામાન અને ભૂભૌતિક એજન્સી BMKGએ કેટલાક વિસ્તારો માટે સુનામીની ચેતવણી જાહેર કરી હતી. એજન્સીની ટીમો સ્થિતિ પર સતત નજર રાખી રહી છે. ભૂકંપ બાદ દરિયાઈ વિસ્તારોમાં સંભવિત અસર અંગે પણ આકલન કરવામાં આવી રહ્યું છે. સુનામીની સ્થિતિ અંગે કોઈપણ નવી માહિતી પર અધિકારીઓની નજર છે.

vtv app promotion

આ પણ વાંચોઃ ભારતીય વિદ્યાર્થીઓ માટે અમેરિકામાં ઉઠ્યો અવાજ, સ્ટુડન્ટ વિઝા ન અપવા પર ભડક્યા 30 સાંસદ

ઓસ્ટ્રેલિયા માટે સુનામીનો ખતરો નથી

બીજી તરફ ઓસ્ટ્રેલિયાની સુનામી ચેતવણી એજન્સીએ જણાવ્યું છે કે આ ભૂકંપને કારણે ઓસ્ટ્રેલિયાની મુખ્ય ભૂમિ, તેના ટાપુઓ અથવા અન્ય વિસ્તારો માટે સુનામીનો ખતરો નથી. એટલે ઓસ્ટ્રેલિયામાં હાલ રાહતની સ્થિતિ છે. જોકે ઇન્ડોનેશિયામાં દરિયાની નજીક આવેલા વિસ્તારોમાં તંત્ર સાવચેતી રાખી રહ્યું છે. પરિસ્થિતિમાં કોઈ ફેરફાર થાય તો સંબંધિત એજન્સીઓ તરફથી નવી માહિતી જાહેર કરવામાં આવશે.

જમીન પર નુકસાન અંગે હજુ કોઈ સ્પષ્ટ માહિતી નથી

ભૂકંપનું કેન્દ્ર સમુદ્રની અંદર હોવાથી ઇન્ડોનેશિયામાં જમીન પર તેની કેટલી અસર થઈ છે તે અંગે હજુ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. અત્યાર સુધી જાનમાલના નુકસાન કે અન્ય મોટા નુકસાનની કોઈ માહિતી આપવામાં આવી નથી. અધિકારીઓ અસરગ્રસ્ત વિસ્તારોની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. આગામી સમયમાં વધુ માહિતી સામે આવે તેવી શક્યતા છે.

ઇન્ડોનેશિયા કેમ ભૂકંપ માટે સંવેદનશીલ છે?

ઇન્ડોનેશિયા ભૂકંપ અને જ્વાળામુખીની પ્રવૃત્તિ માટે સંવેદનશીલ વિસ્તાર માનવામાં આવે છે. તેનું એક મુખ્ય કારણ એ છે કે ઇન્ડોનેશિયા પ્રશાંત મહાસાગરની આસપાસ આવેલા જ્વાળામુખી અને ફોલ્ટ લાઇનોના વિશાળ પટ્ટા એટલે કે ‘રિંગ ઓફ ફાયર’ વિસ્તારમાં આવેલું છે. આ વિસ્તારમાં ધરતીની ટેક્ટોનિક પ્લેટોમાં સતત હિલચાલ થતી રહે છે. તેના કારણે અહીં ભૂકંપ અને જ્વાળામુખી સંબંધિત ઘટનાઓ વારંવાર જોવા મળે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Indonesia Earthquake Tsunami Warning 7.7 Magnitude Earthquake

Published by

Jinal Chauhan

Jinal Chauhan is working as a Jr. Sub Editor in VTVGujarati Digital

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ