બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં 9મી મેથી 12મી જૂન સુધી રહેશે ઉનાળુ વેકેશન, પ્રાથમિક શાળાઓમાં અપાયું 35 દિવસનું ઉનાળુ વેકેશન, 13મી જૂનથી રાજ્યની પ્રાથમિક શાળામાં નવા સત્રનો થશે પ્રારંભ

logo

ભૂપત ભાયાણીનું રાહુલ ગાંધી પર નિવેદન આચારસંહિતાનો ભંગ, રાજ્ય ચૂંટણી પંચે કેન્દ્રીય ચૂંટણી પંચને કરી જાણ, ભાયાણીના નિવેદન પર પગલા લેવા બાબતે કેન્દ્રીય ચૂંટણી પંચ કરશે આખરી નિર્ણય

logo

સોનાના ભાવમાં ફરી થયો ઘટાડો

logo

ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, 41.4 ડિગ્રી તાપમાન સાથે મહુવા સૌથી ગરમ

logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

VTV / India's first indigenously developed vaccine against cervical cancer to be launched tomorrow

BIG NEWS / મહિલાઓને મોટી રાહત, સર્વાઈકલ કેન્સર સામેની ભારતની પહેલી વેક્સિન આવતીકાલે થશે લોન્ચ

Hiralal

Last Updated: 04:02 PM, 31 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી ભારતની પહેલી વેક્સિન qHPV આવતીકાલે લોન્ચ થઈ રહી છે.

  • આવતીકાલે સર્વાઈકલ કેન્સર સામેની ઈન્ડીયા મેડ વેક્સિન થશે લોન્ચ 
  • અદાર પુનાવાલાની સિરમ ઈન્સ્ટીટ્યુટ લોન્ચ કરશે qHPV વેક્સિન 
  • નાની બાળકીઓ પણ આપી શકાય છે આ વેક્સિન 
  • ગર્ભાશયના કેન્સર સામે રક્ષણ આપતી ભારતની પહેલી વેક્સિન છે 

ગર્ભાશયના કેન્સર સામે લડતી ભારતની પહેલી સ્વદેશી વેક્સિન qHPV આવતીકાલે લોન્ચ થઈ રહી છે. સિરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત સરકારના બાયોટેકનોલોજી વિભાગ દ્વારા એક ખાસ કાર્યક્રમમાં આ વેક્સિન લોન્ચ કરવામાં આવશે. અત્યાર સુધી તો ગર્ભાશયના કેન્સર સામે લડતી ભારતની પોતાની કોઈ વેક્સિન નહોતી. પરંતુ હવે પહેલી વાર ભારતે સર્વાઈકલ કેન્સર (ગર્ભાશય કેનસ્ર) સામે લડતી પોતાની વેક્સિન બનાવી લીધી છે. 

qHPV વેક્સિન નાની છોકરીઓને પણ આપી શકાય
કોવિડ વર્કિંગ ગ્રુપ અને નેશનલ ટેકનીકલ એડવાઈઝરી ગ્રુપ ઓન ઈમ્યુનાઈઝેશના અધ્યક્ષ એનકે અરોરાએ એવું જણાવ્યું કે સર્વાઈકલ કેન્સર પેદા કરનાર વાયરસ સામે લડતી qHPV વેક્સિન નાની છોકરીઓને પણ આપી શકાય છે. તેમણે કહ્યું કે ભારતની પોતાની વેક્સિન લોન્ચ કરવાનું ઘણું ઉત્સાહજનક છે અને આપણી પુત્રીઓ અને પ્રપૌત્રીઓ પણ હવે આ વેક્સિન લઈ શકશે. 

 9-14 વર્ષની છોકરીઓ માટે રાષ્ટ્રીય રસીકરણ શરુ કરવામાં આવશે 
અરોરાએ કહ્યું કે આ મોટી રસીઓમાંની એક છે જેને 9-14 વર્ષની છોકરીઓ માટે રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવશે. હવે ભારતમાં આ વેક્સિન મળી રહેશે તેનો આનંદ છે. અરોરાએ કહ્યું કે આ વેક્સિન ખૂબ જ અસરકારક છે અને સર્વાઇકલ કેન્સરને અટકાવે છે કારણ કે 85 ટકાથી 90 ટકા સર્વાઈકલ કેન્સરના કેસ આ વાયરસને કારણે પેદા થાય છે. તેમણે કહ્યું કે જો આપણે નાની છોકરીઓને સર્વાઈકલ કેન્સર વિરોધી વેક્સિન આપીએ તો તે વધારે સુરક્ષિત બની જશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ