બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / India's joy in National Assembly as Shehbaz becomes PM, what Imran's leader said goes viral
Last Updated: 09:34 PM, 5 March 2024
પાકિસ્તાનમાં નવી સરકારની રચના કરવામાં આવી છે. શાહબાઝ શરીફ બીજી વખત પાકિસ્તાનના વડાપ્રધાન બનવામાં સફળ થયા છે. સરકાર બન્યા બાદ નેશનલ એસેમ્બલીનું સત્ર પણ શરૂ થઈ ગયું છે. અહીં પીટીઆઈ નેતા ગૌહર ખાને પીએમ શાહબાઝ પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને પાડોશી દેશ ભારત પાસેથી શીખવાની સલાહ આપી છે. વિભાગોના વિભાજન દરમિયાન દરેકને ખુશ કરવા માટે શાહબાઝે કેટલાક વિભાગો વધાર્યા અને વહેંચ્યા. આ મુદ્દે ગૌહરે વર્તમાન સરકાર પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો છે અને કડક શબ્દોમાં વાત કરી છે. તેમણે કહ્યું કે લોકતાંત્રિક વ્યવસ્થા બનાવવા અને ચલાવવા માટે આપણે ભારત પાસેથી શીખવાની જરૂર છે.
ADVERTISEMENT

શરીફ પરિવારનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમનું પેટ ભરવા અને તેમના સંબંધીઓને ફાયદો કરાવવાનો
ADVERTISEMENT
પીટીઆઈના નેતાએ કહ્યું કે શરીફ પરિવારનો એકમાત્ર ઉદ્દેશ્ય તેમનું પેટ ભરવા અને તેમના સંબંધીઓને ફાયદો કરાવવાનો છે. કોઈપણ જરૂરિયાત વગર વિભાગો વધારીને લોકોમાં વહેંચવામાં આવ્યા છે. શહેબાઝ શરીફ પર નિશાન સાધતા ગૌહર ખાને કહ્યું, હું તમને ભારતનું ઉદાહરણ આપું. 1971માં ભારતની વસ્તી 54 કરોડની આસપાસ હતી. અત્યારે ત્યાંની વસ્તી 140 કરોડ છે. 1971માં ત્યાં લોકસભાની બેઠકોની સંખ્યા એટલી જ હતી. 140 કરોડની વસ્તી હોવા છતાં, બેઠકોની સંખ્યા એટલી જ છે.

ADVERTISEMENT
વધુ વાંચો : BREAKING : શાહબાઝ શરીફ બીજી વાર બન્યાં PM, બોલ્યાં- 'પાકિસ્તાનની નૈયા પાર લગાવીશું'
શરીફ પરિવારની રાજનીતિએ દેશને પછાત કરી દીધો
ADVERTISEMENT
પોતાની વાતને આગળ વધારતા ખાને કહ્યું, વસ્તી વધી હોવા છતાં ભારતમાં સીટોમાં વધારો થયો નથી. તેઓ તેમના લોકો માટે પૈસા બચાવવા માંગે છે. તેઓએ સીટો વધારવા અને પોસ્ટની વહેંચણી પર ધ્યાન આપ્યું નથી. હાલમાં 1000 કરોડ રૂપિયાનું બજેટ છે. તેમણે કહ્યું કે, જો સત્તામાં હોદ્દાઓની વહેંચણી ન કરવામાં આવે અને લોકોને એડજસ્ટ કરવામાં ન આવે તો લોકશાહી આગળ વધે છે. પરંતુ જો નફાને ધ્યાનમાં રાખવામાં આવે તો દેશની પ્રગતિમાં અવરોધો આવે છે. ગૌહર ખાને કહ્યું કે, લોકોના હિત અને પોતાના લોકોને પ્રોત્સાહન આપવાનું વિચારતા શરીફ પરિવારની રાજનીતિએ દેશને પછાત કરી દીધો છે અને લોકશાહીનો નાશ થયો છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
Middle East conflict / અમેરિકાનો ઈરાની ટાપુ પર હુમલો, IRGCના દાવા વચ્ચે અમેરિકાએ કહ્યું ''ખોટું"
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.